સુરત ભાજપમાં ભડકો: 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

author img

By

Published : Jun 20, 2021, 3:35 PM IST

300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરતમાં ભાજપની સરકારને ગ્રહણ લાગ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. કારણ કે, ભાજપના કાર્યકર્તાઓ ધીરે ધીરે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટી( Aam Aadmi Party ) માં જોડાઇ રહ્યા છે. રવિવારે પણ ફરીથી શહેરના અડાજણ અને રાંદેર વિસ્તારના 300થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં પ્રમુખ ગોપાલ ઇટાલીયા ( Gopal Italia )ની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કરીને જોડાયા છે.

  • ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
  • આપ દ્વારા વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારી શરૂ કરાઈ
  • અમે હવે એ તમામ પરિસ્થિતિ સામે લડવા માટે મક્કમ છીએ: ઇટાલીયા

સુરત: ભાજપના કાર્યકર્તાઓ ધીરે ધીરે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટી( Aam Aadmi Party ) માં જોડાઇ રહ્યા છે. આથી, રવિવારે ફરીથી ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના હસ્તે ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા છે. તે સમય દરમિયાન ગોપાલ ઇટાલીયા ( Gopal Italia ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ની તૈયારી શહેર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે.

300થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ

ભાજપે કોરોનાના નામે લોકોને બેમોત માર્યા: ઇટાલીયા

આપના પ્રતિનિધિઓના માધ્યમથી આ વિસ્તારના 400થી પણ વધુ ઈમાનદાર નાગરિકો રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું એ તમામનું સ્વાગત કરું છું. વર્ષો સુધી ગુજરાતમાં ભાજપની સરકારને લોકોએ મત આપ્યો, પ્રેમ આપ્યો પોતાની લાગણી આપી પણ બદલામાં ભાજપે કોરોનાના નામે લોકોને બેમોત માર્યા છે. શિક્ષણના નામે લોકોને લૂંટ્યા છે. પોલીસ પાસે ધોકા મરાવ્યા છે. ભાજપના તો વર્ષો જૂનો આ રેકોર્ડ છે કે ડરાવવું, ધમકાવવું, લાલચ આપવું અને ના માને તો તેની ઉપર ખોટી ફરિયાદો કરો, અમે હવે એ તમામ પરિસ્થિતિ સામે લડવા માટે મક્કમ છીએ. -ગોપાલ ઇટાલીયા (પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.