તંત્રના આંખ આડા કાન : આ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનું તોળાતું જીવનું જોખમ, કોણ સાંભળશે અરજ

author img

By

Published : May 3, 2022, 5:12 PM IST

સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની કફોડી હાલત, ટ્રેન પકડવા માટે લગાવી પડે છે જીવની બાજી

સુરત રેલવે સ્ટેશન(Surat Railway Station) પર ધમધોખતા તડકામાં(Extreme Heat in Surat) યાત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક પ્લેટફોર્મ તો એવું છે કે ત્યાં એક પંખો પણ નથી.

સુરત: ઉનાળાની વેકેશનની સીઝનમાં લોકો પોતના ઘરે રજા માણવા તથા પોતના વતન સગા સબંધીઓને મળવા જાય છે. આ વેકેશનમાં જ વધારે લાંબી રજાઓ મળે છે. આ સીઝનમાં સુરતના પરપ્રાંતીઓ પોતાને વતન જતા હોય છે. એવામાં સુરત રેલવે સ્ટેશન(Surat Railway Station) પર ભીષણ ગરમી(Extreme Heat in Surat) વચ્ચે નંબર 4 કે જ્યાંથી ઉત્તર ભારત તરફ ટ્રેન ઉપડતી હોય છે ત્યાં એક પણ પંખો નથી. એટલું જ નહીં જનરલ કોચ બેસવા માટે યાત્રીઓ પડાપડી કરતા જોવા મળે છે. આ પડાપડીમાં લોકોના જીવનું જોખમ(Passengers Problems at Surat Railway Station) લઈને યાત્રીઓને ટ્રેનમાં બેસવું પડે છે.

સુરત રેલવે સ્ટેશન પર ધમધોખતા તડકામાં યાત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: Ahmedabad Railway Board: અમદાવાદ રેલવે મંડળ દ્વારા મહિલાની સુરક્ષા માટે 'મેરી સહેલી' અભિયાનનો આરંભ

પ્લેટફોર્મ પર પંખાની સુવિધા નથી - સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આવનાર તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેને ચડવા કોશિશ કરતા લોકો જીવના જોખમે બેસવા માટે પડાપડી કરતા નજરે પડે છે. ઉત્તર ભારત તરફ જનાર રેગ્યુલર ટ્રેન તાપ્તીગંગા જનરલ કોચમાં જે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં આખા પ્લેટફોર્મ પર એક પળનો પંખા નથી. ઉનાળાની સિઝનમાં યાત્રીઓ ગરમીમાં કલાકો સુધી પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા સેકાઇ રહે છે.

લોકોને શૌચાલયની બહાર ટ્રેનની રાહ જોવી પડે છે - ટ્રેન માટે આટલી ભીડ હોય છે કે પ્લેટફોર્મ પર બેસવા માટેની જગ્યા પણ હોતી નથી. પ્લેટફોર્મ પર આવેલ જાહેર સૌચાલયની બહાર લોકો બેસવા પર મજબૂર થઈ જતા હોય છે. બિહાર જવા માટે આવેલા યાત્રી પોતાના બાળકો સાથે જાહેર શૌચાલયની બહાર બેસીને ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. નાના નાના બાળકોને લઈ મહિલાઓ પણ ટ્રેનના ડબ્બામાં કઈ રીતે પ્રવેશ કરવો એ માટે વિચારતી હોય છે. સુરતથી ઉતર ભારત જવા માટે 28 કલાકની યાત્રા છે. આ 28 કલાક દરમિયાન તેઓ જે જગ્યા પર બેસ્યા હોય છે તે જ જગ્યા પર બેસીને યાત્રા કરવી પડે છે. હલવાની પણ સ્થિતિ જનરલ કોચમાં હોતી નથી.

આ પણ વાંચો: Bhavnagar Railway Division: 7 ટ્રેનોમાં કોચ વધારાયા, સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત

યાત્રીઓ મજબૂર છે જીવલેણ સવારી કરવા - ચાલતી ટ્રેનમાં બેસવા માટે તેઓ દોડ લગાવે છે. સામાન સાથે તેઓ ટ્રેનમાં બેસવા માટે થોડીક જગ્યા મળી જાય આ માટે જીવની પણ ચિંતા કરતા નથી. ચાલતી ટ્રેનમાં બેસવા માટે તેઓ એ પણ નથી વિચારતા કે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે જે જગ્યા છે ત્યાં તેઓ ફસાઇ શકે છે.

વેઈટિંગમાં ટીકીટ અને તત્કાલની સુવિધા ઉપલબ્ધ નથી - સુરતમાં ઉત્તર પ્રદેશ, બિહાર , ઝારખંડ, મધ્યપ્રદેશના આશરે 20 લાખથી વધુ લોકો રહે છે. જેમાં ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ઉત્તર ભારતના લોકો(textile business Surat) સંકળાયેલા છે. ઊનાળાની સિઝન શરૂ થતાં જ તેઓ પોતાના વતન જતા હોય છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારત જવા માટે રેગ્યુલર માત્ર એક તાપ્તીગંગા ટ્રેન છે. જેમાં માત્ર ચાર જનરલ કોચ છે . વેટિંગમાં પણ ટીકટ(Surat Railway Waiting Ticket) ઉપલબ્ધ નથી. આ ઉપરાંત લોકોને તત્કાલની સુવિધા પણ મળતી નથી. ઉધના દાનાપુર વિકમાં બે વખત જ્યારે ઉધના વારાણસી તેમજ સુરત મુઝફ્ફરપુર વિકમાં એક વખત ઉપડતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.