ETV Bharat / city

હવે ભારત ઓલિમ્પિકનું આયોજન કરવા સક્ષમ, નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિનું નિવેદન

author img

By

Published : Oct 13, 2022, 9:02 AM IST

હવે ભારત ઓલિમ્પિકનું આયોજન કરવા સક્ષમ, નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિનું નિવેદન
હવે ભારત ઓલિમ્પિકનું આયોજન કરવા સક્ષમ, નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિનું નિવેદન

સુરતમાં 36મી નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ (national games closing ceremony) યોજાયો હતો. તેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશેષ (jagdeep dhankhar vice president) ઉપસ્થિત રહ્યા હતા. અહીં સર્વિસીઝ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડને (Services Sports Control Board) રાજા ભલિન્દ્ર સિંહના સન્માનમાં અપાતી ભારતીય ઓલિમ્પિક સંઘ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

સુરત રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાયેલી 36મી નેશનલ ગેમ્સનો બુધવારે સમાપન સમારોહ (national games closing ceremony) યોજાયો હતો. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ ખાતે (pandit deendayal upadhyay indoor stadium surat) યોજાયેલા આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ (jagdeep dhankhar vice president) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઓલિમ્પિકનું આયોજન કરવા ભારત સક્ષમ અહીં તેમણે ગુજરાત સરકારની પ્રશંસા (Gujarat Government) કર્યા જણાવ્યું હતું કે, માત્ર 3 મહિનામાં નેશનલ ગેમ્સનું (National Games Gujarat) સફળતાપૂર્વક આયોજન કરીને ગુજરાતે પોતાની અપ્રતિમ ક્ષમતા સાબિત કરી છે. એટલે જ ગુજરાતની માટીમાં કઈંક તો છે, જેનો પરચો દુનિયાભરને અવારનવાર થતો રહે છે. ગુજરાતનું આ સફળ આયોજન ભારત હવે ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન કરવા સક્ષમ હોવાની સાબિતી પૂરી પાડે છે.

માત્ર 3 મહિનામાં નેશનલ ગેમ્સનું (National Games Gujarat) સફળતાપૂર્વક આયોજન કરીને ગુજરાતે પોતાની અપ્રતિમ ક્ષમતા સાબિત કરી છે

મહારાષ્ટ્રને ટ્રોફી એનાયત લોકસભા સ્પીકર ઓમ બિરલા (Loksabha Speaker Om Birla), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor acharya devvrat), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિના હસ્તે 39 ગોલ્ડ, 38 સિલ્વર અને 63 બ્રોન્ઝ મેડલ હાંસલ કરનારા બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ તરીકે મહારાષ્ટ્રને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ખેલાડીઓને ટ્રોફીથી કરાયા સન્માનિત જ્યારે મેન્સ અને વિમેન્સ વિભાગ માટે ઓવરઓલ ઈન્ડિવિડ્યુઅલ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. તેમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે 5 ગોલ્ડ અને 5 બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડી હર્ષિતા રામચંદ્ર અને 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રેષ્ઠ પુરૂષ ખેલાડી તરીકે સાજન પ્રકાશને ટ્રોફી એનાયત (National Games Gujarat) કરવામાં આવી હતી.

નેશનલ ગેમ્સના યજમાન ગોવાના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત આ ઉપરાંત સૌથી વધુ 61 ગોલ્ડ, 35 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રાજા ભલિન્દ્ર સિંહના સન્માન આપવામાં આવતી ભારતીય ઓલમ્પિક સંઘ ટ્રોફી (Indian Olympic Association Trophy ) ‘સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ’ને (Services Sports Control Board) એનાયત કરવામાં આવી હતી. સાથે જ ભારતીય ઓલિમ્પિક સંઘના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ આગામી નેશનલ ગેમ્સના યજમાન ગોવાના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત ગોવાના રમતગમત પ્રધાન ગોવિંદ ગૌડેને યજમાની માટે ભારતીય ઓલિમ્પિક સંઘનો ધ્વજ અર્પણ કર્યો હતો.

આંબવાની મક્કમતાને વળગી રહેવા અનુરોધ ગૌરવશાળી સમારોહમાં સહભાગી થઈને હું અભિભૂત થયો છું એમ જણાવતા ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું (jagdeep dhankhar vice president) કે, આજનો દિવસ મારા માટે અવિસ્મરણીય બની રહેશે. નેશનલ ગેમ્સ (national games closing ceremony) યુવા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું ઉમદા પ્લેટફોર્મ બની રહેશે. દેશના વિકાસની ગંગા સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ વહી રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ PM મોદીની સિદ્ધિઓ ગણાવી ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નેતૃત્વ અને શાસનની કાર્યક્ષમતા સાબિત કરી છે. 20 કરોડ ઉજ્જ્વલા ગેસ કનેક્શન, 40 કરોડ નાગરિકોને બેન્કિંગ પ્રણાલી સાથે જોડાણ તેમજ ધારા 370ની ઐતિહાસિક નાબૂદી એ તેનું જ્વલંત ઉદાહરણ છે એમ જણાવી વડાપ્રધાન પ્રત્યેક ભારતીયને ભારતીયતાનું ગૌરવ અપાવ્યું (national games closing ceremony) હોવાનું ઉમેર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ સાથે જ ઉપરાષ્ટ્રપતિએ સ્પોર્ટ્સમેન સ્પિરીટ એ રમતગમતની આગવી ભાવના છે, જે રમતવીરોને અન્ય કરતા અલગ પાડે છે એમ જણાવી (jagdeep dhankhar vice president) રમતગમતમાં જીત અને હારને ક્યારેય આખરી ન માનતા સતત આગળ વધવા, લક્ષ્યને આંબવાની મક્કમતાને વળગી રહેવા અનુરોધ કર્યો હતો.

દુનિયામાં ભારતના ગૌરવ અને સન્માન વધારશે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ (Loksabha Speaker Om Birla) જણાવ્યું હતું કે, રમતગમતના મેદાનમાં રમતવીરોને નવી ઉર્જા અને શક્તિ મળતી હોય છે. આ ઉર્જા જ તેમના જીવનમાં નવા જોમ જૂસ્સા સાથે આગળ વધવાની પ્રેરણા આપતી હોય છે. ‘ફિટ ઈન્ડિયા’, ‘ખેલો ઈન્ડિયા’ કેમ્પેઈનના માધ્યમથી દેશ અને દુનિયામાં પરંપરાગત અને આધુનિક રમતોમાં ભારતના ખેલાડીઓએ પોતાની ક્ષમતાઓ દર્શાવી છે. નેશનલ ગેમ્સ જેવી સ્પર્ધાઓ દુનિયામાં ભારતના ગૌરવ અને સન્માન વધારશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ખેલાડીઓએ ગુજરાતની સંસ્કૃતિના કર્યા દર્શન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, દેશના ખૂણેખૂણેથી ગુજરાત આવેલા ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં (National Games Gujarat) રમ્યા એટલું જ નહીં, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના રંગે રંગાઈને નવલી નવરાત્રિમાં ઉત્સાહથી ગરબે પણ ઘૂમ્યા, જે ગુજરાત માટે યાદગાર સંભારણું બની રહેશે.

99 દિવસમાં નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતની ધરતી પર સૌપ્રથમ વાર આયોજિત નેશનલ ગેમ્સની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કરતા મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, માત્ર 99 દિવસમાં નેશનલ ગેમ્સનું આયોજન (National Games Gujarat) પાર પાડવું એ એક પડકારથી કમ ન હતું, પરંતુ વડાપ્રધાને પડકારો, આફતોને અવસરમાં બદલવાની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે જેને અનુસરીને પડકારને ઝીલ્યો અને સફળતા આપણી સામે છે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન અંતર્ગત રાજ્ય સરકારે ટૂંકા ગાળામાં તમામ તૈયારીઓને પૂર્ણ કરી જે ઐતિહાસિક સિદ્ધિ છે એમ પણ તેમણે કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.