Surat Rathyatra 2021: નહીં કાઢવામાં આવે 27 વર્ષ જૂની ભગવાન જગન્નાથજીની રથયાત્રા

author img

By

Published : Jul 9, 2021, 4:09 PM IST

Surat Rathyatra 2021

છેલ્લા 27 વર્ષથી સુરતના ઇસ્કોન મંદિર દ્વારા સૌથી મોટી રથયાત્રા કાઢવામાં આવતી હતી. ગયા વર્ષે કોરોનાના કારણે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં ભક્તોમાં મંજૂરી મળે તેવી આશા સેવવામાં આવતી હતી. આ અંગે રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવી છે, સાથે જ તેને લગતી વિશેષ કોરોના ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે.

  • 27 વરસથી સુરતના ઇસ્કોન મંદિરથી નીકળનારી રથયાત્રા આ વખતે નહીં યોજાય
  • આ વર્ષે રથયાત્રા મંદિર પરિસરની અંદર યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો
  • તમામ ભક્તજનના વેક્સિનની કામગીરી પૂર્ણ થઇ ગઇ, છતાં RT-PCR ફરજીયાત

સુરત: છેલ્લા 27 વરસથી સુરતના ઇસ્કોન મંદિરથી નીકળનારી રથયાત્રા આ વખતે નહીં યોજાય. કોરોનાની ગાઈડલાઈન અને રૂટ ટુંકાવવાના નિયમોને કારણે મંદિરના મહંત દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ ભક્તજનોનું વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે. તેમ છતાં તેમની પાસેથી RT-PCR ટેસ્ટ માંગવામાં આવ્યો હતો. આ ઉપરાંત રથ ખેંચવા માટે 100 ભક્તજનોની જરૂરિયાત હોય છે, જેમાં સુરત પોલીસ દ્વારા માત્ર 60 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. જેથી મંદિરના મહંત દ્વારા રથ મંદિર પરિસરમાં જ ફેરવવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતમાં નહીં નીકળે જગન્નાથજીની રથયાત્રા

આ પણ વાંચો: રથયાત્રામાં કોરોના ગાઈડલાઇનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી: પ્રદીપસિંહ જાડેજા

મહંત તથા સંતોના RT-PCR ટેસ્ટ માંગવામાં આવ્યા

અમદાવાદ રથયાત્રાની તમામ ગાઇડલાઇન સુરતની રથયાત્રાને પણ લાગુ કરવામાં આવી છે. સુરત ઇસ્કોન મંદિર દ્વારા તમામ સંતોને વેક્સિન આપી દેવામાં આવી છે. તેમ છતાં સુરત પોલીસ દ્વારા તમામ મહંત તથા સંતોના RT-PCR ટેસ્ટ માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત રથ સુરત રેલવે સ્ટેશનથી કાઢવામાં આવતો હતો તે ટૂંકાવી મોરાભાગળથી કાઢવા માટે જણાવ્યું હતુ. ઇસ્કોન મંદિરના મહંત સરોજ પ્રભુજી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, એક રથને ખેંચવા માટે 100 જેટલા હરિભક્તોની જરૂરિયાત હોય છે, જેની સુરત પોલીસ દ્વારા ફક્ત 60 લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: જગન્નાથ રથયાત્રાને મંજૂરી સાથે લાદવામાં આવ્યા અનેક પ્રતિબંધો, જાણો...

રથયાત્રા મંદિર પરિસરની અંદર જ યોજવાનો નિર્ણય

માત્ર 500 મીટરના જ રથયાત્રાનો રૂટ પોલીસ દ્વારા અપાતા ભક્તોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત આ વર્ષે રથયાત્રા મંદિર પરિસરની અંદર યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ હરિભક્તોની મંદિરની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જે વ્યવસ્થાના આધારે ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.