કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

author img

By

Published : Sep 17, 2021, 8:37 PM IST

કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન પીયૂષ ગોયેલ આજે સુરતની મુલાકાતે હતાં. સરસાણા ખાતે આવેલી ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન હોલમાં ટેક્સટાઈલ પ્રધાન પીયૂષ ગોયલ અને ટેકસટાઇલ તેમજ રાજ્ય રેલવેપ્રધાન દર્શના જરદોશ સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું હાલ કન્ટેનરની અછત અને ભાડામાં વધારા અંગે તેઓએ જણાવ્યું હતું કે ,એક્સપોર્ટ અને ઈમ્પોર્ટમાં વધારો થતા આ સ્થિતિ સર્જાઈ છે.

  • ટેક્સટાઈલ પ્રધાન પીયૂષ ગોયલ અને ટેકસટાઇલ તેમજ રાજ્ય રેલવેપ્રધાન દર્શના જરદોશ સાથે ઇન્ટરેક્ટિવ સેશન
  • કુલ 25 પ્રશ્નોમાંથી ત્રણ એવા પ્રશ્ન હતા જેનો નિકાલ તાત્કાલિક સેશન દરમિયાન કરવામાં આવ્યાં
  • હાલ કન્ટેનરની અછત અને ભાડામાં વધારો,ભાડુ ઓછું થાય તે માટે પ્રયત્ન છે: પીયૂષ ગોયલ

    સુરત : કન્ટેનરની અછત અને ભાડામાં વધારા અંગે તેઓએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટમાં વધારો થતાં આ સ્થિતિ સર્જાઈ છે. આ અંગે શિપિંગ મંત્રાલય અને રેલવે મંત્રાલય સાથે કોમર્સ મંત્રાલય વાતચીત કરી રહ્યું છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને આ અંગે નિર્દેશ અપાયાં છે.


    ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન પીયૂષ ગોયેલ તથા દેશના ટેકસટાઇલ અને રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ સાથે ઇન્ટરેકટીવ સેશનમાં બંને પ્રધાનો દ્વારા ઉદ્યોગકારો સાથે વ્યાપાર – ઉદ્યોગની જરૂરિયાતો વિશે રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુલ 25 પ્રશ્નોમાંથી ત્રણ એવા પ્રશ્ન હતાં જેનો નિકાલ તાત્કાલિક સેશન દરમિયાન કરવામાં આવ્યાં હતાં.
    ઉદ્યોગકારો સાથે વ્યાપાર – ઉદ્યોગની જરૂરિયાતો વિશે રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી


    સરકારે નજર રાખી છેઃ પીયૂષ ગોયલ

    વૈશ્વિક સ્તરે શિપિંગ કન્ટેનરની અછત છે. જેથી ભાવમાં વધારો નોંધાયો છે. કન્ટેનરના ભાડામાં વધારો થતા સરકાર પણ હરકતમાં છે. કન્ટેનરના ભાવમાં અચાનક જ વધારા અંગે પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા છથી સાત મહિનાથી એક્સપોર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પોસ્ટ કોવિડ પરિસ્થિતિમાં અચાનક ઈમ્પોર્ટ એક્સપોર્ટમાં વધારો થયો છે. વિશ્વના અન્ય દેશો જ્યાં અત્યારે પણ આર્થિક કટોકટી અને આંતરરાષ્ટ્રીય ટ્રેડની સમસ્યામાંથી પસાર થઈ રહ્યાં છે. બીજી બાજુ ભારતમાં ડિમાન્ડ વધવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ પ્રાઇવેટ સેક્ટર છે. શિપિંગ સેકટરમાં સરકાર દ્વારા હસ્તક્ષેપ હોતો નથી. જે ભાડું વધ્યું છે તે ડિમાન્ડ વધવાના કારણે થયું છે. વિશ્વસ્તર પર કન્ટેનરના ભાડાના ભાવમાં વધારો થયો છે. તેમ છતાં સરકારે આની ઉપર નજર રાખી છે. સાથોસાથ શિપિંગ ઇન્ડસ્ટ્રી અને રેલવે મિનિસ્ટ્રી સાથે ચર્ચાઓ પણ ચાલી રહી છે. અમે કેટલાક નિર્દેશો પણ આપ્યાં છે. જેથી સિસ્ટમમાં પારદર્શિતા આવે. લોજિસ્ટિક વિભાગ સમગ્ર મામલે બારીકાઈથી ધ્યાન આપી રહી છે. અમે ભાડુ ઓછું થાય તે માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ.

    કેટલાક દેશો છે જે કચરો માલ ભારતમાં વેચે છે

    સુરતના ઉદ્યોગપતિઓ સાથે થયેલ ઇન્ટરેક્શનમાં ટેક્સટાઇલ પાર્કની સાથે દક્ષિણ ગુજરાતમાં પ્લાસ્ટિક પાર્કની ડિમાન્ડ પણ કરવામાં આવી છે .આ અંગે તેમણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક પાર્કની ડિમાન્ડ કરવામાં આવી છે. અમે આ અંગે વિચારીશું સાથે જ ટેક્સટાઇલ પાર્ક માટે જો રાજ્ય સરકાર જમીન આપશે અને પોલીસી બનાવશે તો અમે ચોક્કસથી તૈયાર છીએ. લોકોને લાગે છે કે ભારત સેકન્ડ ક્વોલિટી વસ્તુઓની કન્ટ્રી છે.આ વાત લોકોએ નહીં વિચારવી જોઈએ. BIS સ્ટાન્ડર્ડ માટે સરકારને કહો, અમે સ્ટાન્ડર્ડ સુધારવા માટે આ પરવાનગી પણ આપીશું..પીએમ મોદી ઈચ્છે છે કે વર્લ્ડ કલાસ વસ્તુઓ ભારતમાં બને. કેટલાક દેશો છે જે કચરો માલ ભારતમાં વેચે છે. અમે સ્ટાન્ડર્ડને વિશ્વ સ્ટાન્ડર્ડ બનાવીશું. ઇકોનોમી પાર્ટનરશીપ યુકે, યુએઈ, યુરોપિયન દેશો સાથે અનેક સેકટરને સુવિધા મળી શકે તે માટે પ્રયત્નશીલ છીએ.

    માત્ર અમે ભારતથી વિદેશમાં માલ વેચીએ

    તેઓએ જણાવ્યું હતું કે, FDI વન સાઈડ નથી હોતી. વિચાર કરવો જોઈએ કે વિદેશથી કયો માલ આવી શકે. જેનાથી ભારતીય ઉદ્યોગને લાભ થાય.. FDI નેગોશિએેશન ફેઈલ એ માટે થયું કે, અમે વિચારતાં હોઈએ છીએ કે અન્ય દેશોથી માલ ભારત ન આવે, માત્ર અમે ભારતથી વિદેશમાં માલ વેચીએ. કોઈ બહાનું આપીએ નહીં. કોઈ પણ મંત્રાલયનો વિષય હો તમે પ્રશ્ન ઉઠાવી શકો છો. હાલ જ પેમેન્ટ અટકી જવા અંગે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તે અંગે RBIના અધિકારી સાથે વાત કરી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ સે ડર નહીં લગતા ‘આપ’સે લગતા હૈ, નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતનું કદ વધ્યું

આ પણ વાંચોઃ મેગા વેક્સિનેશન ડ્રાઈવ એ વડાપ્રધાન મોદી માટે રિટર્ન ગિફ્ટ: પિયુષ ગોયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.