એવું તો શું બન્યું કે, OASISમાં રહેતી નવસારીની દિકરીઓના પરિવારજનોમાં વધી ચિંતા

author img

By

Published : Nov 24, 2021, 6:42 PM IST

OASISમાં રહેતી નવસારીની દિકરીઓના પરિવારજનોમાં વધી ચિંતા

નવસારીમાંથી એકલી પીડિતા જ નહીં પણ ઘણી છોકરીઓ oasisમાં (oasis organization) રહીને અભ્યાસ કરી રહી છે. આ યુવતીઓના પરિવારજનોએ એક બેઠક કરી હતી, જેમાં પરિવારજનોએ યુવતીઓ અને સંસ્થા વચ્ચેની વાતચીત ઉપર ચર્ચા કરી હતી. પરંતુ પીડિતા સાથેની દુર્ઘટના (Vadodara gangrape) બાદ આ યુવતીઓના પરિવારજનો તેમનો oasis પરનો વિશ્વાસ ડગી ગયો હોવાની વાત સાથે તેમની દીકરીઓ વહેલી ઘરે પરત ફરે તેવી આશા સેવી રહ્યા છે.

  • ચિંતત માતા-પિતાઓએ પીડિતાના ઘરે કરી બેઠક
  • દિકરી ઘરે અવવાની ના પાડતી હોવાનો દરેક વાલીઓનો સુર
  • OASIS પરથી વિશ્વાસ ડગ્યો, દિકરીઓ વહેલી ઘરે આવે તો સારૂ

નવસારી: વડોદરા દુષ્કર્મ અને આત્મહત્યા પ્રકરણે (vadodara rape suicide case) વડોદરાની oasis સંસ્થાની (oasis organization) કાર્યપ્રણાલી પર શંકાની સોય ઉઠાવી છે. નવસારીમાંથી એકલી પીડિતા જ નહીં પણ ઘણી છોકરીઓ oasisમાં રહીને અભ્યાસ કરી રહી છે. પરંતુ પીડિતા સાથેની દુર્ઘટના બાદ આ યુવતીઓના પરિવારજનો તેમનો oasis પરનો વિશ્વાસ ડગી ગયો હોવાની વાત સાથે તેમની દીકરીઓ વહેલી ઘરે પરત ફરે તેવી આશા સેવી રહ્યા છે.

OASISમાં રહેતી નવસારીની દિકરીઓના પરિવારજનોમાં વધી ચિંતા

વડોદરામાં દુષ્કર્મની ઘટના બાદ OASISની કાર્યપ્રણાલી સામે પ્રશ્નાર્થ

લેખિકા બનવાના સપના સેવતી નવસારીની યુવતીએ વડોદરામાં સામુહિક દુષ્કર્મ (Vadodara gangrape) બાદ અઠવાડિયામાં ટ્રેનના ડબ્બામાં કથિત આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. દરમિયાન યુવતીની મેન્ટોર સંસ્થા oasisની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠી રહ્યા છે. પીડિતાના મોત બાદ સંસ્થા દ્વારા તેના પરિવારના ફોન ઉઠાવવાના બંધ કરી દેતા સંસ્થાની જવાબદારીઓ સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

OASISમાં રહેતી નવસારીની દિકરીઓના પરિવારજનોમાં વધી ચિંતા
OASISમાં રહેતી નવસારીની દિકરીઓના પરિવારજનોમાં વધી ચિંતા

આ પણ વાંચો: સુરતની પોક્સો કોર્ટે રચ્યો ઇતિહાસ: 5 દિવસમાં દુષ્કર્મના આરોપીને સંભળાવી સજા

સંસ્થા પર દીકરીઓનું brainwash કરવાનો આક્ષેપ

oasisમાં રહેતી અન્ય યુવતીઓના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. oasisમાં રહેતી નવસારીની ઘણી દીકરીઓને બે થી ચાર વર્ષ થયાં છે, પરંતુ યુવતીઓ છે કે ત્યાંથી પરત ઘરે આવવા તૈયાર જ નથી. પરિવારજનો અનુસાર નવસારીની યુવતી સાથે ઘટેલી દુર્ઘટના અને તેના મોત બાદ પરિવારજનોનો oasis સંસ્થા પરથી વિશ્વાસ ડગી ગયો છે. સંસ્થા દ્વારા તેમની દીકરીઓનું brainwash કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ પરિવારજનો લગાવી ચૂક્યાં છે.

યુવતીએ કહ્યું - હું તમારી દીકરી નથી લખીને સહી કરી આપુ...

ખાસ કરીને દુષ્કર્મની ઘટના બાદ સાથે રહેલી તેની સહેલી અભ્યાસ પુર્ણ થયા બાદ પણ નવસારી તેના ઘરે પરત આવવા તૈયાર નથી. માતા-પિતાએ દબાણ, સમજાવટ તેમજ ઇમોશનલી સમજાવી ઘરે લાવવાનો પ્રયાસ કર્યો પણ નિરર્થક રહ્યો, અંતે થાકીને પિતાએ ગુસ્સામાં તું અમારી દીકરી નથી...? નો સવાલ કરતા જ યુવતીએ હું તમારી દીકરી નથી, લખાણ લખાવી આવો, સહી કરી આપું છું... નો જવાબ આપતા માતા-પિતા અવાક રહી ગયા હતાં, જેથી OASIS પર તેમની દીકરીનું બ્રેઇન વૉશ કર્યુ હોવાનો આક્ષેપ પણ તેઓ કરી રહ્યા છે. જ્યારે અન્ય યુવતીઓ પર સંસ્થામાં તેમને કોઈ તકલીફ ન હોવાનું જણાવી ઘરે પરત ફરવાથી બચી રહી છે. ગત મોડી રાતે OASISમાં રહેતી યુવતીઓના પરિવારજનોએ એક બેઠક કરી હતી, જેમાં પરિવારજનોએ યુવતીઓ અને સંસ્થા વચ્ચેની વાતચીત ઉપર ચર્ચા કરી હતી, અને સાથે તેમની દીકરીઓ વહેલી ઘરે પરત ફરે એવી આશા પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: વડોદરા રેપ કેસ મામલે રેલ્વે રેન્જ IGએ આપ્યું નિવેદન, કહ્યું- "કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે"

દીકરીને પરત લાવવા કાયદાનો સહારો લેશે પરિવાર

OASISમાં રહીને ભણતી નવસારીની યુવતીઓ ઘરે પરત આવવાની ના પાડી રહી છે, જેમાં સંસ્થાએ પણ યુવતીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો નથી. સંસ્થા યુવતીઓને વિગન ફૂડ ખવડાવે છે, જેથી એમની તબિયતમાં પણ વીકનેશ હોય એવું લાગે છે. સમજાવવા છતાં ઘરે આવવાથી ના પાડતી યુવતીઓનો પરિવાર કાયદાકીય લડાઈ લડવાની વિચારણા પણ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બેઠકમાં પીડિતાનો પરિવાર પણ હાજર હતો અને પીડિતાના પિતાએ પણ તેમની વેદના ઠાલવી હતી. સાથે જ અન્ય યુવતીઓના માતા-પિતા પણ દીકરીઓને ઘરે બોલાવી લે એવી વિનંતી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.