ETV Bharat / city

સુરતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ કરશે કડક કાર્યવાહી

author img

By

Published : Dec 30, 2020, 4:13 PM IST

સુરતમાં હવે રોન્ગ સાઈડ પર વાહન ચલાવશો તો....
સુરતમાં હવે રોન્ગ સાઈડ પર વાહન ચલાવશો તો....

સુરત શહેરમાં રોંગ સાઈડ પર વાહનો ચલાવતા અને વાહનો ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા લોકોએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. સુરત પોલીસ હવે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતા કે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા પકડાશો. તો 3 મહિના સુધી ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે. આ સિવાય બીજીવાર ઈ-મેમો મળશે તો પણ ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ થશે.

  • સુરતમાં હવે રોંગ સાઈડ પર વાહન ચલાવનારાની ખેર નહીં
  • મોબાઈલ પર વાત કરતા વાહનચાલકો સામે પણ થશે કાર્યવાહી
  • પોલીસે આવા લોકોનું ડ્રાઈવિંગ લાયસન્સ 3 મહિના કરશે સસ્પેન્ડ

સુરતઃ સુરતમાં પોલીસે ટ્રાફિક નિયમો કડક કરવા કમર કસી છે. સુરત પોલીસ કમિશનરે રોંગ સાઈડ અને મોબાઈલ પર વાત કરતા વાહનચાલકો સામે હવે લાલ આંખ કરી છે. હવે જો તમે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતા પકડાશો કે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા પકડાશો તો 3 મહિના સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાશે. આ સિવાય બીજીવાર ઈ-મેમો મળશે તોપણ ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થશે. મંગળવારે સીપી કચેરીમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમ જ રિપીટ ઈ-મેમો મેળવનારનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરાશે. બ્લેક સ્પોટ, જીવલેણ અકસ્માત, દંડ, ઈ-મેમો જેવા ડેટાબેઝનાે અભ્યાસના આધારે ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવાશે.

ચાલુ ગાડીએ મોબાઈલ વાપરનારા લોકોનું 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ થશે
આ વર્ષે 141 વાહનચાલકોએ જીવ ગુમાવ્યો

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ગયા વર્ષ દરમિયાન ગંભીર અકસ્માતોમાં 282 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જયારે આ વર્ષે 141 વાહનચાલકોએ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ગંભીર અકસ્માતોમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે.કોરોના મહામારીમાં અમલી થયેલા લૉકડાઉનમાં વાહન વ્યવહારન હોવાથી અકસ્માતોનું અને ફેટલ એક્સિડેન્ટનું પ્રમાણ ઓછું થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.