ETV Bharat / city

એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

author img

By

Published : Sep 10, 2022, 10:43 AM IST

Updated : Sep 10, 2022, 1:47 PM IST

એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન

ગુજરાત ATS અને DRI દેશભર માંથી ડ્રગ્સ પકડવાની મૂહિમ ચલાવી રહી છે. જેમાં તેમને મોટા પ્રમાણમાં સફળતા હાથ લાગી રહી છે. હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ATSએ એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યુ છે. home minister harsh sanghvi, harsh sanghvi statement on drugs, gujarat ats news.

સુરત ગુજરાત ATS અને DRI દેશભરમાંથી ડ્રગ્સ પકડવાની મૂહિમ ચલાવી રહી છે. જેમાં તેમને મોટા પ્રમાણમાં સફળતા હાથ લાગી રહી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (home minister harsh sanghvi) પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ATSએ (gujarat ats news) એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યુ છે.

વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડાયું ગૃહ રાજ્યપ્રધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ (surat crime branch) અને ATSને સફળ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. કાલે જે રીતે કોલકતા પોર્ટ પરથી 39 કિલો જેની અંદાજિત કિંમત 200 કરોડ હતી, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેનો શ્રેય પણ ગુજરાત ATSને ફાળે જાય છે. દેશની અનેક સીમાઓ પર ડ્રગ્સનો નેટવર્ક તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અનેક રાજ્યોમાં ગુજરાત ATSના (gujarat ats news) માધ્યમથી ડ્રગ્સ પકડવવામાં આવી રહ્યું છે.

અન્ય રાજ્યને પણ મદદ કરે છે ATS

અન્ય રાજ્યને પણ મદદ કરે છે ATS જે ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે, તેના કારણે અમુક લોકોને દુઃખ પણ થઇ રહ્યું છે. આ દુઃખ કયા કારણે થઇ રહ્યું છે, તે પણ એક તપાસનો વિષય છે. ગુજરાત પોલીસની (gujarat police news today) માહિતીથી દિલ્લી પોલીસને 1000 કિલોથી વધુ ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી. પંજાબની જેલમાં પણ ડ્રગ્સ નેક્સસ ચાલી રહ્યું હતું, તેનો પર્દાફાશ પણ ગુજરાત પોલીસ દ્વારા થયો હતો. તે બદલ પંજાબ પોલીસે ગુજરાત પોલીસનો (gujarat police news today) આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પોલીસના કારણે થયો ખૂલાસો ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી, બંગાળ સરકાર અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ત્રણેય ઉપર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના (gujarat police news today) કારણે એક બાજૂ પંજાબમાં જેલની અંદરથી ચાલી રહેલા ડ્રગ્સ ઓપરેશનનો ખૂલાસો થયો છે. બીજી તરફ ભંગારમાંથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એક ડ્રગ્સના વેચાણમાં નંબર વન છે અને બીજો મર્ડરમાં નંબર વન છે. એટલું જ નહીં તેઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જે લોકો રાજમહલમાં રહે છે તેમને જમીનની હકીકત તો ખબર નથી.

પંજાબની જેલની અંદર બેસીને બગ્ગા ખાન ડ્રગ્સ નેટવર્ક ચલાવે છે ગૃહ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ મામલે રાજકારણ થવું ન જોઈએ પરંતુ જે ડ્રગ્સ કાર્યવાહી મુદ્દે જે રીતે ગુજરાત પોલીસને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે અંગે હું કહેવા માગું છું કે, એક રાજ્ય મર્ડરમાં નંબર વન છે અને બીજું રાજ્ય ડ્રગ્સમાં નંબર વન છે. આ લોકો આક્ષેપ કરવા લાયક નથી.

કરોડોનું ડ્રગ્સ ઝડપાયું તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત એટીએસ (gujarat ats news) તેમ જ ડીઆરઆઈ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન ગિયર બોક્સ (Operation gear box) દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં પણ આક્રામક રીતે સામે આ લડત ચાલુ રહેશે. ગુજરાત પોલીસે માહિતી આપી હતી કે, પંજાબની જેલની અંદર બેસીને બગ્ગા ખાન ડ્રગ્સ નેટવર્ક ચલાવે છે અને કેટલાક લોકો ગુજરાતને બદનામ કરવા માગી રહ્યા છે.

ગુજરાત પોલીસ અન્ય રાજ્યોમાં પણ તોડી રહી છે ડ્રગ્સનું નેટવર્ક ગુજરાત પોલીસ માત્ર પોતાના રાજ્યમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ નેટવર્ક તોડી રહી છે. હવે ગુજરાતની ગલીઓમાં ડ્રગ્સ મળી રહ્યો નથી. ગુજરાત પોલીસે નેક્સેસ તોડ્યું છે અને કેટલાક લોકો રાજકારણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે.

માફિયાઓની ધરપકડ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ (gujarat police news today) અંગેની માહિતી આપનારE લોકોને રિવોર્ડ આપે છે. આ રિપોર્ટ પૉલિસીના કારણે પોલીસને સફળતા મળી છે, જેની પ્રશંસા દરેક રાજ્યના લોકો કરે છે. પાકિસ્તાનના ડ્રગ્સ ડીલરોને કરોડો રૂપિયાના નુકસાન થયું છે. જ્યારે ડ્રગ્સ પકડવાથી દુઃખ કોને થાય છે અને કોના કારણે થાય છે એ તપાસનો વિષય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી મળતી રકમ ક્યાં ઉપયોગમાં લેવાય છે તે બધા જ જાણે છે. છેલ્લા એક વર્ષમાં 600 લોકોથી પણ વધુ ડ્રગ્સના વેચાણ કરનાર અને માફિયાઓની ધરપકડ થઈ છે.

Last Updated :Sep 10, 2022, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.