ETV Bharat / city

સરકાર સુરતને સંઘાઈને બદલે વુહાન બનાવી દેશે : અમિત ચાવડા

author img

By

Published : Jul 29, 2020, 3:23 PM IST

અમિત ચાવડા
અમિત ચાવડા

સુરત શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોના કારણે બુધવારે કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ સહિત ડૉક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું કે, હોસ્પિટલોમા સુવિધાઓની અછત છે, સરકાર સુરતને સંઘાઈને બદલે વુહાન બનાવી દેશે...

સુરત : કોરોનાના સતત વધી રહેલા કેસોના કારણે બુધવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુરતની સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ આવા કપરા સમયે સેવા આપી રહેલા હોસ્પિટલના સ્ટાફને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. હોસ્પિટલના ડીન અને સુપરિટેન્ડન્ટ સાથે બેઠક બાદ ચાવડાએ જણાવ્યું હતું કે, દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. સુરતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે કોરોનાની સ્થિતિ વચ્ચે સુરત વુહાન બની જશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર પર આરોપ

  • જરૂરી ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાને કારણે કાળા બજાર અને ખાનગી જગ્યાઓ પરથી મેળવવા પડે છે
  • યોગ્ય સમયે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવા જોઈતા હતા, જે ન થવાને કારણે કેસ વધ્યા છે
  • સરકાર પોતાની ચૂંટણીમાં વ્યસ્ત છે
  • સરકારી હોસ્પિટલ અને મનપા હોસ્પિટલના સ્ટાફને પ્રોત્સાહન આપવામાં આવતું નથી

અમિત ચાવડાએ જણાવ્યું કે, હોસ્પિટલ સ્ટાફ સાથે ચર્ચા કરી તેમાં હોસ્પિટલ સ્ટાફે કબૂલ કર્યું છે, કે ટોસીલીઝુમાબ ઇન્જેક્શન નથી મળી રહ્યા. કોર્પોરેશનને જે વધારાનું ફંડ મહામારીમાં વાપરવું જોઈએ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. સરકારી હોસ્પિટલ અને મનપા હોસ્પિટલમાં સ્ટાફને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.

સરકાર સુરતને સંઘાઈને બદલે વુહાન બનાવી દેશે : અમિત ચાવડા

ખાનગી હોસ્પિટલ દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે. જે બંધ થવી જોઈએ. મેડિકલના વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે માટે બે વિદ્યાર્થીઓએ આજે રજૂઆત કરી છે. શહેરની કોલેજો અને શાળાઓ દ્વારા પણ ફી મુદ્દે દબાણ કરાયું છે.

ડુપ્લીકેટ ઇન્જેક્શન અને કાળા બજારી મામલે નિવેદન આપતા અમિત ચાવડાએ જણાવ્યું કે, સરકાર પાસે પોલીસ છે છતાં ઇન્જેક્શન કઈ રીતે કાળા બજારમાં મળી રહ્યું છે. સરકારની જાણ બહાર ઈન્જેક્શનનો કાળા બજાર શક્ય નથી. કોરોના સામે સરકારની લડવા શક્તિનો અભાવ છે. ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછા કરવામાં આવે છે અને કેસો છુપાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.