ETV Bharat / city

1100 વર્ષ પૂર્વે આવેલા પારસી સમાજે વિશ્વમાં વગાડ્યો ડંકો

author img

By

Published : Aug 14, 2022, 8:26 PM IST

1100 વર્ષ પૂર્વે આવેલા પારસી સમાજે વિશ્વ માં વગાડ્યો ડંકો
1100 વર્ષ પૂર્વે આવેલા પારસી સમાજે વિશ્વ માં વગાડ્યો ડંકો

આજથી 1100 વર્ષ પૂર્વે દક્ષિણ ગુજરાતના સંજાણ કાંઠે પારસીઓએ પોતાનો પ્રથમ પગ મૂક્યો હતો. ત્યારબાદ તેઓએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરવાનું શરૂ કર્યું હતું. પારસીઓનું નવસારીને લઈને બહુ મોટો ઇતિહાસ સંકળાયેલો છે. તેમણે આઝાદીની ચળવળથી લઈને અનેકો કામ કર્યા છે. જેને આજે લોકો યાદ કરી રહ્યા છે. નવસારીમાં તેમનો ઇતિહાસ આજે પણ કંડારાયેલો જોવા મળે છે. History Of parsis In india

ન્યુઝ ડેસ્ક પારસીઓએ ઇરાનથી લાવેલા પાક આતસ બહેરામ અગ્નિદેવને નવસારીમાં અગિયારી બનાવી ધણા વર્ષોથી સાચવી અહીંજએ લોકો પૂજા અર્ચના કરે છે. આજથી લગભગ સો વર્ષ પૂર્વે નવસારીમાં હર ત્રીજી વ્યક્તિ પારસી હતી. નવસારીની વસ્તી 33 હજારની હતી, ત્યારે પારસીઓની વસ્તી 11000 સુધી હતી. હાલના વર્ષોમાં પારસીઓની વસ્તી સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ જોખમ હજી પણ યથાવત્

હિંદના દાદાનું મળ્યું બિરુદ નવસારીમાં વસવાટ કર્યા બાદ પારસી સમાજે મહાન સપૂતો નવસારીને આપ્યા. જેમાં દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતા જેવા મહાન સપૂતોએ નવસારીનું નામ દેશ અને દુનિયામાં ઊંચા ઊંચા મકામે પહોંચાડ્યું. દાદાભાઈ નવરોજીને હિંદના દાદાનું બિરુદ મળ્યું હતું. જેઓએ સ્વરાજ શબ્દ આપ્યો અને આઝાદીની લડતમાં તેઓનો વિશેષ ફાળો રહ્યો છે. 18836 માં દાદાભાઈ નવરોજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના (Indian National Congress) પ્રથમ પ્રમુખ બની આઝાદીની ચળવળમાં ભાગ લીધો. 1892માં ભારતના પ્રતિનિધિ તરીકે બ્રિટનમાં આમ સભામાં ચૂંટાઈ આવી ભારતના પ્રશ્નોની વિસ્તારથી રજૂઆત કરી ભારત પાછા ફરી તેઓએ 1906 માં સ્વરાજની ઘોષણા કરી આઝાદીની લડતનો પાયો નાખ્યો,જ્યારે ગાંધીજીએ આઝાદીની લડતની (freedom struggle) વિસ્તૃત માર્ગદર્શન દાદાભાઈ નવરોજી પાસે લઈ આઝાદીની લડત માં આગળ વધ્યા આજે દાદાભાઈ નવરોજીની યાદમાં નવસારીના લક્ષ્મણ હોલ ખાતે તેમનું સ્ટેચ્યુ જ્યારે નવસારીની મધ્યમાં મૂકવામાં આવ્યું છે. તેથી આવનાર પેઢી આ નવસારીના સપૂતના બલિદાનને હંમેશા યાદ રાખે.

1100 વર્ષ પૂર્વે આવેલા પારસી સમાજે વિશ્વ માં વગાડ્યો ડંકો

કોણ છે ઉદ્યોગ જગતના ભીષ્મપિતા ભારતને ઔદ્યોગિક વિશ્વ સ્તરે ઓળખ અપાવનાર જમશેદજી તાતા નો જન્મ પણ નવસારીમાં થયો, જેમને આજે ઉદ્યોગ જગતના ભીષ્મપિતામાં (Godfather of industry) તરીકે ઓળખવામાં આવે છે. જમશેદજી તાતા ના પિતા વેપારી હતા જમશેદજી તાતા એ મુંબઈ ખાતે અભ્યાસ કરી ઉદ્યોગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું આ નાની મોટી બંધ પડેલી ઔદ્યોગિક એકમની સસ્તાઓને હસ્તગત કરી ફરી ધમધમતી કરી આ યોગ બ્રિટિશરોનો સુવર્ણ કાળ હતો પણ જમશેદજી ટાટાએ ઔદ્યોગિક ક્ષેત્રે પણ ક્રાંતિ લાવવા માટે ભારતની અંદર પોલાર્ડનો ઉદ્યોગ સ્થાપવાની જાહેરાત કરી અને તાતા નગર અને જમશેદપુરમાં નાની ફેક્ટરી નાખી પોલાર્ડ બનાવવાની શરૂઆત કરી. ભારતની અંદર ઔદ્યોગિક એકમનો પાયો નાખ્યો. આ સાથે તેઓએ ઉચ્ચ શિક્ષણ માટેની ભારતમાં ઉચ્ચ સંસ્થાનું નિર્માણ કર્યું ત્યાર બાદની પેઢીઓએ પણ ભારતમાં અલગ અલગ ઉદ્યોગો સ્થાપી ભારતને અલગ ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે, આજે આટલા વર્ષો બાદ પણ પારસી સમાજે આ સપૂતોના ઘરોને સ્મારક તરીકે સાચવ્યા છે

આ પણ વાંચો હર્ષ સંઘવીએ રજૂ કરી ગુજરાતી યુવાનોની નવી તસવીર, ફાફડા ઢોકળાંનો કેમ કર્યો ઉલ્લેખ જૂઓ

પારસીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણનો મજબૂત પાયો નખાયો પારસીઓએ પોતાની ઉચ્ચ વિચાર અને કાર્યશૈલીથી નવસારીને પણ પોતાનું વિશેષ યોગદાન આપ્યું, તેમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પારસીઓએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે જે તે સમયે નાનું દવાખાનું પણ ન હોય ત્યારે નવસારીના એક પારસી આગેવાને નવસારીના જલાલપુરમાં મોટું દવાખાનુ સામાન્ય લોકોને માટે ખુલ્લું મૂક્યું હતું. આજે પારસી સમાજ દ્વારા મોટા હોસ્પિટલો પણ સ્થાપવામાં આવ્યા છે, જેથી નવસારીની પ્રજાને ઉત્તમ સારવાર મળી રહે શિક્ષણ ક્ષેત્રે પણ પારસીઓએ નવસારીમાં અલગ અલગ જગ્યાએ પારસી સંસ્થાની શાળાઓ કોલેજો સ્થાપી નવસારીમાં પારસીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણનો મજબૂત પાયો નાખી શિક્ષણ ને વેગ આપવામાં આવ્યો. નવસારીમાં પારસીઓની સંખ્યાને What is the population of Parsis) લઈને ઘટાડો જોવા મળી રહ્યો છે, હાલ 2000 જેટલી સંખ્યા નવસારીમાં છે તે ચિંતાનો વિષય છે પારસી સમાજ દ્વારા નવસારી ને આપવામાં આવેલ મહત્વના યોગદાન માટે નવસારીની લોકો સદા પારસી સમાજના ઋણી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.