ETV Bharat / city

સુરતના ઉમરપાડા તાલુકાના આંગણવાડીના 3,757 બાળકોને નિઃશુલ્ક Uniform વિતરણ કરાયું

author img

By

Published : Jul 6, 2021, 12:54 PM IST

આંગણવાડીના 3,757 બાળકોને નિઃશુલ્ક Uniform વિતરણ કરાયું
આંગણવાડીના 3,757 બાળકોને નિઃશુલ્ક Uniform વિતરણ કરાયું

સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને મફત બે જોડી યુનિફોર્મની યોજના હેઠળ સુરતના ઉમરપાડા તાલુકામા આંગણવાડીના 3,757 બાળકોને નિઃશુલક બે જોડી Uniform વિતરણ કરવામાં આવ્યા હતા.

  • ઉમરપાડા તાલુકામા આંગણવાડીના બાળકોને યુનિફોર્મનું વિતરણ
  • આદિવાસી તાલુકા ઉમરપાડામાં 162 આંગણવાડીમાં યુનિફોર્મ વિતરણ
  • તાલુકાના 3757 બાળકોને કરાયું યુનિફોર્મનું વિતરણ

સુરત : ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને મફત બે-બે જોડી Uniform આપવાની યોજના લાગુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આદિવાસી તાલુકો ઉમરપાડામાં 162 આગણવાડી કેદ્રોમાં 3757 બાળકોને પણ બે બે જોડી યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.

આંગણવાડીના 3,757 બાળકોને નિઃશુલ્ક Uniform વિતરણ કરાયું
આંગણવાડીના 3,757 બાળકોને નિઃશુલ્ક Uniform વિતરણ કરાયું

આ પણ વાંચો: Uniform distribution : જામનગરમાં આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા ગણવેશ

વાલીઓએ સરકારનો તેમજ ધારાસભ્ય ગણપત વસાવાનો આભાર માન્યો

આ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હોદ્દેદારો, આજુબાજુ ગામના સરપંચો, તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને બે-બે જોડી Uniform ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. વાલીઓએ સરકારનો તેમજ સ્થાનિક ધારાસભ્ય ગણપત વસાવાનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : રીક્ષા ચાલકો માટે એપ્રોન યુનિફોર્મના નિયમને લઇ સુરતમાં વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.