ETV Bharat / city

ચાર વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરતો નરાધમ ઝડપાયો

author img

By

Published : Aug 10, 2019, 9:10 PM IST

surat

સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં ચાર વર્ષીય માસુમ બાળકી સાથે નરાધમ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકીએ આ ઘટનાની જાણ માતાને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ માતાની ફરિયાદને આધારે પોલીસે નરાધમની ધરપકડ કરી હતી. પોલીસે બાળકીનું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પ્રશિક્ષણ કરાવી આગળની તપાસ શરૂ કરી હતી.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા સુખાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ રાઠોડ દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકી જોડે શારીરિક અડપલા ગુજારવામાં આવ્યા છે. માસૂમ બાળકીને પોતાના રૂમમાં બોલાવી એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતા. બાળકી રડતા રડતા માતા પાસે પહોંચી હતી, જે જોઈ માતા ચોંકી ઉઠી હતી અને બાળકીને પૂછતાં સગર હકીકત સામે આવી હતી. બાળકીની માતાએ પોલીસ ફરિયાદ કરતા સુખા ઉર્ફે પ્રકાશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી.

ચાર વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરતો નરાધમ ઝડપાયો

બાળકી સાથે અન્ય કંઈ અજુગતું બન્યું છે કે કેમ તે અંગે બાળકીનો સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : જહાંગીરપુરા વિસ્તારમાં ચાર વર્ષીય માસ બાળકી જોડે નરાધમ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા..બાળકીએ ઘટના ની જાણ માતા ને કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.જ્યાં માતાની ફરિયાદ આધારે પોલીસે નરાધમ ની ધરપકડ કરી હતી.પોલીસે બાળકી નું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પશિક્ષણ કરાવી આગળની ટોઆસ શરૂ કરી હતી.

Body:સુરત ના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા સુખાભાઈ ઉર્ફે પ્રકાશભાઈ રાઠોડ દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકી જોડે શારીરિક અડપલા ગુજારવામાં આવ્યા છે.માસૂમ બાળકી ને પોતાના રૂમમાં બોલાવી એકલતાનો લાભ ઉઠાવી શારીરિક અડપલા કર્યા હતા.બાળકી રડતા રડતા માતા પાસે પોહચી હતી.જે જોઈ માતા ચોંકી ઉઠી હતી અને બાળકી ને પૂછતાં સગર હકીકત સામે આવી હતી.જ્યાં માતાએ આખરે પોલીસ ફરિયાદ કરતા સુખા ઉર્ફે પ્રકાશ રાઠોડ ની પોલીસે ધરપકફ કરી હતી.Conclusion:બાળકી જોડે અન્ય કલી અજુગજું બન્યું છે કે કેમ તે અંગે બાળકી નું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પશિક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું.હાલ આરોપીની ધરપકડ કરી જહાંગીરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.