Fire in Surat GIDC: ભીષણ આગને જોવા લોકોની ભીડ જામી, મેયરે ઘટનાસ્થળનું કર્યું નિરીક્ષણ

author img

By

Published : Nov 27, 2021, 11:27 AM IST

Updated : Nov 27, 2021, 2:18 PM IST

Fire in Surat GIDC: ભીષણ આગને જોવા લોકોની ભીડ જામી, મેયરે ઘટનાસ્થળનું કર્યું નિરીક્ષણ
Fire in Surat GIDC: ભીષણ આગને જોવા લોકોની ભીડ જામી, મેયરે ઘટનાસ્થળનું કર્યું નિરીક્ષણ ()

સુરતમાં પાંડેસરા GIDCમાં (fire at Pandesara GIDC) આવેલી શ્રી રાણીસતી મિલમાં (Fire in Shri Ranisati Mill) આજે ભીષણ આગ લાગી હતી, જેના કારણે ફાયર વિભાગની 14થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે, તેના ધૂમાડા 2થી 3 કિલોમીટર સુધી દેખાતા હતા. સૌપ્રથમ આગને બૂઝવવા માટે 4 જેટલી ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે આવી હતી. જોકે, ત્યારબાદ વધુ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ મળી કુલ 10 જેટલી ગાડીઓ આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી (no casualties) થઈ.

  • સુરતમાં પાંડેસરા જીઆઈડીસીમાં આગ
  • શ્રી રાણીસતી મિલમાં લાગી આગ
  • આગને બૂઝવવા ફાયર વિભાગની 15 ગાડી આવી
    શ્રી રાણીસતી મિલમાં લાગી આગ
    શ્રી રાણીસતી મિલમાં લાગી આગ

સુરતઃ પાંડેસરા GIDCમાં (Pandesara GIDC)માં આવેલી શ્રી રાણીસતી મિલમાં (Fire in Shri Ranisati Mill) આજે સાવરે કોઈ કારણોસર આગ લાગી હતી, જેના કારણે દોડધામ મચી હતી. મિલના જ કર્મચારી એ તરત ફાયર વિભાગને (Fire Department Vehicles on the spot) જાણ કરતા પાણી વિભાગની સૌપ્રથમ તો 4 ગાડીઓ આવી હતી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે, આગના કારણે ધૂમાડાઓ દૂરથી જોઈ શકાતા હતા. ત્યારબાદ ફાયર વિભાગે વધુમાં વધુ 4 સ્ટેશનની ગાડીઓ એટલે કુલ બીજી 10 જેટલી ગાડીઓ બોલાવી હતી અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સાથે પાંડેસરામાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બીજી બાજુ આગ જોવા લોકોની ભીડ થઈ ગઈ હતી. એ તમામ લોકોને દૂર કરવા માટે પાંડેસરામાં પોલીસે (Pandesara police at the scene) આ તમામ કારીગરોને મિલથી દૂર જવા આદેશ કરવામાં આવ્યો હતો.

સુરતમાં પાંડેસરા જીઆઈડીસીમાં આગ

મેયરે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનું નિરીક્ષણ કર્યું

આ ભીષણ આગના કારણે શહેરનાં મેયર હિમાલીબેન ભોગાવાળા પણ ઘટનાનું નિરીક્ષણ (Mayor Himaliben Bhogawala also observed the incident) કરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે ફાયર અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો આ આગમાં મિલના ત્રણ કર્મચારીઓ ફસાયા હતા, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જોકે, આ ત્રણેય કર્મચારીને કોઈ ઈજા નથી પહોંચી. તો આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

આગને બૂઝવવા ફાયર વિભાગની 15 ગાડી આવી
આગને બૂઝવવા ફાયર વિભાગની 15 ગાડી આવી

આગે આખી ઈન્ડસ્ટ્રીને ઝપેટમાં લીધી હતી

ફાયર વિભાગના ઓફિસરે આ અંગે જણાવ્યું હતું કે, સવારે 10.08 વાગ્યે કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની 3 સ્ટેશનોની ગાડી અહીં પહોંચી હતી અને અહીં આવીને અમારા ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, આગ ખૂબ જ મોટી છે. આ આગે આખા ઈન્ડસ્ટ્રીને પોતાના ઝપેટમાં લઈ લીધી છે. ત્યારબાદ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગના બધા અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. લગભગ 10થી 15 ગાડીઓ અહીં છે. અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી. જોકે, મિલની કેન્ટિનમાં ફસાયેલા ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. અત્યારે 5 ટકા જેટલી ફાયર વિભાગની ટીમ અહીં છે. બાકી જે આખી ઈન્ડસ્ટ્રીયલ ઉપર આગ પકડી હતી એ તમામ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

આ પણ વાંચો- Fire : નવસારીના ગ્રીડ નજીક ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઈનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

Last Updated :Nov 27, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.