સુરતની સિલ્ક મીલમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો

author img

By

Published : Mar 20, 2022, 1:44 PM IST

સુરતમાં અમિત સિલ્ક મીલમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર.
સુરતમાં અમિત સિલ્ક મીલમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર. ()

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી(Pandesara GIDC)માં આવેલ અમિત સિલ્ક મીલમાં(Fire at Amit Silk Mill) વહેલી સવારે આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગને ( Surat Fire Department)જાણ કરતા ફાયર વિભાગની 17થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે, આ આગમાં કોઇ પ્રકારની જાનહાની થઈ નથી.

સુરત: શહેરના પાંડેસરા જીઆઇડીસીમાં (Pandesara GIDC) આવેલ અમિત સિલ્ક મીલના (Fire at Amit Silk Mill) પેહલા માળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. મિલમાં કામ કરતા શ્રમિકો દોડતા થઇ ગયા હતા. ફાયર વિભાગને ( Surat Fire Department) જાણ કરતા સૌથી પેહલા ત્રણ ફાયર સ્ટેશનોની ગાડી ઘટના સ્થળે પોહચી હતી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે, ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરતા, ફાયર વિભાગની 17થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતમાં અમિત સિલ્ક મીલમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર.

આ પણ વાંચો: અયોધ્યા ચુકાદાને લઈ સુરતમાં પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ખૂબ જ ભીષણ હતી આગ: આ બાબતે સુરત શહેર એડિશનલ ફાયર ઓફિસર બી.કે.પરીખે જણાવ્યું કે, વહેલી સવારે 3:57એ ફાયર કંટ્રોલરૂમને આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. સૌ પ્રથમ તો ત્રણ ફાયર સ્ટેશનોની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગન ખૂબ જ ભીષણ હતી અને આગ મિલના પ્રથમ માળે લાગી હતી. જેને લઈ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. જોતજોતામાં આગે બીજા માળને પણ પોતાની ઝપેટમાં લીધો હતો.

આ પણ વાંચો: PM મોદીએ કોની સામે લેબગ્રોન ડાયમંડ વિશે જાણવામાં વધુ રુચિ બતાવી

શ્રમિકો મિલની બહાર નિકળી ગયા: જોકે આગ લાગતાં જ મિલમાં કામ કરનાર તમામ શ્રમિકો મિલની બહાર નિકળી ગયા હતા. જેથી આ આગમાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નહોતી. અંતે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ સાડા ત્રણ કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો છે. હાલ 3 ફાયર સ્ટેશનની ગાડીઓ દ્વારા કુલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ આગ ક્યા કારણોસર લાગી હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.