ETV Bharat / city

સુરતમાં ગ્રાહકો અને વેપારીના 2.42 કરોડના દાગીના લઈ પિતાપુત્ર ફરાર

author img

By

Published : Nov 11, 2020, 4:32 PM IST

સુરત
સુરત

કતારગામ વિસ્તારમાં દિવાળી સમયે જવેલર્સ ધરાવતા પિતાપુત્રે ઊઠમણું કરતા ચકચાર મચી જવા પામી છે. ગ્રાહકો અને વેપારીના 2.42 કરોડના દાગીના લઈ પિતાપુત્ર અને પરિવાર ક્યાંક ફરાર થઈ ગયો છે. આથી સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

  • સુરતમાં પિતા-પુત્ર શક્તિ જ્વેલર્સના દાગીના લઈ ફરાર
  • પિતાપુત્ર લોકો સાથે 2.42 કરોડની ઠગાઈ કરી ફરાર
  • પિતાપુત્ર સાથે પરિવાર પણ ગાયબ થતા ચકચાર મચી
  • કતારગામ પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ

સુરતઃ સુરતના વેસુ વીઆઈપી. રોડ પર રહેતા દિલીપ જયંતીલાલ સોની અને તેમનો પુત્ર વિશાલ દિલીપભાઈ સોની સુરતના કતારગામ ખાતે આવેલા કુબેરનગરમાં માં શક્તિ જવેલર્સ નામથી વેપાર કરતા હતા. આ બંને પિતાપુત્રે 2.42 કરોડમાં ઊઠમણું કર્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં કરોડોમાં ઊઠમણું કરનાર મા શક્તિ જવેલર્સના સંચાલકો ચાર દાયકાથી વધુ સમયથી વેપાર કરતા હોય તેમની મોટી શાખ હતી. તેને લીધે જ ઘણા વેપારીઓએ તેમને દાગીના આપ્યા હતા. જોકે, અગાઉથી જ આયોજન કરી બધું વેચી પત્ની, બાળકો સાથે ક્યાંક ચાલી ગયેલા દિલીપભાઈ અને વિશાલ વિદેશ ભાગી છૂટ્યા હોવાની આશંકા ભોગ બનેલા કેટલાક વેપારી-ગ્રાહકોએ વ્યક્ત કરી હતી. આથી, કતારગામ પોલીસે સમગ્ર પરિવારના પાસપોર્ટ અંગેની વિગતો જાણવા કવાયત શરૂ કરી છે.

પિતા-પુત્રે 11 ગ્રાહકો અને વેપારીઓના ઘરેણા ચાઉં કર્યા
આરોપીઓએ લબ્ધી ઓર્નામેન્ટના માલિક સંદિપ શાહ પાસેથી 28.53, વીર જ્વેલર્સના વૈભવ શાહ પાસેથી 21.41 લાખ, રાજેશકુમાર ધોળકિયા પાસેથી 20.67 લાખ, સિદ્ધી જ્વેલર્સના માલિક દિક્ષીત શાહ પાસેથી 19.63 લાખ, શ્રી સમોર ગોના માલિક હર્ષદકુમાર શાહ પાસેથી 19.14 લાખ, આદી ઓર્નામેન્ટના માલિક રાહુલ શેઠ પાસેથી 19.24 લાખ, ગોવિંદજી ઓર્નામેન્ટના માલિક દર્શન વેકરિયા પાસેથી 10.38 લાખના સોનાના ઘરેણાં લીધા હતા. આ ઉપરાંત પારસ સવાણી, પોપટ ધામેલિયા, ભવાન સવાણી, સુરેશ ધામેલિયા, અલ્પા ધામેલિયા, ઈશ્વર માવાણી અને રમેશ સવાણી પાસેથી 58.56 લાખના જૂના ઘરેણાં લીધા હતા. આમ, બંને પિતા પુત્ર 11 ગ્રાહક અને વેપારીઓના ઘરેણા લઈ ફરાર થઈ જતા ચકચાર મચી છે. જોકે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.