ETV Bharat / city

Exhibition for Employment: સુરતમાં Coronaને કારણે નિરાધાર બનેલી મહિલાઓને રોજગારી માટે સહાય

author img

By

Published : Jul 15, 2021, 2:12 PM IST

Exhibition for Employment: સુરતમાં Coronaને કારણે નિરાધાર બનેલી મહિલાઓને રોજગારી માટે સહાય
Exhibition for Employment: સુરતમાં Coronaને કારણે નિરાધાર બનેલી મહિલાઓને રોજગારી માટે સહાય

કોરોનાકાળમાં (Corona) અનેક પરિવારોએ ઘરના મોભી ગુમાવતાં એકલી મહિલાઓ ( destitute women in Surat ) પર તમામ જવાબદારી આવી પડી. કેટલીક મહિલાઓ હિંમતના જોરે નાનોમોટો વ્યવસાય શરૂ કર્યો છે. ત્યારે આવી મહિલાઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે સોચ ફાઉન્ડેશન દ્વારા એક હાથ, એક સાથે અને વોકલ ફોર લોકલ થીમ ( Vocal for local theme ) પર આજ રોજ મહેશ્વરી ભવન ખાતે એક્ઝિબિશનનું ( Exhibition for Employment ) આયોજન કરવામાં આવ્યું હતું.

  • Exhibition for Employment માટે એક સોચ ફાઉન્ડેશનનો અનોખો પ્રયાસ
  • કોરોનામાં ઘરનો મોભી ગુમાવતા લાચાર બનેલી મહિલાઓનો સહારો બની પ્લેટફોર્મ પૂરું પાડ્યું
  • સ્મોલ સ્કેલ આંત્રપ્રિન્યોર મહિલાઓ માટેના એક્ઝિબિશનનું મહેશ્વરી ભવન ખાતે આયોજન કરાયું


    સુરત: કોરોનાકાળમાં અનેક પરિવારોએ ઘરના મોભી ગુમાવતા પરિવારની આર્થિક હાલત કથળી ગઈ. ખાસ કરીને કે ઘરોમાં પતિનું મોત થયું હોય તેવા ઘરોમાં બાળકો સહિતના પરિવારની જવાબદારી એકલી મહિલાઓ ( destitute women in Surat ) પર આવી પડી. આવી કેટલીક મહિલાઓ પોતાનામાં રહેલી પ્રતિભાના કે હિંમતના જોરે નાનો - મોટો વ્યવસાય શરૂ કર્યો છે, ત્યારે આવી મહિલાઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે સોચ ફાઉન્ડેશન દ્વારા એક હાથ, એક સાથે અને વોકલ ફોર લોકલ થીમ પર આજ રોજ મહેશ્વરી ભવન ખાતે એક્ઝિબિશનનું ( Exhibition for Employment ) આયોજન કરવામાં આવ્યું હતું.

( Exhibition for Employment ) એકઝીબિશન અંગે રીતુ રાઠી, વનિતા રાવત, ત્રુષ્ણા યાજ્ઞિક, નિમિષા પારેખ, જેતલ દેસાઇ, એકતા તુલસીયન, સોનલ મહેતાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક કલાકારોની સાથે જ ઘરનો કમાનારા પુરુષની વિદાયથી એકલી પડી ગયેલી મહિલાઓ હાલત દયનીય થઈ ગઈ છે. ત્યારે આવા કપરા સમયમાં આવી મહિલાઓ કે જેમને પ્લેટફોર્મની જરૂરિયાત છે તેમના માટે શહેરની એક સોચ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. ફાઉન્ડેશન દ્વારા વિવિધ સંસ્થાઓની મદદથી વોકલ ફોર લોકલને ( Vocal for local theme ) પ્રોત્સાહિત કરવાની સાથે જ જરૂરિયાતમંદ મહિલાઓને પીઠબળ ( Exhibition for Employment ) મળી રહે તે માટે આજ રોજ એક હાથ એક સાથ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનું ઉદઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ( C R Patil ) હસ્તે કરાયું હતું. સાથે જ લોકોને પ્રોત્સાહન કરવા માટે હેન્ડ વિધાઉટ આર્ટિસ્ટ તરીકે ઓળખાતા મનોજ ત્યાં લાઈવ પેઇન્ટિંગ કરી રહ્યાં હતાં.

કોરોનામાં ઘરનો મોભી ગુમાવતા લાચાર બનેલી મહિલાઓનો સહારો બનતું પ્લેટફોર્મ

આ પણ વાંચોઃ વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી



ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે તેનું પ્રમોશન પણ કરવામાં આવશે

આ એક્ઝિબિશનમાં ( Exhibition for Employment ) 60થી વધુ મહિલાઓએ સ્ટોલ લગાવ્યાં હતાં. દરેક સ્ટોલ માટે એક મેન્ટર હતી. આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય જે મહિલાઓ પોતાના પગ પર ઉભી રહેવા માગે છે તેમને પ્રોત્સાહન મળી રહે અને તેઓ પોતાના વ્યવસાયને આગળ ધપાવી શકે તે માટેનો હતો. વધુમાં રિતુ રાઠીએ જણાવ્યું હતું કે સમગ્ર આયોજનમાં વિશેષ વાત એ છે હતી કે આ મહિલાઓને માત્ર પ્લેટફોર્મ જ પૂરું પાડવામાં નહી આવે પણ સક્ષમ મહિલાઓ દ્વારા એક એક મહિલાને અપનાવી લેવાશે અને અને તેમના દ્વારા જે પણ ચીજવસ્તુઓ બનાવમાં આવે છે તેનું પ્રમોશન પણ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ કોરોના સંકટઃ ધારો તો ગમે તેને મદદરૂપ થઈ શકો, દાખલો બેસાડે છે પૂજાબહેન દરજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.