ETV Bharat / city

Escape of Expatriate Workers: કોરોનાના ડરથી સુરતના પરપ્રાંતીય શ્રમિકોએ પકડી વતનની વાટ, સુરત રેલવે સ્ટેશન પર જામી ભીડ

author img

By

Published : Jan 8, 2022, 12:27 PM IST

સુરતમાં કોરોનાની સ્થિતિ (Status of Corona in Surat) કફોડી બની રહી છે. તેવામાં સુરત રેલવે સ્ટેશન પર પોતાના વતને પરત ફરવા (Escape of Expatriate Workers in Surat) માટે શ્રમિકોની ભીડ (Frozen crowd at Surat railway station) વધી રહી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર પછી શ્રમિકોએ ફરી એક વાર કોરોનાના ડરથી પલાયન અભિયાન 2.0 શરૂ (Escape of Expatriate Workers in Surat) કર્યું છે. તો કેટલાક મિલમાલિકોએ શ્રમિકોને નોકરીમાંથી કાઢી (In Surat, workers lost their jobs) મૂક્યા હોવાનો પણ શ્રમિકો આક્ષેપ કરી રહ્યા છે.

Escape of Expatriate Workers in Surat: કોરોનાના ડરથી સુરતના પરપ્રાંતીય શ્રમિકોએ પકડી વતનની વાટ, સુરત રેલવે સ્ટેશન પર જામી ભીડ
Escape of Expatriate Workers in Surat: કોરોનાના ડરથી સુરતના પરપ્રાંતીય શ્રમિકોએ પકડી વતનની વાટ, સુરત રેલવે સ્ટેશન પર જામી ભીડ

સુરતઃ અમદાવાદ પછી સૌથી વધુ કોરોનાના કેસ સુરત શહેરમાં આવી (Corona Cases in Surat) રહ્યા છે. ત્યારે હાલમાં જ સરકારે રાજ્યમાં કેટલાક નિયંત્રણો (Restrictions in the state due to corona) મૂક્યા છે. એક તરફ કોરોનાના કેસ અને બીજી તરફ નિયંત્રણોના કારણે શ્રમિકોમાં લૉકડાઉનનો ફફડાટ (Fear of lockdown among Surat workers) ફેલાયો છે. તેવામાં સુરતમાં રહેતા પરપ્રાન્તીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે. સુરત રેલવે સ્ટેશન પર (Frozen crowd at Surat railway station) શ્રમિકો પોતાના વતન પરત ફરવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. કોરોનાની પહેલી અને બીજી લહેર પછી જેમ શ્રમિકો પોતાના વતને પરત (Escape of Expatriate Workers in Surat) ફરવા મજબૂર બન્યા હતા. તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

સુરત રેલવે સ્ટેશન પર પરપ્રાન્તીય મજૂરોની જામી ભીડ

કેટલાક શ્રમિકોને 1 જાન્યુઆરીથી જ નોકરી પર આવવાની મિલમાલિકોએ કહી ના

સુરત રેલવે સ્ટેશન પર ઘણા શ્રમિકો એવા છે કે, લોકડાઉનના ભયથી તેઓ પોતાના વતન (Escape of Expatriate Workers in Surat) જવા માટે મજબૂર થયા છે. તો કેટલાક શ્રમિકોને મિલમાલિકો 1 જાન્યુઆરીથી નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનો પણ શ્રમિકોએ (In Surat, workers lost their jobs) આક્ષેપ કર્યો હતો. કોરોનાના કેસો વધતા શહેરમાં અનેક મિલમાલિકો શ્રમિકોને નોકરી પર આવવાની ના પાડી રહ્યા છે. આ અને લૉકડાઉનના ભયથી શ્રમિકો પલાયન કરવા પર મજબૂર (Fear of lockdown among Surat workers) થઈ ગયા છે.

સુરતમાં શ્રમિકોની દયનીય સ્થિતિ

હાલમાં જ મુંબઈ રેલવે સ્ટેશન પર પલાયન કરી રહેલા શ્રમિકોની દયનીય સ્થિતિ જોવા મળી હતી. સતત વધી રહેલા કોરોના કેસ અને ત્રીજી લહેરમાં લૉકડાઉનના કારણે (Fear of lockdown among Surat workers) મુંબઈ બાદ હવે સુરતમાં પણ પલાયન 2.0 શરૂ થઈ ગયું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ખચોખચ શ્રમિકો ભરાઈ રહ્યા છે. તો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોથી શ્રમિકો રોજગારી માટે સુરત આવે છે. ત્યારે શહેરમાં કોરોનાના કેસ વધતા મિલમાલિકો શ્રમિકોને નોકરીમાંથી (Escape of Expatriate Workers in Surat) કાઢી રહ્યા છે. તેવામાં શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે.

આ પણ વાંચો- Corona In Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરથી ફફડાટ, અમદાવાદથી પરપ્રાંતીય લોકોનું વતન પરત જવાનું શરૂ

શ્રમિકોમાં લૉકડાઉનનો ભય

તો આ તરફ રાજ્ય સરકારના નાણા મંત્રી કનુ ભાઈ દેસાઈએ અગાઉ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે કોઈ લૉકડાઉન લગાડવામાં નહીં આવે. તેમ છતાં સુરતથી શ્રમિકોના પલાયનની શરૂઆત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય રાજ્યોથી લાખોની સંખ્યામાં ગુજરાતના સુરત શહેરમાં શ્રમિકો ટેકસટાઈલમાં મજૂરી કરવા આવે છે.

આ પણ વાંચો- શ્રમિકોમાં લોકડાઉનનો ભયઃ સુરતમાં રોજ 10થી 15 હજાર શ્રમિકો પરિવાર સાથે થઈ રહ્યા છે પલાયન

ગયા વખતે ઘણી મુશ્કેલી નડી હતીઃ શ્રમિક

શ્રમિક મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ હોવાથી હું પોતાના વતન પરત જઈ રહ્યો છે. અહીં 2થી 3 મહિના સુધી ઘણી તકલીફો ભોગવી છે. આ જ કારણ છે કે, હવે હું ઘરે જઈ રહ્યો છું. લોકો કહે છે કે, રોજગારી બંધ થઈ જશે. ગયા વખતે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ખાવા માટે પૈસા નહતા અને માલિકે જણાવી દીધું છે કે, જેને જવું હોય તે જાય મિલો બંધ થઈ રહી છે. મશીનો તો ઘણી બંધ થઈ ગયા છે.

અડધી મિલ ચાલુ અને અડધી બંધ છેઃ શ્રમિક

તો અન્ય એક શ્રમિક રોહિતભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના ભયથી હું બિહાર જઈ રહ્યો છું. શાળાઓ પણ બંધ થઈ ગઈ છે. સાંભળ્યું છે કે, લૉકડાઉન (Fear of lockdown among Surat workers ) આવશે. અત્યારે શહેરમાં કોરોનાના કેસ પણ વધ્યા છે. આ માટે ડર લાગે છે. દુર્ગા મિલમાં નોકરી કરતો હતો. જોકે, અત્યારે નોકરી ચાલુ છે, પરંતુ અડધી મિલ બંધ છે. અમારી પણ બંધ થઈ જશે.

ગયા વખતે ઘરે બેસવું પડ્યું હતુંઃ શ્રમિક

તો શ્રમિક પ્રમોદ યાદવે જણાવ્યું હતું કે, ગયા વખતે બેરોજગાર થયો હતો અને ઘરે બેસવું પડ્યું હતું. ઘરેથી પૈસા મગાવવા પડ્યા હતા. આ વખતે પણ મિલોમાં કામ અડધું થઈ ગયું છે. મિલ અડધી બંધ (Mills closed in Surat due to corona) છે અને અડધી ચાલુ છે. મિલો બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. 17 માર્ચે હોળી છે. તે સમય દરમિયાન શું થશે એની ખબર નથી. અત્યારે તો ઓછું બંધ છે પણ લાગે છે કે, નિયમો કડક થઈ જશે. હોળી પહેલા ગઈ વખતે બંધ થઈ ગયું હતું. એ માટે જ લોકો ગામ જવા નીકળી રહ્યા છે.

મારી મિલ બંધ થઈ ગઈઃ શ્રમિક

અન્ય શ્રમિક દિપકભાઈએ જણાવ્યું હતું કે, હું બિહાર જઈ રહ્યો છું. કારણકે મારી મિલ બંધ થઈ ગઈ (Mills closed in Surat due to corona) છે. એક તારીખથી કહી દેવામાં આવ્યું હતું કે, તમારે નોકરી પર આવવાની જરૂર નથી.

ટેકસટાઈલમાં અત્યારે મોટી સમસ્યાઃ લેબર કોન્ટ્રાક્ટર

સુરતના લેબર કોન્ટ્રાક્ટર રાજેશ સિંહે જણાવ્યું હતું કે, હું પોતે બિહારનો રહેવાસી છું. અત્યારે કોરોનાનો માહોલ છે અને કોરોનાના કેસ વધતા હોવાથી લોકો જોઈ રહ્યા છે. આના કારણે જેટલા પણ શ્રમિકો છે. તેઓ પોતાના વતન જઈ રહ્યા છે. આ લોકો પહેલા લૉકડાઉનમાં (Fear of lockdown among Surat workers) ફસાઈ ગયા હતા. તો કેટલાક કારીગરો ભયથી પલાયન કરી રહ્યા છે. ટેકસટાઈલમાં હાલ સમસ્યા છે. એ સાંભળી રહ્યા છે. માર્કેટમાં માલનું વેચાણ પણ ઓછું થઈ રહ્યું છે. શ્રમિકોને સમજાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ શ્રમિકો સમજી રહ્યા નથી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.