ETV Bharat / city

Crime in Surat: ભિખારી બનીને ચોરી કરતા તમિલનાડુની વેઢેર ગેંગના 2 સાગરિત ઝડપાયા

author img

By

Published : Dec 25, 2021, 3:40 PM IST

Crime in Surat: ભિખારી બનીને ચોરી કરતા તમિલનાડુની વેઢેર ગેંગના 2 સાગરિત ઝડપાયા
Crime in Surat: ભિખારી બનીને ચોરી કરતા તમિલનાડુની વેઢેર ગેંગના 2 સાગરિત ઝડપાયા

સુરતમાં કડોદરા,નવસારી, બિલીમોરા સહિત છેવાડાના વિસ્તારોમાં મોબાઈલ ચોરીની (Mobile theft incident in Surat) ઘટનાઓ સતત (Crime in Surat) વધી રહી છે. ત્યારે પોલીસે ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ મૂળ તમિલનાડુના વેલ્લુર જિલ્લાની વેઢેર ગેંગના સાગરિતો છે. આરોપીઓ ભિખારીનો વેશ ધારણ કરી ચોરી કરતા (Tamil Nadu Vedher gang accused arrested) હતા.

સુરતઃ શહેરના કડોદરા, નવસારી, બીલીમોરા સહિતના છેવાડાના વિસ્તારમાં મોબાઇલ ચોરીના અનેક ઘટના બની હતી. વારંવાર બનતી ઘટનાના કારણે પોલીસ પણ ચિંતામાં મૂકાઈ હતી. આખરે ભારે જહેમત બાદ પોલીસે ચોરી કરનારા ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી છે. આ આરોપીઓ ભિખારીનો વેશ ધારણ કરી મોબાઈલ અને લેપટોપની ચોરી (Mobile theft incident in Surat) કરતા હતા. આ બંને આરોપી તમિલનાડુના વેલ્લુર જિલ્લાની વેઢેર ગેંગના (Tamil Nadu Vedher gang accused arrested) સાગરિતો છે.

જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ ચોરી કરી હતી

આ પણ વાંચો- વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

આરોપીઓ જે ઘરનો દરવાજો ખૂલ્લો હોય તેમાંથી ચોરી કરતા

સુરત સ્પેશિયલ ઓપરેશન ગૃપને માહિતી મળી હતી કે, મોબાઈલ ચોરી કરતા તમિલનાડુના વેલ્લુર જિલ્લાની વેઢેર ગેંગ પૂનાથી પોતાના વતન તરફ જવાના (Tamil Nadu's Vedher gang arrested for stealing as beggars) છે. આ બાતમીને આધારે, પુના પર્વત પાટિયા અમેજિયા વોટરપાર્કની પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી મંથન મુનીલાલ વઢી તેમ જ રવિ ચંદ્રન ગોવિંદન વઢી આ બંનેના હાથમાં થેલા હતા. તેઓ વાહન મારફતે સુરતની બહાર જાય એ પહેલા જ તેઓને પકડી લેવાયા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરીને તપાસ કરી હતી.

આરોપીઓ પાસેથી 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

આરોપીઓ પાસેથી 51 મોબાઈલ, લેપટોપ, સોનાની વીંટી અને રોકડ રકમ મળી કુલ 7,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. મંથન અને રવિચંદ્રન બંને દિવ્યાંગ અને ભિખારી બનવાનો ઢોંગ (Tamil Nadu Vedher gang accused arrested) કરતા હતા અને જે ઘરનો મુખ્ય દરવાજો ખૂલ્લો હોય ત્યાં ઘરમાં ઘૂસી ચોરી કરતા હતા.

આ પણ વાંચો- ચોરીને અંજામ આપે તે પહેલા અમદાવાદ પોલીસે ચોરોને ઝડપી પાડ્યા

જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ ચોરી કરી હતી

મંથન બહાર ઉભો રહેતો હતો અને રવિચંદ્રન ઘરમાં જઈને મોબાઈલ, લેપટોપ, દાગીના, રોકડા રૂપિયાની ચોરી કરતો હતો. જ્યારે કોઈ જગ્યાએ આ બંનેમાંથી કોઈ પકડાઈ જાય ત્યારે તેઓ બંને ભિખારી હોવાનો ઢોંગ કરતા હતા. બંને આરોપી ફાટેલા કપડા પહેરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને બાદમાં માફી માંગીને ભાગી જતા હતા. એક જ સોસાયટીમાં ચોરી કરીને તરત જ બીજા ઘરને નિશાન બનાવતા હતા. માત્ર સુરત શહેર અને જિલ્લા જ નહીં આરોપીઓએ જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ ચોરીઓને અંજામ આપ્યો છે.

હોટેલમાં પણ કરી હતી ચોરી

પોલીસના જણાવ્યા મુજબ, મંથન અને રવિચંદ્રન બંને હાઈવે નજીકની રૂમ ભાડે રાખતા હતા, જેથી ભાગવામાં સરળતા રહે. બંને એક શહેરમાં ચોરી કરીને તરત બીજા શહેરમાં જતા હતા અને રસ્તામાં જે હોટેલમાં રોકાય એ હોટલમાં પણ હાથફેરો કરી દેતા હતા. રાત્રિ સમયે આ બંને યુવક હોટલના સ્ટાફના મોબાઈલ તેમ જ મળતી અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ બંનેએ સુરત નવસારી સહિતના હાઈવેની અને જામનગર વિસ્તારની એક હોટલમાંથી ચોરી કરી હોવાનું પોલીસે કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.