ETV Bharat / city

સુરતમાં HIV AIDSના 153 દર્દીઓનું Corona Vaccination કરાયું

author img

By

Published : Jul 17, 2021, 9:57 AM IST

સુરતમાં HIV AIDSના 153 દર્દીઓનું Corona Vaccination કરાયું
સુરતમાં HIV AIDSના 153 દર્દીઓનું Corona Vaccination કરાયું

સુરતમાં કોરોના રસીકરણ (Corona Vaccination) પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે અંતર્ગત સુરતમાં એચઆઈવીગ્રસ્ત 153 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી છે. શહેરમાં કોરોનાને મ્હ્ત આપવા માટે હવે એચઆઈવીગ્રસ્ત દર્દીઓ પણ ગેરમાન્યતાઓને દૂર કરી કોરોનાની રસી લઈ રહ્યા છે. સુરતમાં આવા દર્દીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • ગુજરાતમાં 78,000 અને સુરતમાં 12,500 એચઆઈવીગ્રસ્ત દર્દીઓ (HIV positive) છે
  • HIV પોઝિટિવ લોકો માટે કોવિડ વેક્સિનેશન કેમ્પનું (Covid Vaccination Camp) આયોજન કરવામાં આવ્યું
  • કેમ્પમાં કુલ 329 લોકોએ કોરોનાની રસી (Corona Vaccine) લીધી છે

સુરત: શહેરમાં એક તરફ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તો હવે એચઆઈવી એઈડ્સગ્રસ્ત (HIV AIDS infected) દર્દીઓ પણ કોરોનાની વેક્સિન લેવા આગળ આવી રહ્યા છે. શહેરમાં એચઆઈવીગ્રસ્ત (HIV positive) દર્દીઓ પણ ગેરમાન્યતાઓને દૂર કરી કોરોનાની રસી લઈ રહ્યા છે. શહેરમાં આવા જ દર્દીઓ માટે એક રસીકરણ કેમ્પનું (Vaccination Camp) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 153 લોકોએ કોરોનાની રસી લીધી હતી.

HIV પોઝિટિવ લોકો માટે કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
HIV પોઝિટિવ લોકો માટે કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો- Russian Vaccine Registration: અન્ય રાજ્યોના લોકોએ સુરતમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

HIVના દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોની માહિતી અપાઈ

સુરત મહાનગરપાલિકાના સહયોગથી જીએસએનપી પલ્સ સંસ્થા (GSNP Pulse Institute) દ્વારા HIV પોઝિટિવ (HIV positive) અને લક્ષિત જૂથ સમુદાય માટે કોવિડ વેક્સિનેશન કેમ્પ (Covid Vaccination Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. HIV પોઝિટિવ લક્ષિત જૂથ સમુદાયમાં વેક્સિનને લઈને અનેક પ્રશ્નો મૂંઝવતા હોય છે અને તેમની HIVની અવસ્થા બાબતે પણ ચિંતાઓ થતી હોય છે, જેને ધ્યાનમાંરાખી વેક્સિનેશન કેમ્પ (Vaccinatino Camp) યોજાયો હતો. આ કેમ્પમાં HIV પોઝિટિવ તથા લક્ષિત જૂથના સમુદાયનેકોરોનાની રસીના પ્રથમ અને બીજા ડોઝ મૂકાવવમાં આવ્યા હતા. આ ઉપરાંત 5 HIV પોઝિટિવ બાળકોને ન્યૂટ્રિશિયન કિટ પણ આપવામાં આવી હતી.

કેમ્પમાં કુલ 329 લોકો એ વેક્સિન લીધી છે
કેમ્પમાં કુલ 329 લોકો એ વેક્સિન લીધી છે
આ પણ વાંચો- બનાસકાંઠામાં 19 જુલાઈથી Diphtheria vaccination શરૂ થશે, 5 લાખ બાળકોને અપાશે રસી


અત્યાર સુધી ત્રણ કેમ્પનું આયોજન કરાયું

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 78,000 અને સુરતમાં 12,500 એચઆઈવીગ્રસ્ત (HIV positive) દર્દીઓ સરકારી રીતે રજિસ્ટર્ડ છે. આ સંસ્થાના દક્ષાબેને જણાવ્યું હતું કે, અત્યાર સુધી ત્રણ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં કુલ 329 લોકોએ વેક્સિન લીધી છે. આ અગાઉ પણ આ પ્રકારના કેમ્પ યોજી જલ્દીથી લોકોનું રસીકરણ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.