ETV Bharat / city

Corona Effect on Kite Industry : કોરોના વધતાં બહારના ઓર્ડરો કેન્સલ, સુરતના પતંગ વ્યવસાયકારો ચિંતામાં

author img

By

Published : Jan 5, 2022, 4:58 PM IST

Corona Effect on Kite Industry : કોરોના વધતાં બહારના ઓર્ડરો કેન્સલ, સુરતના પતંગ વ્યવસાયકારો ચિંતામાં
Corona Effect on Kite Industry : કોરોના વધતાં બહારના ઓર્ડરો કેન્સલ, સુરતના પતંગ વ્યવસાયકારો ચિંતામાં

સુરતમાં પણ કોરોના કેસો વધતાં પતંગ વેપારીઓ ભારે ચિંતામાં છે. મહારાષ્ટ્રના જે વેપારીઓએ પતંગ માટે અગાઉથી ઓર્ડર આપ્યા હતાં, તેઓ નવી ગાઇડલાઇન આવતા ઓર્ડર કેન્સલ કરાવી રહ્યાં છે.જેથી સુરતનો પતંગ ઉદ્યોગ ચિંતામાં (Corona Effect on Kite Industry ) છે.

સુરત : ભાગલ વિસ્તારમાં આવેલા ડબગરવાડમાં ઉતરાયણના પર્વ (Uttarayan 2022) પહેલા માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરો અને મહારાષ્ટ્ર દિલ્હી સહિત અન્ય રાજ્યોના લોકો પતંગ ખરીદવા માટે આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર દિલ્હી અને હવે સુરતમાં પણ કોરોના કેસો વધતા વેપારીઓ ભારે ચિંતામાં (Corona Effect on Kite Industry ) છે. મહારાષ્ટ્રના જે વેપારીઓએ પતંગ માટે અગાઉાથી ઓર્ડર આપ્યા હતાં તેઓ કોરોના કેસો વધતા અને નવી ગાઇડલાઇન આવતા ઓર્ડર કેન્સલ કરાવી રહ્યા છે. બીજી બાજુ સુરતમાં પણ 400થી વધુ કેસો આવતા એક અઠવાડિયાથી ઘરાકી (Surat Kite Industry 2022) ઓછી થઈ છે.

મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના બહારના ઓર્ડર કેન્સલ થતાં નિરાશ વેપારીઓ

મહારાષ્ટ્રની ગાઈડલાઈનની પણ અસર થઇ

સુરતીઓ માટે ઉતરાયણ પર્વ (Uttarayan 2022) એટલે સૌથી મહત્વનું પર્વ ગણાય છે. સુરતી પતંગ અને માંજા વિશ્વ પ્રખ્યાત છે. અન્ય રાજ્યોના લોકો પણ આ પર્વ પહેલા મોટી સંખ્યામાં સુરતના પતંગ વેપારીઓને ઓર્ડર આપતા હોય છે અને અહીંથી લાખો રૂપિયાના પતંગ અને માંજા ખરીદી મહારાષ્ટ્ર દિલ્હીમાં વેચતા હોય છે. પરંતુ આ વખતે જે રીતે ઓમિક્રોન વેરિયન્ટ અને કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર દિલ્હીમાં કેસની સંખ્યા બમણી થઇ રહી છે તેની સીધી અસર સુરતના પતંગ વ્યવસાય પર જોવા મળી રહી છે. કોરોના કેસો વધતા ગુજરાત સરકાર કઈ ગાઈડલાઈન બહાર પાડશે અને જે રીતે મહારાષ્ટ્રમાં હાલ ગાઈડલાઈનના કારણે વેપારીઓ વેપાર કરી શકતા નથી જેથી સુરતના વેપારીઓ (Surat Kite Industry 2022) સાથે ઓર્ડર કેન્સલ કરી રહ્યાં છે જેથી સુરતના પતંગ વેપારીઓમાં ચિંતા (Corona Effect on Kite Industry ) જોવા મળી રહી છે.

બહારના વેપારીઓ ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે

સુરતના પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા નિશાંતે જણાવ્યું હતું કે, તેઓ 20 વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોથી પતંગના સારા ઓર્ડર દર વર્ષે મળે છે. પરંતુ હાલ જે રીતે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે જે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈના વેપારીઓએ અગાઉ ઓર્ડર આપ્યા હતાં તેઓ કેન્સલ કરાવી રહ્યા છે. હાલ પતંગના ભાવમાં પણ વધારો છે અને બહારના વેપારીઓ ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે. સુરતના પતંગના વેપારીઓએ (Surat Kite Industry 2022) લાખો રૂપિયાના માલ ભરાવી દીધા છે. હવે સુરત સહિત ગુજરાતમાં પણ કોરોના કેસો વધી રહ્યા છે. રાજ્ય સરકાર શું ગાઇડલાઈન લાવશે તે અંગે પણ અમારી (Corona Effect on Kite Industry ) ચિંતા છે. કારણ કે આ તમામની અસર વેપાર પર પડી રહી છે.

પતંગ બનાવતાં વેપારીઓ ભાવવધારાને લઇને પણ ચિંતામાં જ છે
પતંગ બનાવતાં વેપારીઓ ભાવવધારાને લઇને પણ ચિંતામાં જ છે

આ પણ વાંચોઃ High Price of Kites 2021 : અમદાવાદ પતંગ બજારમાં 30થી 40 ટકા પતંગો ઓછી બની જાણો કેટલા ભાવ વધ્યા

વેપાર માટે સ્થિતિ ચિંતાજનક

અન્ય એક વેપારી પ્રમોદભાઈએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ગમે તેમ માલ વેચાયો. આ વખતે પતંગના ભાવમાં પણ વધારો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે કોરોના કેસો વધ્યા છે તેને કારણે (Surat Kite Industry 2022) અમે ચિંતામાં છીએ. વધતા કોરોના કેસોના કારણે જો સરકાર કોઈ ગાઇડલાઇન લાવે અને વિકેન્ડ લોકડાઉન આવે તો ધંધો ચોપટ (Uttarayan 2022) થઇ જશે. મુંબઈના ઘણા વેપારીઓ સુરત પતંગ ખરીદવા માટે આવતા હોય છે પરંતુ કોરોના કેસો વધતાં વેપાર માટે સ્થિતિ ચિંતાજનક (Corona Effect on Kite Industry ) થઈ છે.

આ પણ વાંચોઃ IIT-હૈદરાબાદના સંશોધનકારોએ 'પતંગ કેમેરો' વિકસાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.