ETV Bharat / city

Corona Cases In Surat: સુરતમાં 200 દિવસ બાદ નોંધાયું કોવિડથી અવસાન, વધુ 16 કેસ આવ્યા

author img

By

Published : Dec 22, 2021, 10:13 PM IST

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસો (corona cases in gujarat)એ ચિંતા વધારી દીધી છે. રાજ્યના મોટા શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં આજે કોરોનાના 16 પોઝિટિવ કેસો (Corona Cases In Surat) આવ્યા છે. એટલું જ નહીં, સુરતમાં 200 દિવસ બાદ કોરોના પોઝિટિવ દર્દીનું અવસાન (corona death in surat) થયું છે.

Corona Cases In Surat: સુરતમાં 200 દિવસ બાદ નોંધાયું કોવિડથી અવસાન, વધુ 16 કેસ આવ્યા
Corona Cases In Surat: સુરતમાં 200 દિવસ બાદ નોંધાયું કોવિડથી અવસાન, વધુ 16 કેસ આવ્યા

સુરત: કોરોનાની બીજી લહેર (corona second wave) શાંત પડ્યા બાદ આજે શહેરમાં 16 કોરોના પોઝિટિવ કેસ (corona cases in surat) નોંધાયા છે. એટલું જ નહીં 200 દિવસ બાદ પોઝિટિવ દર્દીનું અવસાન નોંધાયું છે. સુરતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 2 કેસો (omicron cases in surat) નોંધાઈ ચુક્યા છે અને પોઝિટિવ કેસોમાં વધારો નોંધાતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં 200 દિવસો બાદ કોરોના પોઝિટિવ દર્દીનું અવસાન (corona death in surat) થતા ફરી એક વખત કોરોનાની ચિંતા શહેરીજનોમાં જોવા મળી રહી છે.

રાંદેર ઝોનમાં કોરોનાના 8 પોઝિટિવ કેસ

કોરોના પોઝિટિવથી મૃત્યુ પામેલા દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર બાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણના કેસો (coronavirus in surat) વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. આજે લંડનથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં 16 કેસમાંથી અઠવા ઝોનમાં 7 (corona cases in athwa zone) અને રાંદેર ઝોનમાં 8 કેસ (corona cases in rander zone) નોંધાયા છે. 4 દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જયપુર રિટર્નની છે, જ્યારે સિટી લાઈટ શ્રીપાલ રેસિડન્સી (city light shripal residency surat)માં એક જ પરિવારના 3 લોકો પોઝિટિવ આવ્યા છે.

એક જ પરિવારના 3 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ

પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં કુલ 46 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આખા એપાર્ટમેન્ટમાં 94 વ્યક્તિઓએ બંને ડોઝ (fully vaccinated in people surat) લીધા છે. 3 પૈકી 2 વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે. નોંધાયેલા દર્દીઓ પૈકી 4 દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જયપુર રિટર્નની તંત્રને મળી છે. તો એક જ પરિવારના પિતા-પુત્ર સહિત 3 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ મળ્યા છે.

189 દર્દીઓ માંથી 135 દર્દીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે

6 દર્દીઓએ યોગ્યતા પ્રાપ્ત હોવા છતાં વેક્સિનનો એક પણ ડોઝ (first dose of corona vaccine in gujarat) લીધો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસમાં કુલ પોઝિટિવ 189 દર્દીઓ પૈકી 135 દર્દીઓ ફુલ્લી વેક્સિનેટેડ છે, જે પૈકી 90 દર્દીઓએ બંને ડોઝ લીધાને 6 મહિના કરતા વધુ સમય વીતી ગયો છે. વેક્સિન (vaccination in gujarat) વગરના 27 વિદ્યાર્થીઓ ગત 21 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી પોઝિટિવ મળ્યા છે, જ્યારે પોઝિટિવ આવેલા 6 દર્દીઓએ યોગ્યતા પ્રાપ્ત હોવા છતાં વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021 : સાબરકાંઠા પોલીસે વધુ 4ની અટકાયત સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

આ પણ વાંચો: Navsari Railway Station: 24 વર્ષથી રેલવે મંત્રાલય ઊંઘમાં, નવસારી જિલ્લો રેલવેના ચોપડે હજુ પણ તાલુકો જ છે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.