ETV Bharat / city

Corona Case In Surat: સુરતની દિલ્હી પબ્લિક સ્કૂલનાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝેટીવ આવ્યાં

author img

By

Published : Dec 18, 2021, 1:19 PM IST

Corona Case In Surat: સુરતનાં DP શાળાનાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝેટીવ
Corona Case In Surat: સુરતનાં DP શાળાનાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝેટીવ

સુરતના એરપોર્ટની સામે સાઇલેન્ટ ઝોન પાસે આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલના ધોરણ 1માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ (Students corona positive in Surat) આવતા સ્કૂલ દ્વારા 7 દિવસ માટે વર્ગખંડ બંધ કરવામાં (corona update in Surat) આવ્યો હતો.

સુરત: દિલ્હી પબ્લિક સ્કૂલના (Delhi Public School Surat) ધોરણ 1માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ (Students corona positive in Surat) આવતા સ્કૂલ દ્વારા 7 દિવસ માટે વર્ગખંડ બંધ રાખવામાં (corona update in Surat) આવ્યો છે, જોકે આ બંને વિદ્યાર્થીઓ ભાઈ બહેન જ છે. સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ (Surat Health Department) દ્વારા બે વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલના તમામ સંચાલકોનું રેપિડ તથા RTPCR ચેકઅપ કરવામાં આવ્યું (Testing of Surat Corona) હતું. જોકે તમામ વિદ્યાર્થી અને સંચાલકો નેગેટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં છેલ્લા 3 મહિનામાં શાળાની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં કુલ 30 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ થઇ ચૂક્યો છે.

ગત રોજ શહેરમાં અન્ય પાંચ લોકો કોરોના સંક્રમિત થયા હતા

સુરત શહેરમાં ફરી ધીમી ગતિએ કોરોનાં કેસોએ (Surat corona cases) માથું ઉંચક્યું છે. શહેરમાં શાળામાં સોસાયટી વગેરે જગ્યા ઉપર કોરોનાના સતત કેસ આવી રહ્યા છે, અને એમાં ઓમીક્રોન વેરિઅન્ટને લઈને સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation)સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. સુરત રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, અન્ય શહેરોમાંથી આવતા રસ્તાઓના ચેકપોસ્ટ ઉપર સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તમામ મુસાફરોનું રેપિડ ટેસ્ટ તથા RTPCR ચેક કરવામાં આવી રહ્યું છે, જેથી કોરોના અને ઓમીક્રોન જેવા કેશ ઉપર નિયંત્રણ લાવી શકાય, જેના ભાગરૂપે SMC આરોગ્ય વિભાગ (SMC Health Department) દ્વારા સ્કૂલ-કોલેજમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:

Corona Update in Surat : સુરતની સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

Rajkot 4 Schools Close a week : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના પોઝિટિવ, અઠવાડિયું બંધ રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.