સુરતના બાળકનો હેલીકોપ્ટર શોટ જોઈ કોમેન્ટેટર આકાશ ચોપરા તેના માટે કોમેન્ટ્રી કરતા રોકી ન શક્યા

author img

By

Published : Jun 9, 2021, 1:22 PM IST

સુરતના બાળકનો હેલીકોપ્ટર શોટ જોઈ કોમેન્ટેટર આકાશ ચોપરા તેના માટે કોમેન્ટ્રી કરતા રોકી ન શક્યા

ક્રિકેટના શોખીનો કોમેન્ટેટર આકાશ ચોપડાના અવાજથી અજાણ્યા નહીં જ હોય. આકાશ ચોપડાની કોમેન્ટ્રી સાંભળવા માટે લોકો ઉત્સુક હોય છે. ત્યારે આ વખતે આકાશ ચોપડાએ કોમેન્ટ્રી કરી છે સુરતના 7 વર્ષીય બાળ ક્રિકેટર માટે. જી હાં, બાળ ક્રિકેટર માટે. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અત્યાર સુધી હેલિકોપ્ટર શોટ માટે પ્રખ્યાત હતા. ત્યારે હવે સુરતનો 7 વર્ષનો તનય જૈન ધોની જેવા જ હેલિકોપ્ટર શોટ મારી રહ્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો આકાશ ચોપરાએ જોતા તેઓ આ વીડિયોમાં પોતાની કોમેન્ટ્રી આપતા ન રોકી શક્યા નહતા.

  • સુરતનો 7 વર્ષનો બાળ ક્રિકેટરનો વીડિયો થયો વાઈરલ
  • ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડાએ બાળકના વીડિયોમાં આપી કોમેન્ટ્રી
  • ક્રિકેટર તનય જૈન મહેન્દ્રસિંહ ધોનીની જેમ મારી રહ્યો છે હેલિકોપ્ટર શોટ

સુરતઃ હેલિકોપ્ટર શોટ માટે અત્યાર સુધી મહેન્દ્રસિંહ ધોની પ્રખ્યાત હતા, પરંતુ તેમના આ જ હેલિકોપ્ટર શોટ માટે હવે સુરતનો માત્ર 7 વર્ષના તનય જૈન પ્રખ્યાત થઈ ગયો છે. એટલું જ નહીં ધોનીના શોટના વખાણ કરનાર પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડા તનયના આ હેલિકોપ્ટર શોટ માટે પોતાને કોમેન્ટ્રી કરવાથી રોકી શક્યા નહોતા. પોતાની કોમેન્ટ્રી સાથે તેમણે આ વીડિયો પોતાના સોશિયલ એકાઉન્ટ ઉપર મુક્યો હતો, જેને માત્ર 4 દિવસમાં 69,000થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો- લેફ્ટનન્ટ ગવર્નર જે એન્ડ કે-આ બાળકીના વાઈરલ વીડિયો સંદેશનો આપે છે જવાબ

સુરતનો 7 વર્ષનો બાળ ક્રિકેટરનો વીડિયો થયો વાઈરલ
સુરતનો 7 વર્ષનો બાળ ક્રિકેટરનો વીડિયો થયો વાઈરલ

ધોની બાદ હવે સુરતનો તનય પણ હેલિકોપ્ટર માટે પ્રસિદ્ધ થયો

ધોનીના હેલિકોપ્ટર શોટની સાથે જ હવે લોકો સુરતના સાત વર્ષના તને જૈનના હેલિકોપ્ટર શોટના ફેન થઈ ગયા છે. જ્યારે તનય પીચ પર ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારે છે ત્યારે ભલભલા તેને જોતા રહી જાય છે. માત્ર 7 વર્ષની ઉંમરમાં તને ધોની જેમ ક્રિકેટના અનેક દાવપેચ જાણનાર ખેલાડી બની ગયો છે અને હવે દેશભરમાં પ્રખ્યાત પણ થઇ ગયો છે, જે આકાશ ચોપડા મોટા ક્રિકેટરો અને ખાસ કરીને ધોનીના શોટ પર કોમેન્ટ્રી કરતા જોવા મળતા હતા. તેઓ પોતાને સુરતના તનયની કાબિલિયત જોઈ તેની માટે કોમેન્ટ્રી કરતા રોકી શક્યા નહતા અને નાની ઉંમરે ક્રિકેટમાં રૂચિ રાખનાર અને પીચ પર બેટથી ધમાલ મચાવનાર તને માત્ર આઠ મહિનાથી જ ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે, પરંતુ હાલ તેની ક્રિકેટ પ્રત્યેની રુચિ જોઈ મોટા મોટા ક્રિકેટરો પણ વાહવાહી કરી રહ્યા છે.

આ પણ વાંચો- રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવાતી હોવાનો વીડિયો વાઈરલ

ભારત માટે રમીને વર્લ્ડ કપ લાવવાનું તનયના માતાપિતાનું સપનું

તનય જૈને જણાવ્યું હતું કે, તે 5 કલાક સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે અને 2 કલાક ભણે છે. તેને હેલિકોપ્ટર શોટ ખૂબ જ ગમે છે, પરંતુ તે મોટો થઈને વિરાટ કોહલી બનવા માગે છે. ભારત માટે ક્રિકેટ રમવા ઈચ્છે છે અને તેના પિતા જિનેશ જૈને જણાવ્યું હતું કે, જ્યારે તે 4 વર્ષનો હતો ત્યારથી જ તેને ક્રિકેટમાં ખૂબ જ રસ હતો તે ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ ઉંમરમાં નાનો હોવાના કારણે ત્યારે તેને ક્રિકેટમાં મૂક્યો નહોતો. હાલ જયારે કોરોનાના કારણે શાળાઓ બંધ હતી ત્યારે તેને ક્રિકેટમાં રસ હોવાના કારણે તેને ક્રિકેટ એકેડેમીમાં દાખલ કરવામાં આવ્યો છે. દેશના પ્રખ્યાત કોમેન્ટેટર જ્યારે તેની પ્રશંસા કરે ત્યારે તેઓને ખૂબ જ ખુશી થાય છે. અમે ઈચ્છીએ છીએ કે તે મોટો થઈ ભારત માટે રમેં અને વર્લ્ડ કપ લાવે.

ક્રિકેટર તનય જૈન મહેન્દ્રસિંહ ધોનીની જેમ મારી રહ્યો છે હેલિકોપ્ટર શોટ

તનયને મિસ્ટર 360 ડિગ્રી બોલાવીએ છેઃ કોચ

તનયના કોચ સન્ની સિંહે જણાવ્યું હતું કે, તનયમાં ક્રિકેટ પ્રત્યે જુસ્સો છે. આજ કારણ છે કે અમે તેના માતાપિતાને જણાવ્યું હતું કે, તેને કોઈ પણ ઝડપથી દૂર રાખવામાં આવે છે. આથી તેનું ધ્યાન તેના લક્ષ્ય ઉપર રહે અમે જે પણ તેને પ્રેક્ટિસ કરવા કરીએ છીએ તે ખૂબ જ સારી રીતે કરતો હોય છે. આજના બાળકો કે જે તરફ આકર્ષિત થાય છે પરંતુ તેને ક્રિકેટમાં પ્રેમ ધરાવે છે આ જ કારણ છે કે ક્રિકેટ રમવામાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે હવે તનયને મિસ્ટર 360 ડિગ્રી બોલાવીએ છે તે કોઈપણ શોર્ટ સહેલાઈથી રમી શકે છે તેને ધોનીનો હેલિકોપ્ટર શોટ ખૂબ જ ગમે છે હાલ જ તેનો જે વિડીયો વાયરલ થયો છે તેના કારણે અમને ખૂબ જ ખુશી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.