Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા

author img

By

Published : Nov 10, 2021, 10:55 PM IST

Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા
Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા ()

આજે છઠપૂજા (Chhath Puja 2021) શહેરમાં લાખોની સંખ્યામાં વસતા બિહાર અને ઝારખંડના લોકોએ તાપી નદી કિનારે આથમતા સૂર્ય દેવની આરાધના કરી હવે આવતીકાલે વહેલી સવારે ઉગતા સૂરજની આરાધના કરી છઠપુજાનો તહેવાર ઉજવણી કરશે.

  • આથમતા સૂર્યદેવની આરાધના કરી છઠપૂજા
  • ૪૦૦ લોકો એકત્રિત થઇ શકાય તે રીતે વ્યવસ્થા
  • નદીમાં ઉભા રહી આથમતા સૂર્યને અર્ગ આપવામાં આવે

સુરત: આજે દેશમાં બિહાર અને ઝારખંડમાં તથા અન્ય સ્થળોએ છઠપૂજા (Chhath Puja 2021) કરવામાં આવે છે. છઠપુજા આ એક બિહાર અને ઝારખંડના લોકો માટે મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર માટે અઠવાડિયા પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. તે રીતે સુરત શહેરમાં પણ સુરત કોર્પોરેશન દ્વારા શહેરની ૨૫ જગ્યા ઉપર છઠ પૂજાની તૈયારીઓ કરવામાં આવી છે. કારણકે ગયા વર્ષે કોરોનાના કારણે શહેરના ઓવારાઓ, તળાવો ઉપર કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી નથી, પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાના કારણે નદી કિનારે તથા તળાવમાં કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી એક જગ્યાઓ ઉપર ૪૦૦ લોકો એકત્રિત થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર, કોર્પોરેશન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. સાથે નદી કિનારા ઉપર ફાયર વિભાગના જવાનોને પણ ગોઠવવામાં આવ્યા છે.

Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા

આથમતા સૂર્યદેવની આરાધના કરી કરવામાં આવી છઠપૂજા છઠપૂજા

આજે દેશમાં બિહાર અને ઝારખંડમાં તથા અન્ય સ્થળોએ છઠપૂજા કરવામાં આવે છે. છઠપુજા આ એક બિહાર અને ઝારખંડના લોકો માટે મોટો તહેવાર માનવામાં આવે છે. તે જ રીતે સુરત શહેરમાં બિહાર અને ઝારખંડના વસેલા લોકોએ આજે તાપી કિનારે આથમતા સુરજની આરાધના કરી અને આવતીકાલે વહેલી સવારે ઉગતા સૂરજની આરાધના કરીને છઠપુજાની ઉજવણી કરશે. છઠપુજા પેહલા મહિલાઓ દ્વારા ત્રણ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. આ ઉપવાસ ઉગતા સુરજને જોઈ તોડવામાં આવે છે.

Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા
Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા

નદીમાં ઉભા રહી આથમતા સૂર્યને અર્ગ આપવામાં આવે છે.

શ્રદ્ધાળુએ જણાવ્યુ હતુ કે યુપી અને બિહારમાં છઠપૂજા મોટો તહેવાર છે. આ તહેવારને ખુબ જ શ્રદ્ધાની રીતે ઉજવવામાં આવે છે. નદીમાં ઉભા રહી આથમતા સૂર્યને અર્ગ આપવામાં આવે છે. ત્રણ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે. આ તહેવારને ખુબ જ શ્રદ્ધાથી ઉજવામાં આવે છે. અમે પેહલા અમારા વતનમાં છઠપૂજાની ઉજવણી કરતા હતા અને હવે શહેરમાં પણ અમે આ પરંપરા ચાલુ રાખી છે. આખા દેશમાં આ તહેવાર ઉજવામાં આવે છે.અમારા પૂર્વજો માનવતા હતા એટલે અમે પણ મનાવીયે છીએ.જે પણ મનોકામનાઓ હોય તે છઠીમાંતા પુરા કરતા હોય છે. એટલે મનથી સૂર્ય દેવતાને અર્ગ આપીયે છીએ અને છઠીમાતાજીના તહેવારની ઉજવણી કરીયે છીએ.

Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા
Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા

સૂર્યદેવનો છે આ તહેવાર

અમે સુરતમાં 20 વર્ષોથી રહીયે છીએ અમે બધા સાથે છઠપુજા કરીયે છીએ. છઠપુજા કરવાથી દરેક ઈચ્છઓ પૂર્ણ થઇ જતી હોય છે. નદીમાં એ માટે પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ તહેવાર સૂર્યદેવનો છે. પાણીમાં ઊભા રહી તેમની સમક્ષ કરવામાં આવતી પૂજા છે. ગતવર્ષે તો અમારે ત્યાં ટેરેસ ઉપર ડ્રમઉપર પાણી ભરીને કરવામાં આવ્યું હતું. આ વર્ષે સરકરે છૂટ આપી એટલે નદી કિનારે આવ્યા છીએ.

Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા
Chhath puja 2021: સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોએ લાખોની સંખ્યામાં કરી છઠપૂજા

આ નદી કિનારે કરવામાં આવતી પૂજા છે.

છઠપૂજા આમારા વતનમાં કરતા હતા અહીં આવ્યા તો એજ પરંપરા અનુસાર પૂજા કરવામાં આવી રહી છે. આ છઠપૂજા અમારા આસ્થાનું પ્રતિક છે. આમાં અમે અથમતા સૂર્યદેવની પુજા અર્ચના કરીએ છીએ જો કે આ કોઈપણ ધર્મમાં આથમતા સૂર્ય દેવની પૂજા કરવામાં આવતી નથી. જે અમે કરીયે છીએ. બાળકોના લાંબા આયુષ માટે પૂજા કરવામાં આવે છે. ગંગાના કિનારે કરવામાં આવતી પૂજા છે એટલે આ નદી કિનારે કરવામાં આવતી પૂજા છે.

આ પણ વાંચો: જામનગર: છઠ્ઠ પૂજાની આસ્થાભેર ઉજવણી, ધારાસભ્ય વિક્રમ માડમ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: chhath pooja 2021: એવુ તે શું થયું કે, પ્રધાનોને કૂદવા પડ્યા ઘાટના દરવાજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.