કેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત

author img

By

Published : Apr 27, 2022, 7:03 PM IST

શિતલ આંટીના નામથી નશીલા પદાર્થ દ્વારા યુવાધનને બરબાદ કરવાનો ધંધો થયો બંધ
શિતલ આંટીના નામથી નશીલા પદાર્થ દ્વારા યુવાધનને બરબાદ કરવાનો ધંધો થયો બંધ ()

સુરતમાં ડુમસ રોડ પર આવેલ લક્ઝરીયા ટ્રેડહબ પાસેથી શિતલ આંટીના નામે માતા-પુત્ર ચરસનો ધંધો(Business of exploiting youth in surat) ચલાવતા ઝડપાયા છે. સુરત ક્રાઇમ બ્રાંચે(Surat Crime Branch) યુવાધનને બરબાદ કરતા વેપલાનો ખાત્મો કર્યો છે.

સુરત: ક્રાઇમ બ્રાન્ચે ડુમસ રોડ પર આવેલ વાસ્તુ લકઝરીયા ટ્રેડ હબ(Surat Luxuria Business Hub) પાસેથી ચરસના જથ્થા સાથે માતા-પુત્રને પકડી તેઓના નવસારીમાંના રહેણાક મકાનમાં રેડ કરતા સુરત તથા નવસારી બંને જગ્યાએથી રૂપિયા 2.70 લાખની મત્તાના ચરસ ઝડપી પાડ્યા છે. આરોપી 'શિતલ આંટી'નું સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. જેમાં શિતલ આંટી અને પુત્ર દ્વારા યુવાધનને બરબાદ કરવાનો ધંધો(Business of exploiting youth in surat) બંધ થયો છે.

આ પણ વાંચો: Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું

ચરસ સોથે અન્ય મુદ્દામાલ ઝડપાયો - શહેરના પોશ વિસ્તાર ડુમસ રોડ વાસ્તુ લકઝરીયા ટ્રેડહબ પાસેથી ચરસના જથ્થા સાથે માતા અને પુત્રને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. નવસારીના રહેણાક મકાનમાં રેડ કરતા સુરત(Drugs case in Surat) તથા નવસારી બંન્ને જગ્યાએથી 1,801,602 ગ્રામ રૂપિયા 2.70 લાખની મત્તાના ચરસ સાથે એક જ પરીવારના ચાર સભ્યોને પકડી પાડવામાં આવ્યાં છે. નવસારીવાળાઓ પાસેથી 235 ગ્રામ 620 ml જેની કિંમત રુપિયા 35,343ની મત્તાનો ચરસ તેમજ મોપેડ કિંમત રૂપિયા 50 હજાર, મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા 1,13,343ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

'શિતલ આંટી' શહેરના પોશ વિસ્તારમાં પ્રખ્યાત - ઉત્સવ રમેશ સાંગાણી અને શાન્તાબહેન ઉર્ફે શિતલ રમેશ સાંગાણી ઘણા સમયેથી ચરસ વેચાણ કરે છે. ચરસ હિમાચલ પ્રદેશથી(Drugs from Himachal Pradesh) લાવ્યા હતા. આરોપી શાંતા 'શિતલ આંટી'ના નામથી સુરતના પોશ વિસ્તારમાં(Drugs in Surat porch area) પ્રખ્યાત છે. નવસારીમાં રહી પોતાના મળતીયાઓ મારફતે હિમાચલ પ્રદેશમાંથી ચરસનો જથ્થોમંગાવી પોતાના નવસારીમાંના રહેણાકમાં રાખી છુટક રીતે શહેરના પોશ વિસ્તારમાં ચરસનો જથ્થો વેંચાણ કરતા હતા. સુરતના યુવાધનમાં નશીલા ઝેરી પદાર્થના રવાડે ચડાવી યુવાધનને બરબાદ(Exploiting youth through drugs in surat) કરવાનો વેપલો ચલાવતા હતા .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.