ETV Bharat / city

સુરત ભાજપ કાર્યકરો આપમાં જોડાયા કોંગ્રેસ સહિતના કુલ આટલા બધા કાર્યકર્તાઓએ કૂદકો માર્યો

author img

By

Published : Aug 29, 2022, 5:19 PM IST

Updated : Aug 29, 2022, 5:27 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલાં સુરત આપની ગતિવિધિ તેજ બની છે. સુરતની ઉધના વિધાનસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપના કુલ 1100 જેટલા કાર્યકર્તાઓ જોડાયા હોવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરાયો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનોજ સોરઠીયાની હાજરીમાં તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. bjp workers join aap Aug 2022 in surat , 1100 Party workers Join AAP in Surat , Gujarat Assembly Election 2022

સુરત ભાજપ કાર્યકરો આપમાં જોડાયા કોંગ્રેસ સહિતના કુલ આટલા બધા કાર્યકર્તાઓ આપમાં

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા સુરતની 12 બેઠકોમાંથી એક ઉધના વિધાનસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપના કુલ 1100 જેટલા કાર્યકર્તાઓ આપમાં જોડાયા હોવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનોજ સોરઠીયાની હાજરીમાં તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં.

1100 જેટલા કાર્યકર્તાઓ જોડાયા હોવાનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરાયો છે

કોંગ્રેસ અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરમાં રાજનીતિક ભૂકંપ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં કોંગ્રેસ અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુરતમાં કુલ 12 વિધાનસભા બેઠક છે જેમાંથી ઉધના વિધાનસભા બેઠકમાં આજે 1100 જેટલા કોંગ્રેસ અને ભાજપાના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. ઉધના વિસ્તારમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય અને પાટીદાર મતદાતાઓ છે. જેમને આકર્ષવા માટે હંમેશાં ભાજપ પ્રયત્નશીલ રહી છે. આજે જે પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમાં મોટાભાગે પરપ્રાંતીય અને પાટીદાર કાર્યકર્તાઓ છે.

આ પણ વાંચો Political Clash in Surat : જૂઓ બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી

પાર્ટીથી નારાજગીને કારણે આ લોકોએ છેડો ફાડ્યો આ અંગે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે. પોતપોતાની પાર્ટીથી નારાજગીને કારણે આ લોકોએ છેડો ફાડ્યો છે.

આ પણ વાંચો AAPએ સંગઠનની ચોથી યાદી જાહેર કરી, 2100 લોકોને સોંપવામાં આવી જવાબદારી

ભાજપ પાસે આશા અપેક્ષા હતી તે પૂર્ણ થઈ નથી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ભાજપના પૂર્વ કાર્યકર્તા જય રાજપૂતે જણાવ્યું હતું કે જે આશા અપેક્ષા ભાજપ પાસે હતી તે પૂર્ણ થઈ નથી. હવે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે શિક્ષણ આરોગ્ય સહિતના મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી પ્રજા હિતમાં કામ કરશે. bjp workers join aap Aug 2022 in surat , 1100 Party workers Join AAP in Surat , Gujarat Assembly Election 2022

Last Updated : Aug 29, 2022, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.