ETV Bharat / city

સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

author img

By

Published : Jun 27, 2021, 10:26 PM IST

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સુરતના પ્રવાસે છે. મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAPના મહિલા કોર્પોરેટર રુતા દુધાગરાના પતિએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

Gujarat News
Gujarat News

  • મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે એક યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
  • AAPના મહિલા કોર્પોરેટરના પતિએ કરી આત્મવિલોપનનો પ્રયાસ
  • યુવકને પોલીસ અને આપના કાર્યકર્તાઓ રોટરી ક્લબની બહાર લઈ ગયા

સુરત : શહેરમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister) મનીષ સિસોદિયા રવિવારે મહેમાન બન્યા છે. સુરત આમ આદમી પાર્ટી દ્વારા અઠવાગેટ વિસ્તારમાં આવેલા જીવનભારતી રોટરી ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ (Press conference)નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન (Deputy Chief Minister) મનીષ સિસોદિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરવામાં આવી હતી. તે સમયે જીવનભારતી સ્કૂલની રોટરી ક્લબની બહાર આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર (Corporator)ના પતિ દ્વારા શરીર ઉપર કેરોસીન છાટીને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બંદોબસ્તમાં ઉપસ્થિત રહેલા પોલીસ કર્મીઓ અને આપના કાર્યકર્તાઓ દ્વારા રોટલી ક્લબની બહાર લઈ જવાયો હતો.

સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિનો આત્મ વિલોપનનો પ્રયાસ

આપના મહિલા કોર્પોરેટર અને પતિ વચ્ચે ઘણા સમયથી મતભેદ છે

સુરતના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર (Corporator) રૂતા દુધાગરા જેઓ વૉર્ડ નંબર-3ના કોર્પોરેટર છે. તેમના અને તેમના પતિ વચ્ચે થોડા દિવસોથી કોઈ વાતને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. જોકે વાત એ છે કે, AAPના મહિલા કોર્પોરેટર (Corporator) રુતા દુધાગરાના પતિ ચિરાગ જેમણે ભાજપના એક નેતા પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. જેને લઈને પરિવારોમાં ઝઘડાઓ શરુ થઇ ગયા હતા. તેમની છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે. થોડા સમય પહેલાં જ AAPના કોર્પોરેટર (Corporator) રુતા દૂધાગરાએ પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરીને એમ કહ્યું હતું કે, મારા પતિ ચિરાગ દુધાગરાએ ભાજપના એક નેતા પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. તો બીજી બાજુ ચિરાગ દુધાગરાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પત્નીએ કહેલી 25 લાખ રૂપિયાની વાતને ખોટી કહી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારુ ઘર તોડવામાં શહેર પ્રમુખનો ખુબ જ મોટો હાથ છે.

સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિનો આત્મ વિલોપનનો પ્રયાસ
સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિનો આત્મ વિલોપનનો પ્રયાસ

આ પણ વાંચો : શિક્ષણ સમિતિના સભ્ય માટે ચૂંટણી, BJP અને AAP કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો

ભાજપ દ્વારા મારા પતિને અઢી કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી : રુતા દુધાગરા

AAP ના મહિલા કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું કે, થોડા સમય પહેલા મારા પતિ ચિરાગ દુધાગરા દ્વારા ભાજપના એક નેતા પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા અને કામરેજના ભાજપના MLA ને અલગ-અલગ રીતે મોકલવામાં આવ્યા છે. તેવા આક્ષેપો કર્યા હતા. મારા પતિ દ્વારા ચૂંટણી પહેલા મને AAP માંથી ફોર્મ પાછું ખેંચવા માટે ભાજપ દ્વારા મારા પતિને અઢી કરોડ રૂપિયાની ઓફર (Two and a half crore offer) આપવામાં આવી હતી.

સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિનો આત્મ વિલોપનનો પ્રયાસ
સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિનો આત્મ વિલોપનનો પ્રયાસ

આ પણ વાંચો : AAP: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ઉદ્યોગપતિ મહેશ સવાણીને આપનો ખેસ પહેરાવ્યો

ફોર્મ પાછું ખેંચવા માટે મને અઢી કરોડ રૂપિયાની ઓફર આપી હતી : ચિરાગ દુધાગરા

ચિરાગ દુધાગરા દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારી પત્ની વૉર્ડ નંબર 3માંથી ફોર્મ ભર્યું હતું. આ ફોર્મ પાછું ખેંચવા માટે મને ભાજપમાંથી અઢી કરોડ રૂપિયાની ઓફર (Two and a half crore offer) આપવામાં આવી હતી. જોકે મેં મારા મિત્રોના સમજાવ્યા પ્રમાણે આ પૈસા લીધા નહોતા. તેમ છતાં મારી પત્નીએ મારી ઉપર ખોટો આક્ષેપ કર્યો છે કે, ભાજપના એક નેતા પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. તે વાત સાવ ખોટી છે. અમારા કોઈ છૂટાછેડા થયા નથી. મારી પત્નીએ વેસુમાં રહેતી તેણી બહેનપણી સાથે ખોટા ડિવોર્સ પેપરો (False divorce papers) બનાવ્યા છે અને ખોટી રીતે સાઈન પણ કરાવ્યા હતા. જો એમની કોઈ સંડોવણી હશે તો હું તેમણે પણ છોડીશ નહિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.