Surat Smimer Hospital : પોસ્ટમોર્ટમ રુમ પાસે જ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે આવું કરી નાંખ્યું, જૂઓ વિડીયો

author img

By

Published : May 23, 2022, 3:20 PM IST

Surat Smimer Hospital : પોસ્ટમોર્ટમ રુમ પાસે જ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે આવું કરી નાંખ્યું, જૂઓ વિડીયો

સુરત સ્મીમેર હોસ્પિટલના (Surat Smimer Hospital)એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પોસ્ટમોર્ટમ રૂમ પાસે પોતાનું જ ગળું (Ambulance driver try to suicide) કાપ્યું હતું. તેણે આ માટે કેટલાક લોકોને જવાબદાર ઠેરવતો વિડીયો પણ બનાવ્યો હતો. વધુ જાણો આ અહેવાલમાં.

સુરત- સુરત શહેરના સ્મીમેર હોસ્પિટલના (Surat Smimer Hospital)પોસ્ટમોર્ટમ રૂમની બહાર પંચનામામાં સહી કરવા મુદ્દે ત્રસ્ત એમ્બ્યુલન્સ ડ્રાઈવરે PM રૂમ પાસે જ પોતાનું બ્લેડ વડે ગળું કાપવાની કોશિશ (Ambulance driver try to suicide) કરી હતી. જોકે તેને તાત્કાલિક ત્યાંના લોકો દ્વારા જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર પોલીસ દ્વારા જબરજસ્તી ખોટા સાક્ષીઓ બનાવી સહી કરવા બાબતે અને પોલીસ દ્વારા ડરાવી ધમકાવાની વાતથી એમ્બ્યુલન્સ ડ્રાઇવર પોતાનું એક વીડિયો પણ બનાવ્યો હતો. અને આ વિડીયો બનાવ્યા બાદ બ્લેડ દ્વારા પોતાનું જ ગળુ કાપી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યાં

આ પણ વાંચોઃ road corruption case in Bhayali: વડોદરામાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ

વિડીયોમાં શું છે-આ વિડીયોમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર કહી રહ્યો છે કે હું મેડિકલ એમ્બ્યુલન્સ ડ્રાઈવર છું. હું માનસિક રોગથી પીડાતો દર્દી છું. પોલીસકર્મીઓએ મારી પાસે ડેડ બોડી માટે સાક્ષી પંચનામામાં બે વખત સહી કરાવી હતી. બંને વખત મને કોર્ટમાંથી સમન્સ મળ્યા છે. મારી પાસે હવે કોર્ટમાં જવા માટે પૈસા બચ્યા નથી. હું મેડિકલ એમ્બ્યુલન્સ ડ્રાઈવર છું. મારી માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી હું બીજો કોઈ રસ્તો જોઈ શકતો નથી. હું હાલમાં 10 કેસમાં કોર્ટમાં તારીખો પર જઈ રહ્યો છું. વિજય અને ત્રણેય પોલીસકર્મીઓથી ત્રાસી હું આત્મહત્યા કરી રહ્યો છું.

આ પણ વાંચોઃ અને વેપારી અચાનક કૂવામાં કૂદી પડ્યો, ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ

ન્યાયની માગણી કરી- વધુમાં (Surat Smimer Hospital) એમ્બ્યુલન્સ ડ્રાઈવરે જણાવ્યું હતું કે, હું મૃતકને ઓળખતો પણ નથી હોતો. પોલીસે (Surat Police) બળપૂર્વક મને સાક્ષી બનાવીને સહી લીધી છે. ત્રણેય પોલીસકર્મીઓ કયા સ્ટેશનના છે તે મને ખબર નથી. વિજય અને ત્રણેય પોલીસકર્મીઓથી ત્રાસી હું આત્મહત્યા (Ambulance driver try to suicide) કરી રહ્યો છું. હું તેમના જુલમથી કંટાળી ગયો છું. અન્ય કોઈ સાથે મારા જેવું ન થાય તેથી તેમને સખત સજા થવી જોઈએ તો જ મને ન્યાય મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.