ETV Bharat / city

વાઘોડિયા અકસ્માત : આહીર સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનો માટે યોગ્ય વળતરની કરી માગ

author img

By

Published : Nov 18, 2020, 3:47 PM IST

આહીર સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનો માટે યોગ્ય વળતરની કરી માગ
આહીર સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનો માટે યોગ્ય વળતરની કરી માગ

વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના 11 જેટલા લોકોના મોત થયા છે. તમામ મૃતક આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન કરવા સુરતથી નીકળ્યા હતા. અકસ્માતની ઘટના બાદ આજે આહિર સમાજના આગેવાનોએ શોક સભાનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે તેવી માગ કરી હતી.

  • વાઘોડિયામાં અકસ્માતનો બનાવ
  • દુર્ઘટનામાં સુરતના 11 લોકોના મોત
  • આહિર સમાજના આગેવાનોએ શોકસભાનું આયોજન કર્યું

સુરત: વડોદરા ખાતે વાઘડિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના ૧૧ જેટલા લોકોના મોત નિપજયું છે. તમામ આહિર સમાજના લોકો આઇસર ટેમ્પોમાં પાવાગઢ અને વડતાલ મંદિરના દર્શન હેઠળ સુરતથી નીકળ્યા હતા. અકસ્માત સર્જાતા 11 લોકોના મોત નીપજ્યા હતા. આજે આહિર સમાજના આગેવાનોએ ઘટના બાદ શોક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ મૃતકોના પરિવાર જનોને યોગ્ય વળતર મળી રહે તેવી માગ કરી હતી.

આહીર સમાજના આગેવાનોએ મૃતકોના પરિવારજનો માટે યોગ્ય વળતરની કરી માગ
સી. આર. પાટીલે આહિર સમાજના આગેવાનોને સાંત્વના આપીસી. આર. પાટીલ દ્વારા આહિર સમાજના આગેવાનો સાથે શોક બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઘટના કેવી રીતે બની આ તમામ જાણકારી મેળવી હતી. સીઆર પાટીલે આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી. આહિર સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર યોગ્ય વળતર મૃતકોના પરિવારજનોને આપશે સાથે પાટીલે જણાવ્યું હતું કે ઘટના બાદ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે આ માટે તેઓએ પણ ડોકટરોની એક ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યા હોવાનું પાટીલે જણાવ્યું હતું.મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતરની માગઆ ઘટનાના કારણે આહિર સમાજને આઘાત પહોંચ્યો છે. સમાજના આગેવાનોએ તાત્કાલીક પાર્ટીને રજૂઆત કરી હતી કે મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળી રહે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.