SMCની ચૂંટણીમાં ઉમેદવારો માટે ફાંફાં મારતી AAP સામે હવે વિધાનસભાની ચૂંટણી માટે 'કિસ કિસ કો ટિકિટ દૂં' જેવો ઘાટ

author img

By

Published : May 25, 2022, 2:01 PM IST

SMCની ચૂંટણીમાં ઉમેદવારો માટે ફાંફાં મારતી AAP સામે હવે વિધાનસભાની ચૂંટણી માટે 'કિસ કિસ કો ટિકિટ દૂં' જેવો ઘાટ

સુરતમાં AAPએ છેલ્લા 1 વર્ષમાં પોતાના પગ મજબૂત (Aam Aadmi Party in Surat) કર્યા છે. ગયા વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં AAPને ઉમેદવારો માટે પણ ફાંફા હતા. ત્યારે હવે તે જ વિસ્તારોમાં 5થી 15 દાવેદારો વિધાનસભાની ચૂંટણી જીતવા કતારમાં ઊભા છે.

સુરતઃ છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં (Aam Aadmi Party in Surat) પોતાના પગ મજબૂત કર્યા છે. ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં (SMC Election wins by AAP) જે વિસ્તારોમાં તેને ઉમેદવારો મળ્યા ન હતા. ને હવે તે જ વિસ્તારોમાં 5થી 15 દાવેદારો વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવા માટે કતારમાં છે. આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ (AAP preperation for Gujarat Election) શરૂ કરી દીધી છે. ચૂંટણીની તૈયારીઓમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે તેવું લાગી રહ્યું છે.

AAP ચૂંટણી માટે તૈયાર

AAP ચૂંટણી માટે તૈયાર - રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો દાવો (AAP preperation for Gujarat Election) કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર 27 કાઉન્સિલરો જીત્યા બાદ આશા (SMC Election wins by AAP) જાગી છે. આ જોતા છેલ્લા એક વર્ષમાં અમે વિપક્ષમાં રહીને પણ લોકોના હિત માટે કામ કર્યું છે.

શિક્ષિત અને પ્રતિષ્ઠિત લોકો પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે - AAPએ કહ્યું હતું કે, અમારું કામ જોઈને આજે શિક્ષિત અને પ્રતિષ્ઠિત લોકો અમારી પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મોટા ઉદ્યોગપતિઓ અને શિક્ષિત લોકો આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવા માગે છે. પાર્ટી પાસે ચૂંટણી માટે પૂરતું ભંડોળ નથી. તેમ છતાં લોકો ચૂંટણી લડવા તૈયાર છે. વર્ષ 2021માં વેસુ, પાંડેસરા અને લિંબાયતમાં AAPને કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે કોઈ મળ્યું નહીં. એક વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે.

આ પણ વાંચો- સાસણમાં આવીને કેન્દ્રીય વનપ્રધાન ભૂલ્યાં કાયદો, AAP એ કરી કયા શબ્દોમાં ટીકા જાણો

દરેક સીટ પર 5 થી 15 લોકો દાવો કરી રહ્યા છે - આમ આદમી પાર્ટીએ ફેબ્રુઆરી 2021માં ગુજરાતમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (SMC Election wins by AAP) લડવાનું નક્કી કર્યું હતું. ત્યારે પક્ષને ઉમેદવારો મળતા નહતા. પાંડેસરા, લિંબાયત અને વેસુ જેવા વિસ્તારોમાં AAP સાથે લડવા કોઈ તૈયાર નહોતું. ત્યારબાદ AAPને ચૂંટણી લડવા માટે ઉમેદવારો તૈયાર કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો- AAP Parivartan Yatra: શું ભાજપે ખરેખર નેતાઓને ધમકાવીને રાખ્યા છે, AAPએ કર્યા ગંભીર આક્ષેપ

પોતાના ભંડોળથી પણ ચૂંટણી લડવા ઉમેદવારો તૈયાર - AAPએ આ ચૂંટણીમાં કંઈકને કંઈ રીતે 116 સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ પૈકી કેટલીક બેઠકો પર લોકોને ઉમેદવારી મેળવવા માટે દબાણ કરાયું હતું. આ સાથે AAP કુલ 120 સીટોમાંથી માત્ર 116 સીટો પર ઉમેદવારો ઊભા કરી શકી હતી. તેમાંથી પણ 2ના ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જોકે, હવે દરેક સીટ પર 5થી 15 લોકો વિધાનસભાની ચૂંટણી લડવા દાવો કરી રહ્યા છે. માત્ર એક વર્ષમાં આમ આદમી પાર્ટી માટે સંજોગો બદલાયા છે. હવે પાર્ટી દાવો કરી રહી છે કે, આજે તેમની પાસે દરેક વિધાનસભા બેઠક માટે મજબૂત ઉમેદવારો છે. એવા ઉમેદવારો પણ છે, જેઓ પોતાના ભંડોળથી ચૂંટણી લડવા તૈયાર છે.

ઉમેદવારોની પસંદગી કરવી મુશ્કેલ - AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઢિયાએ જણાવ્યું હતું કે, સુરતની 12 વિધાનસભા બેઠકો માટે 5થી 15 લોકો ચૂંટણી લડી રહ્યા છે. હવે આમાંથી ઉમેદવારોની પસંદગી કરવી મુશ્કેલ કામ છે. વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) હજી ઘણા મહિના બાકી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે. અમે એવા ઉમેદવારોનું પરિક્ષણ કરી રહ્યા છીએ જે ચૂંટણી જીતી શકે છે.

આગેવાનો અને કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે - તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીને તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મળ્યા છે. ઓલપાડ, કરંજ અને કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં પાર્ટી પોતાની સ્થિતિ મજબૂત માને છે. અન્ય વિસ્તારોમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. આગેવાનો અને કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે. જોકે, પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવશે. ત્યાર બાદ યાદી બહાર પાડવામાં આવશે. ઉમેદવારોની પસંદગી તેમાંથી કરવામાં આવશે, જેઓ વિધાનસભાના પ્રભારી પદ પર કામ કરી રહ્યા છે.

50થી વધુ આંદોલનો કર્યા - છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party in Surat) સતત મહેનત કરી છે. પાર્ટીનો દાવો છે કે, તેણે એક વર્ષમાં સુરત શહેરમાં વિવિધ મુદ્દાઓ પર 50થી વધુ આંદોલનો કર્યા છે. 400થી વધુ કામદારો સામે કેસ નોંધાયા છે. ઘણા એવા કાર્યકરો છે, જેમની સામે લગભગ 10 કેસ નોંધાયેલા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં આંદોલનો કર્યા છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે અનેક આગેવાનો કાર્યકરો જેલમાં પણ ગયા છે. આનાથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનું મનોબળ વધ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.