રોસવાડાના લોકોએ લીધો રાહતનો શ્વાસ, આટાંફેરા કરતો દીપડો પૂરાયો પાંજરે, જૂઓ વીડિયો

author img

By

Published : Sep 25, 2021, 9:52 PM IST

રોસવાડાના લોકોએ લીધો રાહતનો શ્વાસ, આટાંફેરા કરતો દીપડો પૂરાયો પાંજરે, જૂઓ વીડિયો
રોસવાડાના લોકોએ લીધો રાહતનો શ્વાસ, આટાંફેરા કરતો દીપડો પૂરાયો પાંજરે, જૂઓ વીડિયો ()

સુરત જિલ્લાના ગ્રામીણ ઇલાકાઓમાં રાની પશુઓના આટાંફેરા વારંવાર જોવા મળતાં હોય છે. માંડવી તાલુકાના રોસવાડા ગામની આસપાસ થોડા દિવસથી દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાથી ગામલોકોમાં ડરનો માહોલ હતો. ત્યારે દીપડો પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • માંડવી તાલુકાના રોસવાડા ગામમાં પકડાયો દીપડો
  • વનવિભાગને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી
  • મારણની લાલચે આવેલો દીપડો પાંજરે કેદ થઈ ગયો

સુરતઃ જિલ્લાના માંડવી તાલુકામા રોસવાડા ગામે દીપડો પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. મારણની લાલચે આવેલો ચાર વર્ષનો દીપડો પાંજરે પુરાઈ જતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડા દિવસ પહેલાં દીપડાના પંજાના નિશાન મળતાં વન વિભાગે પાંજરુ ગોઠવીને તેને પકડવા ટ્રેપ ગોઠવી હતી જેને લઇને દીપડો પકડાયો હતો.

ખોડબા રાઉન્ડની વેગી બીટના વનવિભાગે પકડ્યો દીપડો

વન વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ માંડવી દક્ષિણ રેન્જના ખોડબા રાઉન્ડની વેગી બીટના રોસવાડા ગામે દીપડો અવારનવાર આંટાફેરા મારતો હોવાની ફરિયાદ સ્થાનિકોએ વન વિભાગને કરી હતી. વન વિભાગ દ્વારા ગામલોકોની સાવચેતી ભાગરૂપે મારણ સાથે પાંજરું ગોઠવી દીધું હતું, ત્યારે આજે સવારના સમયે ફરી શિકારની શોધમાં દીપડો રોસવાડા ગામ તરફ આવ્યો હતો અને વન વિભાગે મૂકેલા પાંજરામાં મારણની લાલચે પુરાઈ ગયો હતો.

વન વિભાગે મૂકેલા પાંજરામાં મારણની લાલચે પુરાઈ ગયો


દીપડો ચેકઅપ દરમિયાન તંદુરસ્ત જણાતાં સલામત જગ્યાએ છોડાયો

મારણ લાલચે દીપડો પાંજરે પુરાઈ ગયાં બાદ વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે દીપડાની તંદુરસ્તી ચેક કરતાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું જણાયું હતું. દીપડો ચાર વર્ષનો હોવાનું પણ જાણવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા તેને સહીસલામત જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

આ પણ વાંચોઃ જામનકૂવા ગામે 30 ફૂટ ઊંડા કૂવામાં દીપડો પડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.