ETV Bharat / city

સુરતઃ ફેબ્રિક યાર્ન કંપનીમાં આગ લાગતા 15થી 20 મજૂરો ફસાયા, ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

author img

By

Published : Jan 26, 2021, 5:59 PM IST

ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો
ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ ખાતે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં આવેલા એક કારખાનાની બિલ્ડિંગમાં આગ લાગતા 15 થી 20 મજૂરો અંદર ફસાયા હતા. શહેર ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. માલિકના જણાવ્યાં અનુસાર 5 કરોડનું અંદાજિત નુકશાન થયું હતું.

  • ફેબ્રિક યાર્ન બનાવતી કંપનીમાં લાગી આગ
  • સુરત ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો
  • મજૂરો ફસાતા ફાયરની ટીમે રેસ્કયુ કર્યું

સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં ફેબ્રિક યાર્ન બનાવતી હિયા અને વેદાંત ટેક્ષમાં ફેબ્રિક યાર્નમાંથી કાપડ બનાવતા મશીનમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગી હતી.

ફેબ્રિક યાર્ન બનાવતી કંપનીમાં લાગી આગ
ફેબ્રિક યાર્ન બનાવતી કંપનીમાં લાગી આગ

મજૂરો ધાબા પર ફસાયા

આગ લાગતાંની સાથે જ કંપનીમાં ફેબ્રિક યાર્ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક તરફ કંપનીમાં 20 જેટલા કામ કરતા મજૂરોએ પણ અંદર લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ પ્રસરી જવાથી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો તો બીજી આગ કાબુમાં નહીં આવતા મેઈન ગેટ સુધી આગ પ્રસરતા 15 થી 20 મજૂરો ધાબા ઉપર ચડી જતા ફસાય ગયા હતા. જોકે, કેટલાક મજૂરો બહાર નીકળી ગયા હતા.

ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો
ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવ્યો

સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી

જોતજોતામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આગ લાગતા સ્થાનિકોએ સુરત શહેર ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી આગમાંથી સહીસલામત બહાર કાઢ્યા હતા.

આગ બુઝાવવા માટે દીવાલ તોડવી પડી

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેનની મદદથી દીવાલ તોડીને આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા બારડોલી તેમજ કામરેજ ડિવિઝનના ડીવાયએસપી સહીત એલ.સી.બી તેમજ કામરેજ પોલીસ અને કડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી

આગમાં 5 થી 6 કરોડનું નુકસાન

કંપની ફેબ્રિકયાર્નમાંથી કાપડ બનાવતી હોવાથી આગ વધુ પ્રસરી હતી અને કંપનીમાં રહેલા મશીનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. જેને લઈને કંપનીના માલિકના જણાવ્યાં અનુસાર 5 થી 6 કરોડનું નુકશાન થયું હોવાનું અનુમાન છે.

એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

આગ વિકરાળ થવાથી સુરત શહેરની વરાછા તેમજ પલસાણા અને કામરેજની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ફાયર વિભાગના જવાનોએ 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવીને કુલિંગ પ્રક્રિયા શરુ કરી હતી.

ફેબ્રિક યાર્ન બનાવતી કંપનીમાં લાગી આગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.