ETV Bharat / city

ગૂજરાત વિદ્યાપીઠથી સેવાર્થે સુરત આવેલા 15 મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી

author img

By

Published : Aug 3, 2020, 10:14 PM IST

tied rakhi to corona patient
tied rakhi to corona patient

ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદથી સેવાર્થે સુરત આવેલા 15 મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી હતી. સગી બહેનો સાથે વીડિયો કોલથી વાત પણ કરાવી હતી. સિવિલના મહિલા તબીબો, નર્સો અને મહિલા કાઉન્સેલરોએ દર્દી ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવાની સાથે જીવનરક્ષક માસ્ક અર્પણ કર્યા હતા. મહિલા આરોગ્ય સેનાનીઓએ રાખડી બાંધવા સાથે માસ્ક પહેરાવી ભાઈઓની સલામતીની કામના કરી હતી.

સુરત: રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેન પોતાના ભાઈને રેશમના તાંતણે રાખડી બાંધી વ્હાલા ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. કોરોના મહામારીની વિકટ સ્થિતિમાં પરિવારથી દૂર રહી દર્દીઓની સેવા કરતા મહિલા આરોગ્ય સેનાનીઓએ દર્દી ભાઈઓને બહેનની હુંફ આપી રક્ષાસૂત્ર બાંધ્યા હતા.

કોરોના દર્દી સાથે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદથી સેવાર્થે આવેલા 15 મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કોવિડ હોસ્પિટલમાં જ કરી દર્દી ભાઈઓ સાથે આત્મીયતા દર્શાવી હતી. આ ઉપરાંત તેમની સગી બહેનો સાથે વીડિયો કોલથી વાત પણ કરાવી હતી. દર્દીઓને જરાય એકલતા ન લાગે એ માટે ‘અમે તમારી જ બહેનો છીએ અને સતત તમારી સાથે છીએ, જરાય ચિંતા ન કરશો’ એવો સધિયારો પણ આપ્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠથી સેવાર્થે સુરત આવેલા 15 મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી

સિવિલ હોસ્પિટલમાં દર્દીભાઈઓને બહેનની ખોટ ન વર્તાય તે માટે નર્સિંગ બહેનો અને મહિલા તબીબોએ બહેનોની ભૂમિકા નિભાવી હતી અને તેમના સારવાર માટે ખડેપગે રહેતી હતી. આ કોરોના યોદ્ધાઓએ સોમવારે રક્ષા કવચ બની દર્દીઓનું રક્ષણ કરવાનો કોલ આપ્યો હતો. વીડિયો કોલથી સગી બહેનો સાથે વાત કરતી વેળાએ અનેક દર્દી ભાઈઓની આંખો ભીની થતાં સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદથી સુરત સેવાર્થે આવેલા મહિલા કાઉન્સેલરો કોવિડ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક ખાતે 24 કલાક માટે કાઉન્સેલિંગ અને દર્દીઓના પરિજનોની મદદ માટે કાર્યરત છે. ત્યારે મહિલા કાઉન્સેલર કોમલબેન કેવડિયાએ જણાવ્યું હતું કે, દર્દીભાઈઓને એકલા અટૂલા હોવાનો અહેસાસ ન થાય તે માટે આજના પવિત્ર રક્ષાબંધનના દિવસે અમે સિવિલ હોસ્પિટલના મહિલા તબીબો, નર્સ બહેનો સાથે મળી દર્દીઓના બહેન બનીને રક્ષારૂપી રાખડી બાંધી છે.

tied rakhi to corona patient
કોરોના યોદ્ધાઓએ સોમવારે રક્ષા કવચ બની દર્દીઓનું રક્ષણ કરવાનો કોલ આપ્યો

આ ઉપરાંત રાખડીની સાથે દર્દીભાઈઓને માસ્ક આપીને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. કોરોનાની સ્થિતિમાં રાખડીની સાથે માસ્ક પણ એટલું મહત્વનું છે, જે ભાઈની રક્ષા કરી શકે છે. સર્વે દર્દી ભાઈઓને સ્વસ્થ થઈને ઘરે ગયા પછી પણ માસ્કનો ભૂલ્યા વિના ઉપયોગ કરવાનું વચન પણ માગ્યું હતું.

tied rakhi to corona patient
રક્ષાબંધનની ઉજવણી કોવિડ હોસ્પિટલમાં જ કરી દર્દી ભાઈઓ સાથે આત્મીયતા દર્શાવી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.