ETV Bharat / city

દાદરા નગર હવેલીના કરાડ ગામે ઘરમાં લાગી આગ

author img

By

Published : Mar 31, 2021, 9:48 PM IST

પરિવાર ગામ બહાર ગયોને ઘરમાં આગ લાગી
પરિવાર ગામ બહાર ગયોને ઘરમાં આગ લાગી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કરાડ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી. શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના મકાનમાં આગ લાગતા ઘરમાં રાખેલું તમામ રાચરચીલું અને અનાજ સહિત તમામ દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા છે.

  • પરિવાર ગામ બહાર ગયોને ઘરમાં આગ લાગી
  • આગમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ
  • પંચાયતના ઉપપ્રમુખે મદદની આપી ખાતરી

સેલવાસ: દાદરા નગર હવેલીના કરાડ વિસ્તારમાં આવેલા પ્લોટ ફળિયામાં એક શ્રમજીવી પરિવારના ઘરમાં આગ લાગી ગઈ હતી. આગમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતાં ગરીબ દંપતી પાસે હવે માત્ર પહેરેલાં કપડાં જ બચ્યા છે. જોકે સદનસીબે આ ઘટનામાં પરિવારજનો ઘરમાં હાજર નહીં હોવાથી તમામનો બચાવ થયો હતો.

પંચાયતના ઉપપ્રમુખે મદદની આપી ખાતરી

આ પણ વાંચો: ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં બંધ મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાખ

અન્ય સરકારી દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા

કરાડ ગામમાં આગની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસને કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલી તમામ ઘરવખરી, અનાજ ઘરના સભ્યોના કપડાં, બાળકોની સ્કુલ બેગ, પુસ્તકો, પરિવારના સભ્યોના ઓળખકાર્ડ સહિતના અન્ય સરકારી દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા.

શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે પરિવાર

જોકે સદનસીબે ઘરમાં આગ લાગી એ વખતે ઘરના સભ્યો બીજા ગામ ગયા હતા. આથી આ ઘટનામાં પરિવારના સભ્યોને કોઈ ઈજા કે જાનહાની થઇ નથી, પરંતુ રસ્તાની બાજુમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા આ ગરીબ શ્રમજીવી પરિવારના ઘરમાં આગને કારણે તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ જતા હવે માત્ર પરિવારના સભ્યોએ પહેરેલાં કપડાં જ બચ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં મોડી રાત્રે રહેણાંક મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાખ

પહેરેલા કપડાં સિવાય બધું જ બળીને ખાખ

આવી અણધારી પરિસ્થિતિથી પરિવાર નોંધારો બન્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પંચાયત અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ પણ ઘરની મુલાકાત લીધી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને તેની જાણ કરી હતી. પરિવારની દયનીય સ્થિતિ જોતા દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ આ પરિવારને જરૂરી મદદ મળે તેવા પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી રહ્યા છે. ઘરમાં આગ લાગવાને કારણે પરિવારે પહેરેલા કપડા અને ઘરની ચાર દીવાલો સિવાય બીજું કંઈ જ બચ્યું ન હોવાથી પરિવારની સ્થિતિ દયનીય બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.