ETV Bharat / city

વણવપરાયેલી ગ્રાન્ટ : રાજકોટ જિલ્લા પંચાયતની 21 કરોડની ગ્રાન્ટમાંથી આટલી જ રકમ ખર્ચી?

author img

By

Published : Jun 21, 2022, 5:43 PM IST

વણવપરાયેલી ગ્રાન્ટ :  રાજકોટ જિલ્લા પંચાયતની 21 કરોડની ગ્રાન્ટમાંથી આટલી જ રકમ ખર્ચી?
વણવપરાયેલી ગ્રાન્ટ : રાજકોટ જિલ્લા પંચાયતની 21 કરોડની ગ્રાન્ટમાંથી આટલી જ રકમ ખર્ચી?

રાજકોટ જિલ્લા પંચાયતની ફાળવેલી ગ્રાન્ટોમાંથી માત્ર 0.41 ટકા જ ગ્રાન્ટ વાપરવામાં આવી છે. ત્યારે હવે વણવપરાયેલી ગ્રાન્ટ (Unused grant) બાબતે પંચાયતપ્રધાન બ્રિજેશ મેરજાની (Panchayat Minister Brijesh Merja) હાજરીમાં પંચાયત સંમેલન (Panchayat Samelan) યોજાશે.

રાજકોટ-સામાન્ય રીતે ગ્રાન્ટ ન હોય અને વિકાસકામો ન થતા હોય તે સમજી શકાય. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતે સ્વભંડોળની અધધધ 21.50 કરોડની ગ્રાન્ટ હોવા છતાં હજુ સુધીમાં સરકારી ચોપડે 8.72 લાખ એટલે કે, 0.41 ટકા જ રકમનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. હવે રાજકોટ જિલ્લા પંચાયત પડી રહેતી વણવપરાયેલી ગ્રાન્ટ (Unused grant) લઈ હરકતમાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત ગામડાના વિકાસ માટે પંચાયત સંમેલન (Panchayat Samelan) યોજશે. જેમાં રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા (Panchayat Minister Brijesh Merja)હાજર રહેશે.

આ પણ વાંચોઃ આ તાલુકા પંચાયતને પ્રજાની સેવામાં નહીં પણ ભ્રષ્ટાચારમાં રસ છે... કૉંગ્રેસે ચડાવી બાંયો

પ્રધાન આપશે માર્ગદર્શન -રાજકોટ જિલ્લાના ગામડાના સરપંચો માટે પંચાયત સંમેલન (Panchayat Samelan) યોજાશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પડી રહેતી વણવપરાયેલી ગ્રાન્ટ (Unused grant) વાપરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથોસાથ ગામડામાં ગ્રાન્ટ ઉભી કરવા માટે માર્ગદર્શન આપશે. ગ્રાન્ટ વાપરવામાં ન આવતી હોવા પાછળ ક્યાંકને ક્યાંક વિભાગોમાં સ્ટાફની અછત અને સંકલનના અભાવનો મુદ્દો કેન્દ્ર સ્થાને આવી રહ્યો છે. પંચાયત સંમેલનેમાં રાજ્યના પંચાયતપ્રધાન બ્રિજેશ મેરજા (Panchayat Minister Brijesh Merja)હાજર રહેશે.

આ પણ વાંચોઃ જિલ્લા પંચાયતના આપના સદસ્યના નામે ખોટા લેટરપેડ પર તંત્રને રજુઆત અને પ્રેસનોટો અપાઈ : સદસ્ય લાલઘૂમ જાણો સત્ય

વિકાસની ગતિ ધીમી -ઉલ્લેખનીય છે કે સિંચાઇ વિભાગમાં 85 ટકા અને બાંધકામ વિભાગમાં 50 ટકા જેટલી સ્ટાફની ઘટ છે. આ બાબતને કારણે એક તબક્કે ગામડાંઓમાં વિકાસની કામગીરી જે ઝડપી ગતિએ થવી જોઇએ તે ન થઇ રહી હોવાની છાપ ઉપસી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની સ્વભંડોળ યોજના અંતર્ગત એપ્રિલ-2022માં રૂ.2150.75 લાખની ગ્રાન્ટ ફાળવવામાં (Unused grant) આવી છે, જેની સામે શિક્ષણ શાખા દ્વારા રૂ.0.01 લાખ, ખેતીવાડી શાખા દ્વારા રૂ.0.60 લાખ, સિંચાઇ શાખા દ્વારા રૂ.2.75 લાખ અને બાંધકામ શાખા દ્વારા રૂ.5.36 લાખ મળી કુલ રૂ.8.72 લાખ (0.41 ટકા)નો ઉપયોગ કરવામાં આવ્યો છે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.