ETV Bharat / city

Underground cable project: તૌકતે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેક્ટ તૈયાર

author img

By

Published : Jul 8, 2021, 2:38 PM IST

Underground cable projec
તૌકતે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેક્ટ તૈયાર

મેં મહિનામાં આવેલા તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone)એ વીજ કંપનીને બોધપાઠ આપ્યો છે. તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલાઓ પડી જવાથી વીજપુરવઠો ખોરવાયો હતો. આથી વીજ કંપનીને 1400 કરોડ રુપિયાનું નુકસાન થયુ હતુ. આથી PGVCLના નવ નિયુકત મેનેજીંગ ડીરેકટર ધિમત વ્યાસ દ્વારા સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ (Underground cable project) તૈયાર કરવામાં આવ્યો છે.

  • તૌકતે વાવાઝોડામાં વીજકંપનીને 1400 કરોડ રુપિયાનું નુકશાન
  • સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ તૈયાર
  • PGVCLના મેનેજીંગ ડીરેકટર ધિમત વ્યાસે તૈયાર કર્યો રોડમેપ

રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone) ના કારણે વીજ કંપનીને સૌથી વધુ અંદાજીત રૂ.1400 કરોડનું નુકશાન થયું છે. આ વાવાઝોડામાં વીજ કંપનીના 3 લાખથી વધુ થાંભલા પડી ગયા હતા. વાવાઝોડાના કારણે વીજ થાંભલાઓ પડી ગયા હોવાથી મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે આ પ્રકારના વાવાઝોડાના કારણે વીજ કંપનીને નુકશાન ન થાય તે માટે હવે સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે.

તૌકતે વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેક્ટ તૈયાર

PGVCLના મેનેજીંગ ડીરેકટર ધિમત વ્યાસે તૈયાર કર્યો રોડમેપ

રાજકોટમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ (Underground cable project) સફળ રહ્યા બાદ હવે સૌરાષ્ટ્રના શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને હવે રાજ્ય સરકારમાં મંજૂરી માટે મુકવામાં આવશે. જેને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓના નાના શહેરોમાં પણ વીજળીની સમસ્યાઓ ઓછી થશે. આ સાથે જ સૌરાષ્ટ્રના પાંચ નવા શહેરોમાં હવે 24 કલાક વીજળી મળી રહે તે માટે PGVCLના નવ નિયુકત મેનેજીંગ ડીરેકટર ધિમત વ્યાસ (Managing Director Dhimat Vyas) દ્વારા રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ

વીજ કંપનીના MD હિંમત વ્યાસે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પાંચ શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. જેના માટે અત્યારથી જ વીજ કંપની દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબકકામાં કુલ 5 શહેરોની પસંદગી કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં આવનારી સંભવીત કુદરતી આફતોમાં શહેરોમાં વીજ પુરવઠો નહી ખોરવાઈ તેવી વ્યવસ્થાનું અમલીકરણ કરવાની વિચારણા ચાલી રહી છે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓએ ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસા ઘટાડ્યા

અન્ડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટમાં 300 કરોડ રુપિયાનો ખર્ચ થાય તેવી સંભાવના

વીજ કંપની દ્વારા શહેરોમાં સુવિધા વધારવા માટે દર વર્ષે બજેટ તૈયાર કરવામાં આવે છે. જે દરમિયાન આગામી બજેટમાં સૌરાષ્ટ્રના પાંચ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે હાલ ધીમે ધીમે શહેરોની પસંદગી પણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અન્ડરગ્રાઉન્ડ કામગીરીના પ્રોજેક્ટમાં રૂ.300 કરોડનો ખર્ચ થાય તેવી સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડામાં જયોતિગ્રામ યોજના હેઠળ હાલ 24 કલાક વીજળી પુરી પાડવામાં આવે છે. તેમજ આગામી દિવસોમાં PGVCL દ્વારા શહેરો તાલુકામાં 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેની યોજના બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાત વીજ નિયમન પંચે વીજદરમાં વધારો મંજૂર કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.