ETV Bharat / city

રાજકોટના વર્ષો જુના પન્નાલાલ ફ્રૂટ્સના આધારસ્તંભ ત્રણેય ભાઈઓનું કોરોનાથી નિધન

author img

By

Published : May 8, 2021, 2:15 PM IST

Rajkot
Rajkot

કોરોનાના કારણે દેશમાં કેટલાય પરિવાર વેરવિખેર થઈ ગયા છે. એવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં ત્રણેય સગા ભાઈઓના માત્ર 20 દિવસમાં કોરોનાના કારણે મોત થયા છે.

  • પરિવાર ચલાવવાની જવાબદારી તેમના વૃદ્ધ પિતા પર આવી ગઈ
  • 20 દિવસમાં 3 ભાઈઓ કોરોનામાં હોમાયા
  • 60 વર્ષના ઓમપ્રકાશભાઈનું કોરોનાના કારણે 13 એપ્રિલે નિધન થયું હતું

રાજકોટઃ રાજકોટમાં વર્ષોથી પન્નાલાલ ફ્રૂટ્સ નામની પેઢી ચલાવતા ત્રણેય ભાઈઓના ખૂબ ટૂંકા ગાળામાં મોત થયા છે. ત્રણ સગા ભાઈઓના માત્ર 20 દિવસમાં કોરોનાના કારણે મોત થયા છે. પરિવારના આધારસ્તંભ મનાતા એવા ત્રણેય ભાઈઓના મોત થયા પરિવાર પર જાણે દુઃખનું આભ ફાટી પડ્યું છે.

આ પણ વાંચો: ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે 20 દિવસમાં 90થી વધુ લોકોનાં મોત

ત્રણેય સગાભાઈઓના એક બાદ એક મોત

રાજકોટના જાગનાથ વિસ્તારમાં પન્નાલાલ ફ્રુટવાળા નામથી વર્ષો જૂની પેઢી ધરાવતા લક્ષ્મણદાસ ભાઈ જસાણીના સૌથી મોટા પુત્ર એવા 60 વર્ષના ઓમપ્રકાશભાઈનું કોરોનાના કારણે 13 એપ્રિલે નિધન થયું હતું. ત્યારબાદ 45 વર્ષના સૌથી નાના ભાઈનું 22 એપ્રિલે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પરિવારના સભ્યો બન્ને ભાઈઓના અવસાનના દુઃખમાંથી બહાર આવે એ પહેલા જ 47 વર્ષીય યશવંતભાઈનું 3 મેના રોજ કોરોનાના કારણે અવસાન થયું હતું.

Rajkot
રાજકોટમાં વર્ષોથી પન્નાલાલ ફ્રૂટ્સ નામની પેઢી ચલાવતા ત્રણેય ભાઈઓના ખૂબ ટૂંકા ગાળામાં મોત થયા

આ પણ વાંચો: દ્વારકામાં પરિવારના મોભીનું કોરોનાથી મોત, બીજા જ દિવસે સમગ્ર પરિવારે કરી આત્મહત્યા

20 દિવસના ટૂંકા ગાળામાં જ ત્રણ ભાઈઓના મોત
રાજકોટમાં વર્ષોથી પન્નાલાલ ફ્રૂટ્સ નામની પેઢી ચલાવતા ત્રણેય ભાઈઓના ખૂબ ટૂંકા ગાળામાં મોત થયા છે. માત્ર 20 દિવસના અંતરે એક જ પરિવારના મોભી મનાતા એવા ત્રણેય ભાઈઓના મોત થયા પરિવાર ચલાવવાની જવાબદારી તેમના વૃદ્ધ પિતા પર આવી ગઈ છે. જ્યારે પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આવી રીતે ઘણા બધા પરિવારના મોભી છીનવાય છે. જ્યારે ઘણા બાળકોની માતા કે પિતા એમ પરિવારના સભ્યો આ કોરોનામાં હોમાયા છે. ત્યારે તમામ લોકો બસ રાહ જોઇને બેઠા છે કે આ કોરોના મહામારી ક્યારે દૂર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.