ETV Bharat / city

Tribute to Lata Mangeshkar: રંગીલા રાજકોટમાં બનશે 'લતા દીદી'નું મંદિર

લતા મંગેશકરના નિધન બાદ રંગીલા રાજકોટના ગાયક કલાકારે તેમની યાદમાં મંદિર (Lata Mangeshkar Temple Rajkot) બનાવવાનો સંકલ્પ કર્યો છે. શહેરના ભુપેન્દ્રભાઈએ પોતાના ઘરે 'લતા દીદી'નું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

Temple of Lata Mangeshkar in Rajkot
Temple of Lata Mangeshkar in Rajkot
author img

By

Published : Feb 8, 2022, 9:29 AM IST

રાજકોટ: ભારત રત્ન અને સંગીત ક્ષેત્રે પોતાના અવાજથી વિશ્વભરમાં એક અલગ ઓળખ ઉભી કરનાર લતા મંગેશકરજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ત્યારે લતાજીના રંગીલા રાજકોટ સાથે ઓન અનેરો નાતો હતો. જ્યારે રાજકોટના અનેક નાના મોટા કલાકાર લતાજી સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હતા. એવામાં તેમનું અવસાન થયા રાજકોટના ગાયક કલાકારે તેમની યાદમાં મંદિર (Lata Mangeshkar Temple built in Rajkot) બનાવવાનો સંકલ્પ કર્યો છે.

રાજકોટમાં લતાજીનું મંદિર બનાવમાં આવશે
રાજકોટમાં લતાજીનું મંદિર બનાવમાં આવશે

આ પણ વાંચો: Lata Mangeshkar Passed Away: દેશની એકમાત્ર કોકિલ કંઠી ગાયિકા 'લતાદીદી'

લતાજીને હાથે મેળવ્યો હતો ગોલ્ડ મેડલ

રાજકોટના વતની એવા ભુપેન્દ્ર વસાવડાએ લતાજીને નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ લતાજીને પ્રથમ વખત ક્યાં મળ્યા તે અંગે જણાવ્યું હતું કે, તેમણે અમદાવાદ ખાતે યોજાયેલા સુગમ સંગીતમાં ભાગ લીધો હતો. તે સમયે લતા મંગેશકર અહીં આવ્યા હતા અને મને તેમની સામે ગીત ગાવાની તક મળી હતી. તે સમયે મારી ઉંમર 12 વર્ષની હતી. લતાજી સામે એકવાર ગીત ગાયા બાદ તેમણે મારુ ગીત પસંદ આવતા મને તેમની પાસે બોલાવીને બીજું ગીત ગવડાવ્યું હતું.

આ પણ વાંચો: લતાજીને તેના ફેન્સ આપી રહ્યાં આ અંદાજમાં શ્રદ્ધાંજલિ

લતાજીના મંદિરનું કરાશે નિર્માણ

બે દિવસ પહેલાં જ લતા મંગેશકરનું સારવાર દરમિયાન નિધન થયુ છે. ત્યારે ખરા અર્થમાં લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભુપેન્દ્રભાઈએ પોતાના ઘરે લતા મંગેશકરનું મંદિર (Temple of Lata Mangeshkar in Rajkot) બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ અંગેનું તેઓ આયોજન પણ કરી રહ્યા છે. આગામી 6 મહિનામાં તેઓ લતાજીનું મંદિર બનાવીને તેમાં મૂર્તિની સ્થાપના કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પ્રથમ વખત લતા મંગેશકરનું મંદિર બનાવવાનો સંકલ્પ કોઈ દ્વારા કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.