સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPSના કોર્ષને લઇને સર્જાયો વિવાદ

author img

By

Published : Sep 12, 2022, 10:42 AM IST

Updated : Sep 12, 2022, 11:06 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્ષ શરૂ કરશે. જેમાં સ્વામિનારાયણ સપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહારણો અપાશે. જેને લઇને વિવાદ સામે આવ્યો છે.

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓની વિવાદસ્પદ ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવતા વર્ષથી BAPS નો કોર્ષ ચાલું કરશે. સનાતન ધર્મ સામે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોની ટિપ્પણીઓથી સર્જાયેલા વિવાદની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં BAPS સંસ્થાએ તૈયાર કરેલો ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ આગામી વર્ષથી ફરજિયાત કરવામાં આવ્યો છે.

સૌથી પહેલા પ્રોફેસરોને શીખવવામાં આવશે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરવામાં આવ્યો છે. આ મામલે યુનિવર્સિટીના રજીસ્ટારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. સોફ્ટ સ્કિલના નામે યુવાઓને વિદ્યાર્થીકાળથી જ સ્વામિનારાયણ ધર્મ શીખવવામાં આવશે. સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે તે સૌથી પહેલા કોલેજોના પ્રોફેસરોને શીખવવામાં આવશે અને બાદમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓને શીખવશે. પ્રોફેસર માટે અત્યારથી જ વર્કશોપ શરૂ કરી દેવાયા છે.

સિલેબસના પુસ્તકની કિંમત રુપિયા 220 ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના ઈતિહાસ, સંપ્રદાયના સંતોના ઉદાહારણો અને વક્તવ્યો છે. સાથે અલગ અલગ મહાનુભાવોના ફોટા અને ક્વોટ છે. BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોર્સ શીખવવા માટે કોઇ લાયકાત નક્કી કરાઈ નથી. વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે. સિલેબસના એક પુસ્તકની કિંમત 220 રૂપિયા છે.

BAPS દ્વારા તૈયાર કરાયેલ કોર્સને ફરજિયાત કરાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત 250 કરતા પણ વધુ કોલેજો છે. જેમાં દર વર્ષે 60 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા BAPS દ્વારા તૈયાર કરાયેલ કોર્સને ફરજિયાત કરવામાં આવ્યો છે. ભગવાન મહાદેવ, શ્રીકૃષ્ણ, બ્રહ્માજી પર કરેલા વિવાદિત નિવેદનોથી ભારે રોષ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે અને વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે તેવો પરિપત્ર રજિસ્ટ્રાર એ.એસ. પારેખે 9 સપ્ટેમ્બરે બહાર પાડ્યો છે.

Last Updated :Sep 12, 2022, 11:06 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.