ETV Bharat / city

GPSCની પરીક્ષા સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

author img

By

Published : Mar 20, 2021, 9:02 PM IST

GPSC
GPSC

GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇ પણ જાતની અડચણ ન આવે અને પરીક્ષામાં થતી ગેરરીતિ અટકે, કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે.

  • પોલીસ કમિશનરે કર્યો GPSCની પરીક્ષા સંદર્ભે પરીક્ષા કેન્દ્રો આસપાસ પ્રતિબંધક હુકમ
  • રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું
  • પરીક્ષા કેન્દ્ર બહાર લોકોને એકઠા થવા પર પ્રતિબંધ

રાજકોટ : GPSC દ્વારા ગુજરાતી વહીવટી સેવા વર્ગ-1 અને 2 તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2ની પ્રીલીમિનરી પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્‍દ્રો પૈકી રાજકોટ શહેર પોલીસ કમિશન રેટ વિસ્તારના કુલ – 49 પરીક્ષા કેન્‍દ્રોમાં 21 માર્ચ, 2021ના રોજ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇ પણ જાતની રૂકાવટ ન આવે અને પરીક્ષામાં થતી ગેરરીતિ અટકે, કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પણ વાંચો - GPSCની પરીક્ષા રવિવારે રાબેતા મુજબ લેવાશે

કઇ કઇ બાબતો પર પ્રતિબંધ

  • પરીક્ષા કેન્દ્ર બહાર લોકોને એકઠા થવા પર પ્રતિબંધ
  • સમગ્ર શહેરમાં આવેલ પરીક્ષા કેન્દ્રો, જે-જે શાળાનાં મકાનોમાં પરીક્ષા લેવાશે, તેવા કેન્‍દ્રોના કમ્‍પાઉન્‍ડમાં તેમજ તેની આસપાસનાં 100 મીટરનાં વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓના એકત્રિત થવા પર પ્રતિબંધ
  • ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા કે લાવવા પર પ્રતિબંધ
  • ચાર કે તેથી વધારે માણસોના ભેગા થવા તેમજ પરીક્ષાર્થીઓને કેન્‍દ્રમાં મોબાઇલ રાખવા પર પ્રતિબંધ
    મનોજ અગ્રવાલ
    રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું

કોને આ જાહેરનામુ લાગુ નહીં પડે?

આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે, વ્યકિત સમુહ તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલા તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ તેમજ સરકારી કર્મચારીઓ, લગ્‍નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં. અન્‍યો સામે હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - રાજકોટમાં 5 હજાર કરતા વધુ ઉમેદવારોએ GPSCની પરીક્ષા આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.