ETV Bharat / city

પેટાચૂંટણીમાં હાર થતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા: શક્તિસિંહ

author img

By

Published : Nov 7, 2021, 6:09 PM IST

રાજ્યસભાના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે (Rajya Sabha MP Shaktisinh Gohil) પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol and diesel prices) અંગે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. ખરેખર ઇતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ ડીઝલનો ભાવ રૂ.100ને પાર પહોંચ્યો હતો.

પેટાચૂંટણીમાં હાર થતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા: શક્તિસિંહ
પેટાચૂંટણીમાં હાર થતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા: શક્તિસિંહ

  • પેટાચૂંટણીમાં હાર થતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા: શક્તિસિંહ
  • ગુજરાતના સંગઠનમાં માથું નથી મારતો: શક્તિસિંહ
  • કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી જોઈએ

રાજકોટઃ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ (Rajya Sabha MP Shaktisinh Gohil) આજે રાજકોટની મુલાકાતે હતા, ત્યારે તેમને રાજકોટના સર્કિટ હાઉસમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે નવાવર્ષને લઈને શુભેચ્છા મુલાકાત કરી હતી. જ્યારે શક્તિસિંહને મળવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પૂર્વ મનપા વિપક્ષી વશરામ સાગઠિયા સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે શક્તિસિંહે રાજકોટમાં મીડિયાને સંબોધનમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol and diesel prices) અંગે હજુ પણ સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તેવી માંગ કરી હતી.

પેટાચૂંટણીમાં હાર થતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા: શક્તિસિંહ

પેટાચૂંટણી હાર થતા સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડયા

રાજ્યસભાના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણી ભાજપની હાર થતા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી, જે પણ નજીવી છે. ખરેખરમાં ઇતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ ડીઝલના ભાવ રૂ.100ને પાર પહોંચ્યા હતા. અગાઉ કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ દિવસ પેટ્રોલ ડીઝલના ભાવ આ પ્રકારના નહોતા. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા છે છતાં પણ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધુ છે.

ગુજરાતના સંગઠનમાં માથું નથી મારતો: શક્તિસિંહ

આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પણ ઘણા જ ફેરફાર થવાના છે. પ્રદેશ પ્રમુખ સહિતના ચહેરા બદલાવાના છે. જે અંગેની મીડિયા સાથેની વાતચીતમાં શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે, હું ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં માથું નથી મારતો મને હાઇકમાન્ડ દ્વારા જે પ્રભારીની જવાબદારી આપવામાં આવી છે તે હું કરી રહ્યો છું. જ્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી હાલ સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરી રહ્યા છે. જે અનુભવી પણ છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી જોઈએ

શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે, હાલ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પર સાવ સામાન્ય એક્સાઇઝ ડ્યુટી ઘટાડાઈ છે. જ્યારે ભાજપ શાસિત રાજ્યો દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી જોઈએ. કોંગ્રેસ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં જે એક્સાઇઝ ડ્યુટી હતી તેના કરતાં વર્તમાન સરકાર બમણા ટેક્સ લઈ રહી છે. જેના કારણે મોંઘવારીમાં સતત વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.