ETV Bharat / city

રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા

author img

By

Published : Apr 11, 2021, 11:35 AM IST

રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા
રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા

રાજ્યામાં વધતા કોરોનાના કહેરને લઈને રાજકોટમાં હાલ અલગ-અલગ જગ્યાએ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. આ સાથે, શહેરમાં રાજ્ય સરકારે 10 હજાર જેટલા ઇન્જેક્શન રાજકોટને ફાળવ્યા છે. જેમાં 7000 સરકારી અને 2000 ખાનગી તેમજ 1000 ગ્રામ્ય વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ઇન્જેક્શન રાજકોટ જિલ્લાને આપવામાં આવ્યા છે.

  • રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોમાં જોરદાર ઉછાળો
  • કોરોના ટેસ્ટીંગ માટે મનપા દ્વારા બુથ ઉભા કરવામાં આવ્યા
  • 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન રાજકોટને ફાળવ્યા

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજકોટમાં હાલ અલગ-અલગ જગ્યાએ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે, લોકો પણ મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટીંગ બુથનો લાભ લઇને રેપિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. જેને લઈને ETV ભારત દ્વારા રાજકોટના રૈયા ચોકડી નજીકના બુથની મુલાકાત કરવામાં આવી હતી. અહીં બપોરના સમયે લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે જ લાંબી કતાર લગાવી બેઠા હતા. હાલ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગ માટે મનપા દ્વારા બુથ ઉભા કરવામાં આવ્યા છે. જેનો શહેરીજનો પણ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા

આ પણ વાંચો: સુરતમાં હોસ્પિટલની બહાર રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાગી લાંબી કતાર

રાજકોટમાં 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા

કોરોનાની સારવાર દરમિયાન રેમડેસીવીર ઇન્જેક્શન ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ત્યારે, રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે 10 હજાર જેટલા ઇન્જેક્શન રાજકોટને ફાળવ્યા છે. જેમાં 7000 સરકારી અને 2000 ખાનગી તેમજ 1000 ગ્રામ્ય વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ઇન્જેક્શન રાજકોટ જિલ્લાને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની મુલાકાત લીધી હતી. તે દરમિયાન, રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેનો તાગ અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો.

રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા
રાજકોટમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતાર, 10 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવાયા

આ પણ વાંચો: ગુજરાતને વધુ નવા 24,687 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.