ETV Bharat / city

લલિત વસોયાએ અલ્પેશ કથીરિયા રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન આપ્યું

author img

By

Published : Oct 14, 2022, 8:33 PM IST

લલિત વસોયાએ અલ્પેશ કથીરિયા રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન આપ્યું
લલિત વસોયાએ અલ્પેશ કથીરિયા રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન આપ્યું

રાજકોટમાં ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પાસ નેતા અલ્પેશ કથીરિયા વિશે નિવેદન ( Lalit Vasoya Statement on Alpesh Kathiriya ) આપ્યું હતું. વસોયા (Congress MLA Lalit Vasoya) એ અલ્પેશ કથીરિયા ( Alpesh Kathiriya ) રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન આપ્યું હતું.

રાજકોટ ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએં પાસ નેતા અલ્પેશ કથીરિયા રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન ( Lalit Vasoya Statement on Alpesh Kathiriya ) આપ્યું હતું. વસોયા (Congress MLA Lalit Vasoya) એ જણાવ્યું હતું કે અલ્પેશ સાથે મારે વાત થઈ છે અને તેણે કહ્યું છે કે સરકાર જો મારી માગણીઓ સ્વીકારશે તો હું ભાજપમાં જવા વિચારીશ. અલ્પેશ કથીરિયાને રાજનીતિમાં ( Gujarat Assembly Election ) આવવા માટે આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પાર્ટીએ આમંત્રણ આપ્યું છે તેવું મને અલ્પેશે કહ્યું છે.

અલ્પેશ કથીરિયા રાજનીતિમાં જોડાશે કે નહીં તે અંગે નિવેદન આપ્યું

અલ્પેશનો ભાજપમાં જવા વિશે વિચાર લલિત વસોયા (Congress MLA Lalit Vasoya) એ વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશની એવી માગણીઓ છે કે પાટીદાર સમાજના 14 યુવાનો શહીદ થયા તેના પરિવારમાંથી કોઈ એકને સરકારી અને અર્ધસરકારી નોકરી આપવી અને પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવા. આ બન્ને માગણી સ્વીકારવા સરકારે જેતે સમયે ખાતરી આપી હતી. પરંતુ તેનું પાલન કરવામાં આવ્યું નથી. એનું પાલન કરવામાં આવશે તો હું ભાજપમાં જવાનું વિચારીશ એવું અલ્પેશનું કહેવાનું ( Lalit Vasoya Statement on Alpesh Kathiriya ) છે.

અલ્પેશની માગણી વિશે કહ્યું વસોયા (Congress MLA Lalit Vasoya) એ વધુમાં જણાવ્યું હતું કે જો અલ્પેશની માગણી અને પાટીદાર સમાજની માગણી સરકારે સ્વીકારવી હોત તો 2015 ની આ વાત આજે 2022માં 7 વર્ષ પૂરા થવામાં છે. સરકારે આ વાત સ્વીકારી નથી એના પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની પાટીદાર સમાજ પ્રત્યેની ઘૃણા છે. જેને લઈને પાટીદાર સમાજ સામેનો રોષ છે એટલા માટે આ કેસો પરત ખેંચતા નથી.

મોદીની ખોડલધામ મુલાકાત વિશે બોલ્યાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA Lalit Vasoya) એ વધુમાં જણાવ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે 19 ઓક્ટોબરે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે ( PM Narendra Modi to visit Rajkot ) આવે છે. ત્યારે તેઓ ખોડલધામ ( Khodaldham ) માં ધ્વજા ચડાવે તેવો કાર્યક્રમ રાખે એના માટે ખોડલધામ સમિતિએ આમંત્રણ આપ્યું છે. ત્યારે દરેક વર્ગ કે સમાજ આ દેશના વડાપ્રધાનને આમંત્રણ આપવાનો અધિકાર ધરાવે છે. એ રીતે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે હવે જોઈએ કે વડાપ્રધાન આ આમંત્રણનો સ્વીકાર કરે છે કે નહીં તેવું જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.