ETV Bharat / city

કોરોનામાં માનસિક રીતે સ્વસ્થ્ય રહેવુ ખુબ જ જરૂરી

author img

By

Published : May 27, 2021, 8:45 AM IST

yy
કોરોનામાં માનસિક રીતે સ્વસ્થ્ય રહેવુ ખુબ જ જરૂરી

કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓ માનસિક રીતે ભાંગી પડતા હોય છે અને તે ન વિચારવાનું પણ વિચારી પોતાના માનસિક સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડે છે. રાજકોટમાં એવા 2 કિસ્સાઓ જોવા મળ્યા જ્યા મનોવિજ્ઞાનિકે દર્દીઓને કાઉન્સેલિંગ આપી તેમને કોરોના સામે લડવાની શક્તિ આપી હોય.

  • કોરોનાની સારવારમાં માનસિક સારવાર પણ એટલી જ જરૂરી
  • કોરોનાને કારણે માનસિક રીતે ભાંગી પડે છે દર્દીઓ
  • કાઉન્સેલિંગ થેરાપી દ્વારા ઘણી રાહત મળે છે

રાજકોટ: કોરોના (Corona) દર્દીઓને સ્વસ્થ થવા માટે માત્ર સારવાર નહીં પણ મજબુત મનોબળ પણ જરૂરી છે. મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞોના કાઉન્સેલિંગ થેરાપી દ્વારા દર્દીઓને માનસિક મનોબળ પૂરું પડાતા દર્દીઓ સ્વસ્થ થવામાં ઉપીયોગીતાની કિસ્સાઓ જોઇએ તો જણાય કે કાઉન્સેલિંગ થેરાપીમાં અપાતી રીલેકસેશન ટેક્નિક, સજેશન ટેક્નિક કોરોનાના દર્દીઓમાં કારગત નીવડી છે.

દર્દી બાયપેપ પર હતા અને ઓક્સિજન 80 હતું

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. હસમુખ ચાવડા પોતાના વતન સુરેન્દ્રનગરના ખેરાળી ગામમાં ગયા હતા. ત્યાં ડો. ભરત સોલંકીએ હસમુખ ચાવડાને કહ્યું કે મારા એક દર્દીને માનસિક સધિયારાની જરૂર છે આપ આવો અને તેમને માનસિક હૂંફ આપો. ડો. હસમુખ ચાવડા ડોક્ટરના કહ્યા પ્રમાણે આઈ. સી. યુ વોર્ડમાં દર્દીને મળવા ગયા. દર્દી ઓક્સિજન ઉપર હતા, બાયપેપ પર હતા ત્યારે તેનું ઓક્સિજન 80 આવતું હતું. ડો. હસમુખ ચાવડાએ કાઉન્સેલિંગ થેરાપી રીલેકસેશન ટેક્નિક આપી ત્યારે તેમનું ઓક્સિજન 88-90 આજુબાજુ આવવા લાગ્યું. આ જોઈને ડોકટરના મિત્રએ હસમુખ ચાવડાને અભિનંદન આપ્યા હતા.ત્યારબાદ તે દર્દી આઇસીયુમાંથી નોર્મલ બેડ પર આવી ગયા અને હાલ તેઓ ઓક્સિજન વગર પોતાના શ્વાસોશ્વાસ મેન્ટેન કરે છે.

આ પણ વાંચો : આ શિયાળામાં યોગથી સ્વયંને સ્વસ્થ રાખો


પિતાનું અવસાન થતાં થયું કે હું પણ સવાર સુધીમાં મરી જઈશ

બીજો એવો કેસ એક શિક્ષિત વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ હતી, તેનાં પિતાનું અવસાન થયું હતું. તે દર્દી એવું માનવા લાગ્યો હતો કે હું પણ સવાર સુધીમાં મરી જઈશ. તેમણે ડો. જોગસણનો સંપર્ક કર્યો. ડો. જોગસણે રાત્રે 11 વાગ્યાથી વાતચીત શરૂ કરી, થોડા થોડા અંતરના આરામ પછી વાતચીત રાતના 2.30 સુધી શરૂ રાખી. રાત્રે રિલેક્શેશન ટેક્નિક આપીને તેમને સુવડાવી દીધા. ડોકટરને સુચન કર્યું કે સવારે તેઓ જાતે જાગે નહીં ત્યાં સુધી તેમને સુવા દેશો. તે દર્દી બીજે દિવસે સવારે 11.30 આજુબાજુ જાગ્યા. રાત્રે સુતા ત્યારે તેમને ઓટોસજેશન સાથે કહેલું કે જાગતાની સાથે જ ફોન કરે. તેણે ફોન કર્યો કે જોગસન સાહેબ હું જાગી ગયો. ત્યારે ડો.યોગેશ જોગસણે તેમને જણાવ્યું કે સવાર સુધી તમે જીવવાના નહોતા, આ તો બપોર થયું. તમને કાંઈ જ થવાનું નથી. ફરી ઓટો સજેશન ટેક્નિક દ્વારા તેમનામાં હિંમત પૂરી. તેમનો મૃત્યુનો ભય દૂર થયો અને આજે પરિવાર સાથે આરામથી જીવન જીવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.