ETV Bharat / city

મોંઘવારીનો માર: ખાદ્ય તેલ જનતાનું નીકાળી રહી છે તેલ

author img

By

Published : Jul 5, 2021, 12:54 PM IST

Updated : Jul 5, 2021, 5:20 PM IST

tel
મોંઘવારીનો માર: ખાદ્ય તેલ જનતાનું નિકાળી રહી રહી છે તેલ

કોરોનાની બીજી લહેર(Second Wave Of Corona) પછી ધંધા પાછા પાટે ચડી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોની પણ ફરી એક વાર આવક ચાલુ થઈ છે પણ તે સામે દરેક વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને પ્રજા ત્રાસી ગઈ છે અને હાલમાં રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે.

  • મોઘવારીનો વધુ એક ફટકો રાજકોટ વાસીઓને
  • ખાદ્ય તેલના ભાવમાં વધારો
  • તેહવારોને કારણે ભાવમાં વધારો

રાજકોટ: મોંઘવારીનો માર સહન કરતી જનતા માટે માથે વધુ એક બોજો વધ્યો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલમાં ડબ્બે રૂપિયા 30નો જ્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો નોંધાયો છે. જેને લઇને સામાન્ય અને મધ્યમવર્ગના લોકોનું જીવવું હવે મુશ્કેલ બની ગયું છે. અત્યારે રાજ્યમાં વરસાદ પણ પાછો ખેંચાયો છે. આગામી દિવસોમાં સાતમ-આઠમનો તહેવાર પણ નજીક છે એવામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થવાને લીધે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એવું અનુમાન છે કે હાલ મગફળીના ભાવ પણ વધી રહ્યા છે તેની પણ સિંગતેલના ભાવ ઉપર અસર પડતી હોય છે.

સીંગતેલનો ડબ્બો રૂપિયા 2430ની સપાટીએ પહોંચ્યો

એક તરફ ચોમાસુ રાજ્યમાં શરૂ થયુ છે, પણ વરસાદ ખેંચતા અને આગામી દિવસોમાં આવનાર સાતમ આઠમના તહેવાર દરમિયાન ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા
મળી રહ્યો છે. ગઈ કાલે સિંગતેલમા રૂપિયા 30નો વધારો થયો છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 2430ની સપાટીએ પહોંચ્યો છે. ગયા અઠવાડિયે જ સીંગતેલ સહિતના ખાદ્યતેલમાં રૂપિયા 100થી લઈને 200 સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાલુ સપ્તાહમાં તેલના ભાવ વધતા લોકોમાં પણ રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : સતત વધી રહેલી મોંઘવારીને લઇને આમઆદમી પાર્ટીના કાર્યકરોએ આપ્યું કલેક્ટરને આવેદનપત્ર

કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 40નો થયો વધારો

સીંગતેલના ભાવ વધવાની સાથે કપાસિયા તેલમાં ઓન ભાવ વધારો નોંધાયો છે. હાલ ભાવ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો થયો છે જેની સાથે પામતેલમાં પણ ધીમો સુધારો રાજકોટ બજારમાં જોવા મળ્યો હતો. સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધતા દૂધ પછી તેલના ભાવ વધારાનો ડામ સહન પણ જનતાએ સહન કરવો પડશે.
કપાસિયા તેલનો નવો ડબ્બો રૂપિયા 2300ની આસપાસ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : સાત દિવસ બાદ ડીઝલના ભાવમાં ફરી વધારો, જાણો શું છે આજનો ડીઝલનો ભાવ

જન્માષ્ટમીના તહેવારોની અસર દેખાઈ

તેલના વધતા જતા ભાવ અંગે વેપારીઓનું માનવું છે કે કપાસિયા અને સિંગતેલના ભાવ પામતેલમા આયાત ટેરિફના ભાવમાં 5 ટકાનો ઘટાડો કરાયો હતો અને તેના કારણે બજારમાં ગભરાટ હોવાના કારણે બંને તેલના ભાવ ઘટી રહ્યા હતા. છેલ્લા ચાર માસમા સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 350 અને કપાસિયા તેલમાં રૂપિયા 250 ઘટી ગયા હતા. જ્યારે સામે ઘરાકી પણ ઓછી હતી. હવે ટેરિફ દર વધુ ઘટે તેવી સંભાવના નથી સામે તહેવારોની પણ ડિમાંડ જોવા મળી રહી છે. ખાસ કરીને સાતમ આઠમના તહેવારોમા સૌરાષ્ટ્રમા ખાધ્યતેલની ડિમાંડ વધી જતી હોય છે જેની પણ બજારના સેન્ટીમેન્ટ ઉપર અસરો પડતી હોય છે.

Last Updated :Jul 5, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.