ETV Bharat / city

રાજકોટમાં એક વ્યક્તિના 50 હજાર ખોવાયા, પોલીસે ગણતરીના કલાકમાં શોધી પરત કર્યા

author img

By

Published : Feb 12, 2021, 12:14 PM IST

રાજકોટમાં એક વ્યક્તિના 50 હજાર ખોવાયા, પોલીસે ગણતરીના કલાકમાં શોધી પરત કર્યા
રાજકોટમાં એક વ્યક્તિના 50 હજાર ખોવાયા, પોલીસે ગણતરીના કલાકમાં શોધી પરત કર્યા

રાજકોટની માલવીયાનગર પોલીસ સ્ટેશનની ટીમએ ઉમદા કામગીરી કરી હતી. રાજકોટની માલવીયાનગર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બીગ બાઝાર પાસે એક વ્યકિત કંઇક શોધતો હોય તેવું પોલીસને જણાઈ આવ્યું હતું. થોડી આગળ જતા તેઓને જાણ થઈ હતી કે, તેના રૂપિયા પડી ગયા હતા જેથી તે તેના રૂપિયા અહીં શોંધી રહ્યો હતો.

  • સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી રૂપિયા 50,000 ઉપાડયા
  • CCTV કેમેરાને આધારે રૂપિયા પરત મળ્યા
  • પોલીસની મદદથી રૂપિયા પરત મળ્યા

રાજકોટ: રાજકોટની માલવીયાનગર પોલીસ સ્ટેશનની પી. સી.આર. વાન માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બીગ બાઝાર પાસે પહોંચતા એક વ્યકિત જાહેર રોડ ઉપર પોતાનું મોટર સાયકલ રાખીને કંઇક શોધતા હોય તેવું પોલીસને જણાઈ આવ્યું હતું. થોડે આગળ જતા તેઓને જાણ થઈ હતી કે તેના રૂપિયા પડી ગયા હતા જેથી પોતે અહીં શોધતા હતા.

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી રૂપિયા 50,000 ઉપાડયા હતા

બીગ બાઝાર પાસે પહોંચતા એક વ્યકિત જાહેર રોડ ઉપર પોતાનું મોટર સાયકલ રાખીને કંઇક શોધતા હોય તેવું પોલીસને જણાઈ આવ્યું હતું. થોડે આગળ જતા તેઓને જાણ થઈ હતી કે તેના રૂપિયા પડી ગયા હતા જેથી પોતે અહીં શોધતા હતા. જેને લઈને પી.સી.આર. વાનના ઇન્ચાર્જ સિધ્ધરાજસિંહ સતુભા જાડેજા તે વ્યકિત પાસે ગયા હતા. ત્યારે આ વ્યકિતએ પોતાનું નામ મોહનભાઇ હાપલીયા હોવાનું પોલીસને કહ્યું અને પોતે બીગ બાઝાર ચોકમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી રૂપિયા 50,000 ઉપાડયા હતા. જેને પોતે એક થેલીમાં રાખી પોતાનું મોટર સાયકલ લઇને નીકળ્યા હતા. પંરતુ થોડે આગળ જતા તેઓને જાણ થઈ હતી કે, તેના રૂપિયા પડી ગયા હતા.

વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાને આધારે મળ્યા રૂપિયા

આ સમગ્ર બનાવની જાણ પી.સી.આર. ઇન્ચાર્જે માલવીયાનગરના પો.ઇન્સ. કે.એન. ભુકણને કરી હતી. તેમજ તેમના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ સિધ્ધરાજસિંહ સતુભા જાડેજા તથા ઇન્ચાર્જ ચીરાગભાઇ રમેશભાઇ કલોલાના 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલી દુકાનોમાં CCTV ફુટેજ ચેક કરતા એક રીક્ષા ચાલક આ રૂપિયા ભરેલી થેલી રોડ ઉપરથી લેતા નજરે આવતા હતા. આ રીક્ષા ચાલકના નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા રીક્ષાના માલિકનું નામ સરનામુ મળી આવ્યું હતું. બાદમાં તેના ઘરે જઇને રીક્ષા ચાલકની પુછપરછ કરતા પોતે જણાવ્યું હતું કે જાહેર રોડ ઉપર એક થેલી પડેલી જોવામાં આવતા મેં લઇને મારી રીક્ષામાં રાખી હતી. જેથી મોહનભાઇ હાપલીયાના જાહેર રોડ ઉપર પડી ગયેલા રૂપિયા 50,000 ભરેલી થેલી શોધી તેઓને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.