ETV Bharat / city

કોરોના થતા યાદશક્તિ ગુમાવી, પરિવારે રફીના ગીતો સંભળાવતા થયા સાજા

author img

By

Published : May 29, 2021, 12:41 PM IST

કોરોના થતા યાદશક્તિ ગુમાવી, પરિવારે રફીના ગીતો સંભળાવતા થયા સાજા
કોરોના થતા યાદશક્તિ ગુમાવી, પરિવારે રફીના ગીતો સંભળાવતા થયા સાજા

રાજકોટ રહેતા તુલસીદાસને 15 એપ્રિલના કોરોનાની ગંભીર અસર થઈ, ફેફસા 50 ટકા ડેમેજ થઈ ગયેલા. આ દરમ્યાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયેલા. તેઓ જયારે ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહી હતી. સ્મૃતિ પરત લાવવા તેમની પુત્રી ભાનુબેન જોગિયાએ તેમના ગીત પ્રત્યેના લગાવનો ઉપયોગ કર્યો હતો.

  • રાજકોટ રહેતા તુલસીદાસને 15 એપ્રિલના કોરોનાની ગંભીર અસર થઈ
  • ફેફસા 50 ટકા ડેમેજ થયા હતા
  • જયારે ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહી હતી

રાજકોટ: વાત છે અજમેરના મહોમદ રફી તરીકે જાણીતા તુલસીદાસ સોનીની 80 વર્ષના તુલસીદાસ 60 વર્ષ સુધી અજમેર સહીત અનેક સ્થળોએ સ્ટેજ પર રફીના ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડતા હતા. હાલ રાજકોટ રહેતા તુલસીદાસને 15 એપ્રિલના કોરોનાની ગંભીર અસર થઈ, ફેફસા 50 ટકા ડેમેજ થઈ ગયેલા. આ દરમ્યાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયેલા. તેઓ જયારે ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહી હતી. પરિવારજનોને પણ ઓળખી શકતા નહીં.

આ પણ વાંચો: રાજભવન કોરોના યજ્ઞ: રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 4 વેન્ટિલેટર હોસ્પિટલને કર્યા એનાયત

પુત્રી મોબાઈલમાં રફીનું ગીત સંભળાવતી

તુલસીદાસની સ્મૃતિ પરત લાવવા તેમની પુત્રી ભાવનાબેન જોગિયાએ તેમના ગીત પ્રત્યેના લગાવનો ઉપયોગ કર્યો. તેઓને યુ-ટ્યુબમાંથી રફીનું ગીત સંભળાવી પૂછતાં કે આ ગીત યાદ છે અને તેઓ એ ગીત ઓળખી બતાવે, માત્ર એટલુંજ નહીં ગીત ગાઈ પણ સંભળાવે. બસ પછી તો તેમના પરિવારજનોને સમજાઈ ગયું કે તેમને સંગીતના માધ્યમથી સાજા કરી શકાય તેમ છે. મ્યુઝિક થેરપીના ચમત્કાર આપણે જોયા સાંભળ્યા છે, તો આ થેરાપી પપ્પાને પણ કારગત નીવડશે તે અભિગમ સાથે તેમાં પુત્રી ભાવના રોજ રફીના ગીત સંભળાવે અને ગીત તેમની પાસે ગવડાવતા હતા. ધીરે ધીરે તેમના પપ્પા તુલસીદાસ પરિવારજનોને ઓળખતા થયા. હાલ તેમની તમામ સ્મૃતિ પાછી આવી ગયાનું ભાવનાબેન જણાવે છે.

કોરોના થતા યાદશક્તિ ગુમાવી, પરિવારે રફીના ગીતો સંભળાવતા થયા સાજા

આ પણ વાંચો: હવે સુરતમાં કોરોના દર્દીઓના ઘરે જઈને ઓક્સિજન આપવામાં આવશે, જાણો કઈ રીતે...

સ્મૃતિ મ્યુઝિકના કારણે પાછી આવી : પરિવાર

તુલસીદાસની સ્મૃતિ મ્યુઝિકના કારણે પાછી આવી તેવું તેમના પરિવારજનો માને છે. જેનું એક અન્ય ઉદાહરણ આપતા ભાવનાબેન કહે છે કે, મારો પુત્ર ધ્રુવ જયારે ત્રણ વર્ષનો હતો ત્યારે મગજમાં તાવ ચડી જવાના કારણે તેમના પુત્રની બોલવાની શક્તિ જતી રહેલી. ત્યારે તેમના દાદા તુલસીદાસે મ્યુઝિક થેરાપી આપી હતી. ત્રણ વર્ષ સુધીની મહેનત બાદ ધ્રુવ બોલતા અને ગાતા શીખી ગયેલો તેમ ભાવનાબેન જણાવે છે. પરિવારના મોટાભાગના સભ્યો મ્યુઝિક સાથેનો નાતો ધરાવે છે. ભાવનાબેન સૂફી સંગીત પર PH.D કરી રહ્યા છે. તેમના મોટા બહેન ક્રિષ્ના રાણીંગા પોરબંદર ખાતે શુરભી કલાવૃંદ સંગીતની સંસ્થા ચલાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.