ETV Bharat / city

રાજકોટમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો

author img

By

Published : May 13, 2021, 1:40 PM IST

24 કલાકમાં 39 કોરોનાના દર્દીનાં મોત
24 કલાકમાં 39 કોરોનાના દર્દીનાં મોત

એક સમયે કોરોનાની પરિસ્થિતિ એટલી વણસી હતી કે, અહીં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર કરાવવા વેઇટિંગમાં ઉભું રહેવું પડતું હતું. અત્યારે છેલ્લા 24 કલાકમાં 39 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે તેમજ દર્દીઓની સાજા થવાની ટકાવારી પણ વધી છે.

  • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 39 કોરોનાના દર્દીનાં મોત
  • છેલ્લા 24 કલાકમાં 39 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત
  • દર્દીઓની સાજા થવાની ટકાવારી વધી

રાજકોટ: રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 39 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. ત્યારે રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓના મોતના આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસમાં પણ રાજકોટમાં ઘટાડો નોંધાયો છે.

રાજકોટમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો

આ પણ વાંચો: રાજકોટમાં વેક્સિનેશન કાર્યક્રમનો શુભારંભ

ધીમે-ધીમે કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં

રાજકોટમાં એક અઠવાડિયા અગાઉ દરરોજ 60થી વધુ દર્દીઓના કોરોનાના કારણે મોત થતા હતા. જ્યારે દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા હતા. ત્યારે હાલ રાજકોટમાં ધીમે-ધીમે કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ આવતી સંસ્થાઓમાં કુલ-552 મહિલા નર્સો બજાવી રહી છે ફરજ

કોરોનાના પોઝિટિવ કેસ અને મોતના આંકમાં ઘટાડો

રાજકોટમાં એક સમયે કોરોનાની પરિસ્થિતિ એટલી વણસી હતી કે, અહીં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર કરાવવા વેઇટિંગમાં ઉભું રહેવું પડતું હતું. જ્યારે દર્દીઓ ઓક્સિજનના બાટલા સાથે ઘરે સારવાર લેવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ હવે રાજકોટમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ દરરોજ માત્ર 200ની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓની સાજા થવાની ટકાવારી વધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.