રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો, ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ

author img

By

Published : Apr 30, 2021, 9:28 AM IST

રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો

રાજકોટ જિલ્લામાં સતત પાંચમા દિવસે વાતાવરણમાં પલટો નોંધાયો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત પાંચમા દિવસે વાતાવરણમાં પલટો નોંધાયો છે. ગોંડલ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ પડયો હોવાના દૃશ્યો સામે આવ્યા છે.

  • વાતાવરણમા પલટો આવતા મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી
  • વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે
  • ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા

રાજકોટઃ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. રાજકોટ શહેરમાં બપોરના અઢી વાગ્યા બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે સમી સાંજે 5 વાગ્યા આસપાસ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો. રાજકોટના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. બપોર સુધી ભયંકર તાપ જોવા મળ્યો હતો અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડુ ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આથી રાજમાર્ગો ભીંજાયા હતા. શહેરના કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ, માધાપર ચોક, મોરબી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, કેરી ઉત્પાદન કરતા ખેડૂતોમાં ચિંતા

કેટલીક જગ્યાએ કરા પડતાં બાળકો કરા સાથે નાચી ઉઠ્યા હતા

ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ રાજકોટના જસદણ પંથકમાં પણ કમોસમી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આટકોટ, ખારચિયા, જંગવડ, વિરનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કેટલીક જગ્યાએ કરા પડતાં બાળકો કરા સાથે નાચી ઉઠ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે કમોસમી વરસાદ

ઉનાળુ પાક તલ, મગ, અડદ, બાજરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ

ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. ત્યારે વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદ વરસતા લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આથી રાજમાર્ગો ભીંજાયા હતા. બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. હાલ ઉનાળુ પાક તલ, મગ, અડદ, બાજરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.