ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને બે એવોર્ડ એનાયત

author img

By

Published : Aug 8, 2021, 12:42 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કોરોના કાળ દરમિયાન પ્રથમ વખત રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કુલ 81,000 થી વધુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂમાં કાઉન્સેલિંગ કર્યું હતું.

  • તરુણો પોર્ન સાઇટ જોતા હતા તે બેસ્ટ સર્વે
  • મનોવિજ્ઞાન ભવનને બે એવોર્ડ એનાયત
  • વિદ્યાર્થીઓએ કુલ 81,000 થી વધુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂમાં કાઉન્સેલિંગ કર્યું

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગણના દેશની સર્વોચ્ચ યુનિવર્સિટીમાં થાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમમાં ઘણા બધા વિષયો પર રિસર્ચ અને સંશોધન પણ થયા હોય છે. જેને લઈને કોરોના કાળ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલી કામગીરીની વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી બે એવોર્ડ આપવામાં આવ્યા છે.

પ્રથમ મનોવિજ્ઞાન ભવન દ્વારા રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કર્યું

પ્રથમ મનોવિજ્ઞાન ભવન દ્વારા રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું. જેના માટે એક એવોર્ડ અને કોરોનામાં સમયમાં વિવિધ વિષયો પર 126 જેટલા સર્વે આર્ટીકલ લખવામાં આવ્યા હતા. જેને લઈને એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ કુલ બે એવોર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને આપવામાં આવ્યા છે.

કોવિડ દરમિયાન પ્રથમ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કોરોના કાળ દરમિયાન પ્રથમ વખત રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કુલ 81,000 થી વધુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂમાં કાઉન્સેલિંગ કર્યું હતું. જેને લઇને એક અનોખો રેકોર્ડ સ્થપાયો હતો. ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને આ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળો યોજવા અને 81 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરવા બદલ બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ કુલ 81,000 થી વધુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂમાં કાઉન્સેલિંગ કર્યું
વિદ્યાર્થીઓએ કુલ 81,000 થી વધુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂમાં કાઉન્સેલિંગ કર્યું

126થી વધુ સમાજ ઉપયોગ સર્વે અને આર્ટિકલ

મનોવિજ્ઞાન ભવન દ્વારા કોરોના કાળમાં પણ સતત કામગીરી કરવામાં આવી હતી. તેમજ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જે દરમિયાન મનોવિજ્ઞાનની ભવનની ટીમ દ્વારા સમાજના વિવિધ 126 જેટલા સર્વે કરીને ઉપયોગી આર્ટીકલો લખ્યા હતા. જ્યારે ગ્રામ્ય પ્રજાને કોરોના અંગેની સાચી સમજ આપીને તેમને જાગૃત કર્યા હતા અને વેક્સિનેશન માટેની પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિન લઇને જે અંધશ્રદ્ધા ફેલાઈ હતી તેને લઈને 54 જેટલા ગામોમાં મુલાકાત કરવામાં આવી હતી. આ તમામ બાબતોને લઈને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા મનોવિજ્ઞાન ભવનને એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા vaccination awareness campaign

સર્વેમાં સામે આવ્યું કે તરુણો પોર્ન જોતા થયા હતા: અધ્યક્ષ

મનોવિજ્ઞાન ભવનને બે એવોર્ડ એનાયત થતાં ભવનના અધ્યક્ષ યોગેશ જોગસણે ETV bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનોવિજ્ઞાન ભવન દ્વારા 126થી વધુ સર્વે કરવામાં આવ્યા હતા. જેમાં એ બાબત પણ સામે આવી હતી કે તરુણો પોર્ન સાઇટ જોતા થયા હતા. આ સર્વે બહાર આવ્યા બાદ ઘણા બધા વાલીઓ જાગૃત થયા હતા. તેમજ તેમના બાળકોનું અમારી પાસે કાઉન્સેલિંગ પણ કરાવ્યું હતું. જેને લઈને બાળકો ગેરમાર્ગે જતા અટક્યા હતા. જે મનોવિજ્ઞાન ભવનનું સરાહનીય કાર્ય હતું.

આ પણ વાંચો: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિનની ગેરમાન્યતા દૂર કરવા મનોવિજ્ઞાનના કર્મચારીઓની ટીમ મોકલાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.